સોનું - ચાંદી, કરન્સી, શેરબજાર પછી હવે ફરી
ધાતુઓ ખુબ તોફાની થશે
ગતાંક માં જણાવ્યું હતું કે તમામ બજારો વધુ તોફાની થશે. ઉપરાંત એ પણ જણાવ્યું હતું કે હવે નવા સમીકરણો, અભિગમો ટ્રેડરોએ કેળવી લેવા જોઈએ, કેમકે એવું બને કે ડોલર વધે અને શેરબજાર પણ વધે અને સોનું ઘટે. અઠવાડિયા દરમ્યાન આ તમામ ઘટનાઓ આપણે જોઈ. અઠવાડિયા દરમ્યાન ડોલર મોટેભાગે 55 ની ઉપર રહ્યો, છતાં પણ સોનું સતત ઘટતું રહ્યું. શેરબજાર માં એક દિવસ પાંચસો પોઈન્ટ નો કડાકો બોલાયો પણ પછી જે તોફાન જોવાયું તે ઘણું મોટું રહ્યું. જયારે સોના માટે ગતાંક માં જણાવ્યું હતું કે 1409 ડોલર ની નીચે નો બંધ આવતા ગ્લોબલ માર્કેટ માં કડાકો જોવાય. આગલા કડાકા ના બરાબર એક મહિના બાદ 15 તારીખે 1395 ડોલર નો બંધ જોવાયા બાદ સોના માં 1358 ડોલર સુધીનો કડાકો બોલાઈ ગયો છે. હવે આ અઠવાડિયે તમામ ધાતુઓ માં ખુબ મોટા રમખાણ માટે તૈયાર રહો. આગામી અઠવાડિયું મોટી વધઘટ નું છે. યાદ રહે, કે આગામી સપ્તાહ વધઘટ નું છે અને નહી કે ફક્ત ઘટાડા નું કે ફક્ત વધારા નું. શેરબજાર, સોનું-ચાંદી, કરન્સી તમામ બજારો માં મોટા તોફાનો જોવાશે. આગામી સપ્તાહ ટ્રેડીંગ માટે નો શ્રેષ્ટ અવસર બની રહે અગર મોટા ઉછાળે વેચવાની અને મોટા કડાકે લેવાની આવડત હોય તો.
શા માટે મોટી વધઘટ ની શક્યતા?
મોટી વધઘટ માટે ના જવાબદાર પરિબળો
ડોલર ઇન્ડેક્ષ : છેલ્લા બે અઠવાડિયા માં ડોલર માં જબ્બર સુધારો જોવાતો રહ્યો છે. છેલ્લા છ માસ થી જે યેન કેરી ટ્રેડ ની આપણે ચર્ચા કરીએ છીએ તે યેન ની નરમી ના લીધે ડોલર માં સતત સુધારો જોવાયો છે. ડોલર યુરો ની સામે પણ ઝડપ થી સુધરી રહ્યો છે. એપ્રિલ મહિના દરમ્યાન યુરો માં સુધારો નોધાયો હતો, પરંતુ મે મહિના ની શરૂઆત થી જ ડોલર યુરો સામે સતત સુધરતો રહ્યો. યુરો ના ઘસારા ને લીધે યુરોપીયન બજારો થોડા નરમ રહ્યા અને આપણા ત્યાં શેરબજાર માં પણ ટ્રેડરો ઉછાળે વેચતા રહ્યા. સરવાળે ઘટતા યેન અને વિદેશી રોકાણકારો ની લેવાલી ને પગલે આવેલી શેરબજાર ની તેજી માં પણ ટ્રેડરો વેચવાલી માં ફસાયા. જોકે એ આપણી ચર્ચા નો વિષય નથી. ડોલર ઇન્ડેક્ષ વીકલી ચાર્ટ પર કદાચ થ્રી વ્હાઈટ સોલ્જર પેટર્ન બનાવે એવી શક્યતાઓ છે. પણ, ડોલર ની તોફાની ચાલ બજારો ને ધમરોળશે. ડોલર ના સુધારા ની સાથે સાથે અમેરિકા ના શેરબજાર માં પણ તોફાની તેજી જોવાઈ છે અને હાલ માં ડાઉ જોન્સ ઈ લાઈફ-ટાઈમ હાઈ પર છે. ડાઉ છેલ્લા છવ્વીસ અઠવાડિયા થી એકધારો વધી રહ્યો છે.
ડોલર રૂપિયા સામે: ડોલર ના ગ્લોબલ તરખાટ સામે આ વખતે રૂપિયો જબ્બર ટકી રહ્યો છે. રીટેલ માં વિદેશી રોકાણ ને આપેલી મંજુરી, સોના ની આયાત અંકુશિત કરવાનું રીઝર્વ બેંક - સરકાર નું વલણ, વ્યાજદરો કાબુ માં રાખવા ની નીતિ જેવા પગલા ના લીધે રૂપિયો હાલ માં ટકી રહેવા માં સફળ રહ્યો છે. 2011-12 માં જયારે ડોલર ઇન્ડેક્ષ સ્થિર હતો ત્યારે રૂપિયો ડોલર સામે સતત ઘસાતો રહ્યો હતો. રૂપિયા ના આ ઘસારા ને લીધે જ તો સોના માં બે વર્ષ માં ઉછાળા જોવાતા રહ્યા હતા જેના વિષે આપણે અગાઉ અનેક વખત ચર્ચા કરી છે. રીઝર્વ બેંક ની પોલીસી બાદ રૂપિયા માં એક વખત સુધાર જોવાયો હતો અને ડોલર સામે રૂપિયો 54 ની નીચે પણ રહ્યો. પણ, ડોલર ગ્લોબલ માર્કેટ માં તોફાની બનતા રૂપિયો તેના 54 ના લેવલ ને પણ પાર કરી 55 ની ઉપર બંધ રહ્યો છે. 55.10 ની સપાટી ના અવરોધ ની ઉપર ડોલર ની રૂપિયા સામે પણ તાકાત જોવાઈ શકે.
ગ્લોબલ માર્કેટ માં સોનું: 16 મી એપ્રિલ ના રોજ સોના માં 1321 ડોલર સુધીનો કડાકો બોલાયો હતો. ત્યારબાદ સોનું સુધરી ને 1488 ડોલર સુધી જોવાયું. પણ, 88 ડોલર ના તેના મોટા અવરોધ ને પાર કરવા માં સોનું સફળ રહ્યું નથી. મે મહિના ની શરૂઆત માં જે 1488 ડોલર નો હાઈ બન્યો (આપણા તે અઠવાડિયા ના અંક માં સોના માટે 1488 ડોલર નો અવરોધ જણાવ્યો હતો), ત્યાંથી સોનું ફરી ઘટવા માંડ્યું છે. ગયા અઠવાડિયે સોનું 1359 ડોલર બંધ રહ્યું છે. ડોલર ઇન્ડેક્ષ ની તાકાત જોતા આ અઠવાડિયે સોનું તેના 1321 ડોલર ના બોટમ ને ફરી ટેસ્ટ કરે કે તોડે પણ. આ બોટમ ની પાસે મોટી અફડાતફડી રહે અને ભલભલા ના ગણિતો ઉંધા પડે એવા ઘાટ જોવાઈ શકે. માટે અઠવાડિયા દરમ્યાન સાવચેતીપૂર્વક વેપાર કરવો.
સાપ્તાહિક ટ્રેન્ડ
સોનું: ગ્લોબલ માર્કેટ માં શરુ થયેલ વેચવાલી માં આગળના 1321 ડોલર ના બોટમ પાસે મોટું તોફાન જોવાય. એમસીએક્સ વાયદા માં અગાઉ નું 25270 નું બોટમ તુટવા ની શક્યતાઓ વધારે છે. આ બોટમ તૂટતા બીજા ચારસો થી આઠસો રૂપિયા સુધીના નીચા ભાવો જોવાઈ શકે છે. સાથે-સાથે એ પણ સાચું કે જો અગાઉ ના આ 25270 ના બોટમ પાસે ટેકો જળવાયો તો ત્યાં થી 700 થી 900 રૂપિયા નો કાતિલ ઉછાળો પણ જોવાઈ શકે છે. ટુકમાં, આ બોટમ પાસે તેજી કે મંદી ગમે તે સોદો કર્યો પછી વાત નસીબ પર જ છોડવી પડે. સોદો કર્યા પછી 500 - 700 પોઈન્ટ નો નફો થાય કે નુકશાન, મુવમેન્ટ મોટી જ રહે.
ચાંદી: સોના ની વેચવાલી ના પગલે ચાંદી તો ગયા અઠવાડિયે જ અગાઉ ના 22 ડોલર ના બોટમ ની પાસે પહોચી ચુકી છે. આ અઠવાડિયે એ 22 ડોલર નું બોટમ તૂટતા ચાંદી માં ફ્રી-ફોલ જેવો માહોલ સર્જાય, પણ ચાંદી માં 41000 ની આસપાસ લેવાલી આવી જાય તેવી શક્યતા છે.
કોપર અને અન્ય ધાતુઓ: એપ્રિલ મહિના ના અંત માં કોપર માં 362 સુધીનો કડાકો બોલાઈ ગયો હતો. ત્યારે બજાર માં કોપર ની 333 રૂપિયા સુધીના ઘટાડા ની ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ મે મહિના ની શરૂઆત થી જ કોપર માં સતત લેવાલી જોવાઈ છે. ડોલર ના સુધારા ને લીધે ગ્લોબલ માર્કેટ માં પણ આ ધાતુઓ ના ભાવ સુધરવા માંડ્યા છે. ગયા અઠવાડિયે બુધ અને ગુરુવાર ના રોજ કોપર માં 392 રૂપિયા સુધી ના નીચા ભાવો જોવાયા, પરંતુ ત્યારબાદ કોપર 400 ના આંક ની ઉપર જ ચાલી રહ્યું છે. આગામી અઠવાડિયે આ બુધ-ગુરુ ના નીચા ભાવ મહત્વ ના ટેકા બની રહે અને કોપર માં તેજી જળવાય. પણ, યાદ રહે કે ગ્લોબલ માર્કેટો તોફાની હોવાને લીધે સીધે-સીધી તેજી ન પણ જોવાય. હાલ માં કોપર માં 410 રૂપિયા નો અવરોધ છે. 412 ની ઉપર નો બંધ જોવાતા કોપર ફરી 433 ના લેવલ તરફ આગળ ધપે. આ તેજી ની ચાલ માટે 392 નું અડીખમ રહેવું આવશ્યક છે. જયારે એલ્યુમીનીયમ, લેડ અને ઝીંક માં પણ કોપર ની જેમ જ ગયા અઠવાડિયા ના બુધ અને ગુરુવાર ના નીચા ભાવો મહત્વ ના ટેકા છે. હાલ માં આ તમામ ધાતુઓ માં શુક્રવાર ના ઊંચા ભાવો અવરોધ છે અને તેની ઉપર ના બંધ જોવાતા આ તમામ ધાતુઓ માં તેજી ની ચાલ જોવાઈ શકે. તેજી ની ચાલ જળવાવા માટે ગુરુવાર ના નીચા ભાવો નું અકબંધ રહેવું જરૂરી છે. ઝીંક માં ગુરુવાર નો નીચો ભાવ હતો 98.65 જયારે લેડ માં હતો 106.85. હવે, આ ભાવો મહત્વ ના ટેકા છે. એલ્યુમીનીયમ માં શુક્રવાર નો ઉંચો ભાવ 101.75 મહત્વ નો અવરોધ છે અને એની ઉપર નો બંધ જોવાયા બાદ વધુ સુધાર જોવાય. નિકલ માં કોપર અને લેડ ની સરખામણીએ સુધારો જોવાયો નથી. એમાં પણ જોકે ગુરુવાર નો નીચો ભાવ 811.60 મહત્વ નો ટેકો છે, જે અકબંધ રહેતા સુધારો જોવાય.
ક્રુડ: ધાતુઓ ની સાથે-સાથે ક્રુડ માં ગુરુવાર ના નીચા ભાવો થી તોફાની થયું છે. યુએસ માર્કેટ માં જો કે 96.88 ડોલર ના અવરોધ પાસે ગયા અઠવાડિયે ક્રુડ વધતું અટકી ગયું, પણ આ અઠવાડિયે 98 ડોલર વટાવતા ક્રુડ માં ફરી તોફાન જોવાઈ શકે. જે રીતે ડોલર ઇન્ડેક્ષે સુધારો બતાવવા માંડ્યો છે, એ જોતા ક્રુડ પણ તોફાની ચાલ બતાવે. એમસીએક્સ માં હવે શુક્રવાર નો નીચો ભાવ 5206 અકબંધ રહેતા ક્રુડ 5500 સુધી નો ઉછાળો બતાવી શકે છે.
સરવાળે આ અઠવાડિયે ડોલર ની છેલ્લા બે અઠવાડિયા દરમ્યાન જોવાયેલી સુધારા ની ચાલ જળવાઈ રહેતા ગ્લોબલ બજારો મોટાપાયે ધમરોળાય. ગ્લોબલ માર્કેટ માં ડોલર સુધરતા સોના ની વેચવાલી જોર પકડે પણ સુધરતા ડોલર ને લીધે અન્ય ધાતુઓ તેમ જ ક્રુડ ના ભાવો માં ઉછાળા જોવાય. આરબીઆઈ પોલીસી વખત ના આપણા અંક માં જણાવ્યું હતું કે આપણા વ્યાજદરો ના ફેરફારો કરતા યુરોપીયન બેન્કે જે વ્યાજદર ઘટાડ્યા છે તે આપણા બજારો માટે નું નિર્ણાયક પરીબળ બની રહે. છેલ્લા છ મહિના માં જાપાની રોકાણકારો ની યુરોપીયન બોન્ડ માં લેવાલી ને લીધે યુરોપીયન બજારો માં મોટાપાયે રોકાણો આવી રહ્યા હતા. યુરોપીયન સેન્ટ્રલ બેન્કે આ વ્યાજદર ઘટાડ્યા તેના લીધે આ રોકાણો નો પ્રવાહ ધીમો પડ્યો અને તેના પગલે યુરો માં નરમી રહી. યુરો ની નરમી થી છ મહિના થી યેન સામે સુધરી રહેલ ડોલર વધુ તોફાની થયો છે. પણ ડોલર યેન સામે પણ ઓવર-બોટ ઝોન માં છે સાથે સાથે યુરો તેના એપ્રિલ ના બોટમ પાસે ટેકો જાળવે તેવી પણ શક્યતા છે. એટલે, આ અઠવાડિયે પણ શેરબજાર, કરન્સી કે બુલિયન મોટી વધઘટ માટે ટ્રેડરે તૈયાર રહેવું.

- ડોલર ઇન્ડેક્ષ : અઢી વર્ષ ના સર્વોચ્ચ સ્તરે
- ડોલર રૂપિયા સામે: 55.15 ની ટ્રેન્ડ-લાઈન પાસે
- સોનું (યુએસ): કડાકા ના એક મહિના બાદ ફરી બોટમ પાસે
- નિફ્ટી: સવા બે વર્ષ ના સર્વોચ્ચ સ્તરે
- ડાઉ જોન્સ: સતત 26 અઠવાડિયા વધીને લાઈફ-હાઈ પર

No comments:
Post a Comment