Monday, 21 October 2013

શેર બજાર માં આવી શકે છે કડાકો



છેલ્લા આઠ અઠવાડિયા થી મુખ્ય ઇન્ડેક્ષો માં સીધી અને સડસડાટ ચાલ જોવાઈ છે. રાઈસિંગ એજ ની આ ચાલ માં જયારે પણ યુ-ટન જોવાય, તો ઘટાડા ની ચાલ પણ ઝડપી રહે. આપણા શનિવાર ના આર્ટીકલ માં પણ નિફ્ટી સ્પોટ માટે ૬૩૩૫ મુખ્ય અવરોધ હોવાનું જણાવ્યું છે. હાલ માં ઇન્ડેક્ષ ૬૨૦૦ ના મથાળા ની ઉપર બંધ છે અને વેચાણ માટે બજાર માં કોઈ જ કારણ દેખાતું નથી. પરંતુ, ટેકનીકલી બજાર ઓવર-બોટ ઝોન માં આવી ચુક્યું છે. આપણા ૫ ઓક્ટોબર ના અંક માં પણ જયારે નિફ્ટી માટે ૬૨૨૦ નું ટાર્ગેટ જણાવ્યું હતું, ત્યારે લખ્યું હતું કે ચારેક અઠવાડિયા માં ટોપ-આઉટ પણ શક્ય છે.


વેચાણ ના વેપાર માટે બેન્કિંગ શેર યોગ્ય


USDINR કે જે છેલ્લા આઠ અઠવાડિયા થી સતત ઘટાડા તરફી છે, તેમાં અઠવાડિયા ની શરૂઆત માં જ ફરી પાછો સળવળાટ શરુ થયો છે. હા, અહી થી USDINR માં જે ઉછાળા જોવાશે તે છેતરામણા હશે, તે સાચું. પણ, રૂપિયા માં આવતો ઘસારો બેન્કિંગ શેરો માં વેચવાલી નું દબાણ લાવે. જો કે ઓઈલ અને મેટલ શેરો માં પણ હાલ ની તેજી માં જે ઉછાળા જોવાયા છે, તે મુજબ વેચાણ જોવાઈ શકે.

ચાંદી માં ઉછાળા ની છે શક્યતા



એક તરફ ડોલર રૂપિયા સામે સતત પીટાયા પછી હવે એકાદ ઉછાળા માટે તૈયાર છે, તો બીજી તરફ યુએસ સ્પોટ માં ચાંદી ૨૨.૫૦ ડોલર ના મહત્વ ના અવરોધ ને સ્પર્શવા ભણી છે. એમસીએકસ વાયદા માં ૨૧ તારીખ ના રોજ સાંજ ના છ વાગ્યા થી ચાંદી સતત ૪૯૨૦૦ પાસે અવરોધાતી રહી. સરવાળે ચાંદી માં ૪૯૭૫૦ ઉપર ની ચાલ જોવાતા ૫૧૮૦૦ સુધી નો ઉછાળો શક્ય છે. જયારે સોના માં યુએસ સ્પોટ માં ૧૩૨૮ વટાવતા ૧૩૫૭ ડોલર ની શક્યતા છે.



Saturday, 19 October 2013

સોના ની ચમક દિવાળી પુરતી મર્યાદિત



ગયા અઠવાડિયે સોના માં ૨૮૩૫૦ થી ૨૯૪૮૦ સુધી નો, એટલે કે ૧૦૦૦ રૂપિયા થી વધારે નો ઉછાળો નોધાયો છે. દિવાળી ટાણે સોના માં આવેલો આ ઉછાળો મહદઅંશે તહેવાર ની આ મોસમ ને આભારી કહી શકાય. આમ તો જો કે આંતરાષ્ટ્રીય બજાર માં પણ સોના માં ગયા અઠવાડિયે ૧૨૫૦ ડોલર આસપાસ થી જે સુધારો શરુ થયો, તેમાં ૧૩૧૫ ડોલર સુધી ના ભાવો જોવાયા છે.


આંતરાષ્ટ્રીય બજાર માં સોના ની લેવાલી નરમ ડોલર ને આભારી 


યુરો અને યેન સામે ડોલર નરમ પડવા માંડ્યો છે. યુરો ડોલર સામે ૧.૩૬૯૦ નું સ્તર આવતા અઠવાડિયે વટાવે એની પૂરી શક્યતાઓ છે. આ સ્તર વટાવતા યુરો ડોલર સામે બે વર્ષ ના હાઈ પર પહોચશે. આંતરાષ્ટ્રીય સ્તરે જયારે ડોલર નરમ પડવા માંડે છે, ત્યારે વિદેશી ભંડોળ માં ડોલર ના વિકલ્પ તરીકે દુનિયા ના દેશો ની આંતરાષ્ટ્રીય બજારો માં સોના માં લેવાલી વધતી હોય છે. આમ હાલ માં નરમ પડી રહેલ યુએસ ડોલર ઇન્ડેક્ષ આંતરાષ્ટ્રીય બજારો માં સોના ના ભાવો માં સુધારા માટે કારણભૂત છે. 


રૂપિયા ની તાકાત સોના ની ચમક ફીકી પાડે 


આપણા બજારો ને લાગે વળગે છે, ત્યાં એટલું જરૂર કહી શકાય કે હાલ નો રૂપિયા નો સુધારો સોના માં ઉછાળા ને ધીમો કરે. USDINR માં હાલ માં ૬૦.૫૫ તૂટતા ચાર અઠવાડિયા માં ૫૮.૫૦ સુધી ના સ્તરો ની શક્યતા જોતા (૬૦.૫૫ તૂટે તો જ), આંતરાષ્ટ્રીય સ્તરે સોનું સુધરવા છતાં અહી ભાવો માં મોટા ઉછાળા ન જોવાય. અહી એ નોધવું રહ્યું કે એમસીએક્સ વાયદા માં સોના માં હવે ૨૮૩૫૦ મુખ્ય ટેકો છે અને જ્યાં સુધી આ ટેકો અકબંધ રહે, સોનું સુધારા તરફી છે. એ ન્યાયે હાલ ની દિવાળી ની મોસમ માં સોના માં ચમક જળવાયેલી રહે. 


સોના માં ઓગસ્ટ માં થયું ટોપ-આઉટ


ગયા ઓગસ્ટ માસ માં જે રીતે રૂપિયા માં પેનિક થયું અને સોના માં ૩૫૦૦૦ સુધી ના કમોસમી ઉછાળા નોધાઇ ગયા, તે જોતા સોના માં ટોપ-આઉટ થઇ ગયા ની શક્યતાઓ પુરતી છે. ૨૯૫૦૦ આસપાસ બંધ રહેલ સોના માં ઉછાળે હવે ૩૧૯૦૦ મુખ્ય અવરોધ છે અને તહેવારો ની લેવાલી માં આ અવરોધ મહત્વ નો સાબિત થાય. સરવાળે દિવાળી ની આતશબાજી માં સોના ની ચમક થી અંજાઈ ન જવું સારું!

Friday, 18 October 2013



૬૩૩૫ - નિફ્ટી સ્પોટ માટે "લાઈન ઓફ કન્ટ્રોલ"


તા. ૫ ઓક્ટોબર ના રોજ નિફ્ટી માં વીકલી ચાર્ટ પર રચાઈ રહેલ "કપ એન્ડ હેન્ડલ" પેટર્ન વિષે જણાવ્યું હતું.


જયારે બજાર માં સર્વત્ર "વેચો-વેચો" ની વાતો સાંભળવા મળતી હતી, ત્યારે આપણી આ વેબ-સાઈટ પર નિફ્ટી માટે ૬૨૨૦ નું ટાર્ગેટ જણાવ્યું હતું.  હાલ માં ખરાબ ઔદ્યોગિક ઉત્પાદન ના આંકડા (આઈઆઈપી) અને તેજી માટે ના કોઇપણ સમાચાર ના અભાવ છતાં બજાર માં સતત લેવાલી જળવાયેલી રહી. ડોલર ઇન્ડેક્ષ માં શરુ થયેલ નરમી કે બીજા શબ્દો માં કહીએ તો ડોલર યુરો, પાઉન્ડ જેવી કરન્સી સામે નરમ રહેવા નું શરુ થતા, એમર્જિંગ માર્કેટ્સ માં તેજી જોવાઈ છે.

બ્રેક-આઉટ સાચું પણ, સાવચેતી જરૂરી
આપણી "કપ એન્ડ હેન્ડલ" પેટર્ન માં ૬૧૦૦ ની ઉપર બ્રેક-આઉટ જણાવ્યું હતું, ગયા અઠવાડિયે નિફ્ટી સ્પોટ ના ૬૧૮૧ ના બંધ સાથે આ બ્રેક-આઉટ કન્ફર્મ થયું છે. પરંતુ, અહી એ ન ભૂલવું જોઈએ કે આ વીકલી ચાર્ટ ના બ્રેક-આઉટ ની વાત ચાલે છે. મોટે ભાગે આવા બ્રેક-આઉટ ને એક થી વધારે પ્રયત્ન ની જરૂર પડે છે. હાલ માં ચાલતો આ વર્ટીકલ રાઈસ મુખ્ય અવરોધ પાસે થી એકાદ કરેકશન આપે એવી શક્યતા વધારે છે.





છેલ્લા આઠ અઠવાડિયા થી નિફ્ટી માં વર્ટીકલ રાઈસ
ઓગસ્ટ મહિના ના છેલ્લા અઠવાડિયા માં નિફ્ટી માં જ્યાં ૫૧૧૮ નું બોટમ બન્યું, ત્યાર થી નિફ્ટી માં સીધી અને સડસડાટ ચાલ જળવાયેલી છે. સપ્ટેમ્બર માસ ના એક અઠવાડિયા ને બાદ કરતા બધા જ અઠવાડિયા ના બંધ સાપ્તાહિક ખુલ્યા ભાવ થી ઉપર રહ્યા છે. આ જોતા નવેમ્બર ૨૦૧૦ નો ૬૩૩૫ નો સાપ્તાહિક ખુલ્યો અને ઉંચો આંક નિફ્ટી ની આ દોડ ને થંભાવે.



ઇન્ડેક્ષ શેરો માં રિલાયન્સ, ભારતી દમદાર: તોફાની દોર માં હેવીવેટ ટ્રેડીંગ માટે સલામત વિકલ્પ

ગયા અઠવાડિયે રિલાયન્સ ૨૦૦ અઠવાડિયા ની એવરેજ કે જે ૮૬૫ આસપાસ છે, ત્યાં ખુલ્યો અને ૯૦૦ ના આંક ની ઉપર બંધ રહ્યો. ડોલર સામે સુધરતો રૂપિયો અને આંતરાષ્ટ્રીય બજારો માં તોફાની ક્રુડ - આ સંજોગો રિલાયન્સ ને આવનાર સમય માં ખુબ ફાયદો કરાવે. ક્રુડ અને ડોલર વિષે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું, પણ હાલ માં રિલાયન્સ ૯૨૨ અને ૯૪૫ ના લેવલ તરફી રહે.




નિફ્ટી જુનીયર શેરો માં વધારે તોફાની ચાલ 
મુખ્ય ઇન્ડેક્ષો ના આ ઉછાળા ને પગલે અન્ય શેરો માં વધારે તોફાની તેજી ની ચાલ જોવાય. પરંતુ આવી ચાલ માં ફસાવા થી દુર રહેવું હિતાવહ. અગર પોઝીશન બનાવી હોય તો યોગ્ય સ્ટોપલોસ અવશ્ય રાખવો. 

Friday, 11 October 2013

શું કપ એન્ડ હેન્ડલ પેટર્ન બ્રેક-આઉટ બતાવશે?


મિત્રો ને ગયા અઠવાડિયે જણાવેલ "કપ એન્ડ હેન્ડલ પેટર્ન" યાદ હશે.

યાદ છે, ગયા અઠવાડિયે જયારે સહુ કોઈ વેચો વેચો કહેતા હતા, ત્યારે મારા આ બ્લોગ પર ૬૧૦૦ ના નિફ્ટી આંક વિષે લખ્યું હતું. 

મિત્રો, આ શેર બજાર છે And not a Cup of Tea.


ગયા અઠવાડિયા ની કપ એન્ડ હેડલ પેટર્ન 


હવે, આવતા અઠવાડિયે શું?

બધું બરાબર છે, કે કપ એન્ડ હેન્ડલ પેટર્ન નું બ્રેક-આઉટ અગર આવે, તો બજાર માં તોફાની તેજી થાય. પણ, તેજી ના અશ્વો દોડાવતા પહેલા એટલું જરૂર નોધી લેજો કે આ વીકલી બ્રેક-આઉટ ની વાત છે. આવા મોટા બ્રેક-આઉટ એમ આસાની થી ન જોવાય.
ઉપર ચાર્ટ માં એ પણ જણાવ્યું છે, કે UO ૭૦ ભણી હોઈ, હાલ પુરતું એકાદ ટોપ-આઉટ શક્ય છે.

વધારે તો કાઈ નહી, પણ આવતા અઠવાડિયે બુધવાર ની રજા બજાર ના ખેલંદાઓ આનંદ થી માણી લેજો.
ગુરુવારે મને ભૂલતા નહી.

શીતલપૂરી ગોસ્વામી

Saturday, 5 October 2013

ટ્રેન્ડ ઇસ યોર ફ્રેન્ડ:
મોટા પ્રમાણ માં ઘટેલ કોઈ શેર હાલ માં કેટલા આકર્ષક સ્તર પર છે કે એ કયા ભાવ થી અન્ડર વેલ્યુડ કહેવાય એની પળોજણ માં પડ્યા કરતા વીતેલા અઠવાડિયા માં તેજી નો ટ્રેન્ડ જાળવી રાખનાર કે તેજી ના ટ્રેન્ડ માં આવેલ આ શેરો ટ્રેડીંગ માટે શ્રેષ્ટ રહે.

બજાજ-ઓટો: વીતેલા અઠવાડિયા માં સાપ્તાહિક ૬% થી વધારે ના ઉછાળા સાથે બંધ રહેલ આ શેર માં આવતા અઠવાડિયે ૨૦૫૧ આસપાસ  ૧૯૯૦ ના સ્ટોપ થી લેણ કરાય. અઠવાડિયા દરમ્યાન આ શેર માં ૨૨૧૦ સુધીના ઉછાળા ની શક્યતા છે.

ડીવીસ લેબ:  ડીસેમ્બર મહિના ના ૧૧૮૬ ના મથાળે થી આ શેર માં દસ મહિના દરમ્યાન સતત નીચા ભાવો જોવાતા રહ્યા છે. શુક્રવાર ના રોજ ૧૦૨૨ પર બંધ રહેલ આ શેર માં વીતેલા અઠવાડિયા માં ત્રણ ટકા નો સુધારો નોધાયો છે. ઉપરાંત, હાલ માં ફોલીંગ ચેનલ ની ઉંચી મર્યાદા ને સ્પર્શી આ શેરે તેજી નો અન્ડરટોન બતાવ્યો હોઈ, પખવાડિયા દરમ્યાન ૯૬૮ ના સ્ટોપલોસ થી ૧૧૦૦ રૂપિયા ના ટાર્ગેટ ને ધ્યાન માં રાખી રોકાણ કરી શકાય.

ઝી એન્ટરટેન: જુન મહિના માં ૧૨૫ ના સ્તરે થી બે વર્ષ ના કોન્સોલીડેસન માંથી આ શેરે મોટા ઉછાળા જાળવી રાખી ફક્ત ચાર મહિના માં આશરે ૯૦% ઉછળ્યો છે. હજી આ અઠવાડિયે પણ ૨૩૧ ના સ્ટોપલોસ થી આ શેર માં ૨૭૦ ના ટાર્ગેટ માટે તેજી ની પોઝીશન બનાવી શકાય.

હિન્દાલ્કો: અમેરિકા ની સ્થાનિક ઉદ્યોગો ને પ્રોત્સાહન આપવા ની નીતિ ને લીધે એક ચીન સિવાય બધા જ દેશો ના મેટલ ના શેરો માં મંદી નો માહોલ આ બે વર્ષો માં જળવાયો છે. આઠ અઠવાડિયા પહેલા ૮૫ ના છેલ્લા પાંચ વર્ષ ના તળીયે થી આ શેર માં સતત સુધારો જ નોધતો રહ્યો છે. આઠ અઠવાડિયા ની તેજી ની ચાલ માં હવે આ શેર તેની ૨૦૦ અઠવાડિયા ની એક્ષ્પોનેન્શીયલ એવરેજ કે જે ૧૨૯ છે, તેને સ્પર્શે તેવી પ્રબળ સમભાવના છે. તેજી ના વેપાર માં જોકે ૧૦૮ નો સ્ટોપલોસ જાળવવો જરૂરી છે.
શું ત્રણ વખત અસફળ રહેલ નિફ્ટી આ વખતે નવો હાઈ બનાવશે?

૨૦૦૮ ના મહા-ધબાય નમ: પછી નિફ્ટી બરાબર ત્રણ વર્ષ પછી જાન્યુઆરી ૨૦૧૧ માં ફરી ૬૨૦૦ ની ઉપર પહોચી હતી. ત્યારે એવું લાગવા માંડ્યું હતું કે ત્રણ વર્ષ ની મંદી જાણે કે પૂરી થઇ ગઈ. પણ, એ પછી રૂપિયા એ જે રકાસ કાઢ્યો, જાણે કે બજાર માંથી તેજી ગુમ જ થઇ ગઈ. હવે ૨૦૧૧ પછી ના બજાર માં સહુ થી વધુ નોધવા જેવી બાબત એ રહી હતી કે આ ગાળા માં ભારત ની ટોચ ની કંપનીઓ ની નફાકારકતા જળવાયેલી રહી હતી. એમ કહેવાય કે ૨૦૧૧ થી ૨૦૧૨ માં આ ટોચ ની કંપનીઓ એ પોતાનો ૨૫-૩૦ ટકા નો વૃદ્ધિદર જાળવી રાખ્યો હતો, પણ સામે રૂપિયો જ પચીસ થી પાંત્રીસ ટકા તુટ્યો એટલે એ નફાકારકતા શેરો ના ભાવો માં સુધારા માં તબદીલ ન થઇ.

હવે, જયારે ડોલર સામે રૂપિયો પાંચ અઠવાડિયા થી સતત સુધારો નોધાવી રહ્યો છે, અમેરિકા માં સ્ટીમ્યુલસ ના સ્ટેરોઈડ છતાં અર્થતંત્ર ની ગાડી પાટા પર થી ઉતરી રહી છે, અને સાથે સાથે નિફ્ટી ૫૧૦૦ ના તળિયા થી ફક્ત એક મહિના માં ૬૧૦૦ બતાવી ચુકી છે, ત્યારે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે જ થાય કે શું આ વખતે આ બજાર નવો હાઈ બતાવશે?

જવાબ શોધવા આપણે નિફ્ટી ના વીકલી ચાર્ટ પર નજર કરીએ.



આગલા મહિના ના હજાર પોઈન્ટ ના કડાકા બાદ ગયા મહીને નિફ્ટી ભલે ૧૦૦૦ પોઈન્ટ ફરી ઉછળી, પરંતુ, આ કડાકા માં જ્યાં નેગેટીવ ઝોન નું નિર્માણ થયું, MACD આ નેગેટીવ ઝોન માંથી હજી સુધી બહાર નીકળી શક્યું નથી.

સામે અલ્ટીમેટ ઓસીલેટર ૬૭ વટાવી ને હવે ૭૦ ની ઓવરબોટ સપાટી તરફી છે. જયારે જયારે આ ઓસીલેટર ૬૦ ની ઉપર જોવાયું છે, ત્રણ થી ચાર અઠવાડિયા માં ટોપ-આઉટ બન્યા છે. પરંતુ, એ પણ હકીકત છે કે આવા ઝોન માં જ વધારે તોફાની ચાલ જોવાય છે.

સહુ થી મહત્વ ની વાત, નિફ્ટી ના વીકલી ચાર્ટ પર ની કપ એન્ડ હેન્ડલ પેટર્ન. આ પેટર્ન માં એક ટ્રેન્ડ લાઈન ની ઉપર ની ચાલ જોવાતા, તોફાની તેજી જોવાય છે. નિફ્ટી ના આ કપ એન્ડ હેન્ડલ પેટર્ન નું બ્રેક-આઉટ છે, ૬૨૨૦ આસપાસ.

સરવાળે, પાછલા અઠવાડિયા નો નિફ્ટી નો ખુલ્યો ભાવ ૫૮૦૦ જ્યાં સુધી અકબંધ રહે, આ ટ્રેન્ડ જળવાયેલો રહે. ૬૧૦૦ ની ઉપર ની ચાલ જોવાતા બજાર માં સપાટાબંધ તોફાની ચાલ જોવાય.


આ અઠવાડિયે તેજી ના ટ્રેન્ડ માં :
બજાજ-ઓટો, ડીવીસ લેબ, ઝી એન્ટરટેઈન અને હિન્દાલ્કો આ અઠવાડિયે સુધારા જાળવી રાખે.

Friday, 4 October 2013

निफ्टी: क्या चौथी कोशिश कामयाब होगी?


२००८ के बुलडोजर रन के बाद चौपट हुए शेरबाजार में ठीक ३ साल बाद किरसे नया स्तर देखा गया था. किन्तु वः ख़ुशी छ्लावनी साबित हुई. २०११ के जनवरी महीने से बाजार में दो साल तक मंदी की मार चलती रही. इन दो सालो में इंडेक्स को ज्यादा धक्के नही पहुचे. अगर निफ्टी की बात करे तो ज्यादातर निफ्टी ५००० के उपर टिकी रही. किन्तु पिछली तेजी में स्थानीय निवेशको ने जिन शेरो में भरपूर पैसे लगाए थे उनका बुरा हाल हुआ है. सन फार्म, ल्यूपिन, एशियन पेंट्स, एचसीएल टेक, आईटीसी, टीसीएस, महिंद्रा & महिंद्रा, टाटा मोटर जैसे कुछ चुन्न्दा शेरो के बलबूते पर निफ्टी ज्यादातर टिकी रही. जबकि जिंदल स्टील, रिलायंस केपिटल, रिलायंस इन्फ्रा, रिलायंस पावर, डीएलऍफ़, यूनिटेक, टाटा स्टील, रिलायंस, हिंडाल्को जैसे शेर जिनमे रिटेल इन्वेस्टर्स ने भरपूर पैसे लगाए थे, उनमे १० से लेकर ९० प्रतिशत तक की गिरावट रही.

अब जब की २००८ में शुरू हुई मंदी को छ साल और २०११ की ६३०० की ऊंचाई को तिन साल होने को है, रुपया भारी मार जेलकर अब जब उभर रहा है, तो यह आस फिरसे बंधी है की इस बार नया इंडेक्स जरुर देखने मिलेगा?

इस सवाल का जवाब ढूंढने अगर निफ्टी की विकली चार्ट को देखे तो -





  • विकली चार्ट पर कप एण्ड हेंडल पेटर्न का निर्माण हुआ है. इस पेटर्न में अवरोध का स्तर, जो इस किस्से में ६२०० के आसपास है, के उपर का बंध नई तेजी या मंदी लाता है. 
  • किन्तु, MACD जो की अगले महीने की गिरावट के बाद हिस्टोग्राफ में नेगेटिव टेरिटरी में आ चूका है, पिछले महीने की १००० पॉइंट की रेली के बावजूद अभी भी सिर्फ ब्रेक-आउट की कदार पे है.
  • अल्टीमेट ओसिलेटर जो की अब ७० को छूने की तैयारी में है, यह जता रहा है की अब तकरीबन चार-पांच सप्ताह में हाल की तेजी टॉप-आउट हो सकती है.

एक्स्पोनेंसीयल एवरेज और कप एण्ड हेंडल पेटर्न देखते हुए, कुलमिलाकर अब निफ्टी स्पॉट में जबतक ५७८० बरकरार रहता है, निफ्टी एक बड़ी तूफानी चाल की ओर है. हां, ६२०० पर यहा काफी उथलपाथल देखने मिलेगी.
यहाँ पर फिरसे दोहराना चाहूँगा की निफ्टी में किसी भी तरह की तूफानी तेजी के लिए सबसे ज्यादा आवश्यक है ५७८० का बरकरार रहना.

शीतलपूरी गोस्वामी

रुपया बोलता है -



एक ओर यूएस डॉलर इंडेक्स ८० के स्तर को तोड़, २०० सप्ताहों की एक्सपोनेंशियल एवरेज के निचे उतर आया है, वही अचानक रूपये में भी पिछले पांच सप्ताहों से लगातार सुधार देखि गई है . यूएस में "फ़ोर्स शट-डाउन" के बाद अब फिरसे वही डेट सीलिंग की चर्चा जोर पकड़ेगी. किन्तु हमे यह नही भूलना चाहिए की डॉलर इंडेक्स के सबसे बड़े घटक यूरो में उच्च स्तरों पर अवरोध देखि जा रही है. अर्थात, इस सप्ताह की शुरुआत में डॉलर इंडेक्स में गिरावट भले ही देखि जाए, किन्तु सप्ताह के भीतर या आखरी दिनों में बाउंस-बेक अपेक्षित जरुर है.




अब अगर डॉलर इंडेक्स में बाउंस-बेक अपेक्षित हो, तो इसका मतलब तो यही हुआ की रूपये में फिर से गिरावट देखि जाए. किन्तु, धारणा के विपरीत, रुपया आनेवाले सप्ताह में सुखद आश्चर्य देने की मानो पूरी तैयारी कर रहा है.



जैसा की हम उपर USDINR के विकली चार्ट पर देख सखते है, डॉलर ने रूपये के सामने माह अक्तूबर २०११ में महत्वपूर्ण एवरेज पर ब्रेक-आउट दिखाया था. रूपये की हाल में देखि गई भारी गिरावट तो इस ट्रेंड का आखरी दौर था. गुजरात के न्यूज पेपर में छपे मेरे पिछले चार महीनों के हर आर्टिकल में मेने यह दोहराया है. (यहाँ मेरे मित्रो को यह जरुर याद दिलाऊंगा की ठीक ऐसा ही ब्रेक-आउट फिलहाल यूएस क्रूड में बना है. ऐसे ब्रेक-आउट के नतीजे फौरन नही दीखते. किन्तु, बारह-अठारह महीने बाद उनकी गहराई नजर आती है.)

अब लगातार पांच सप्ताह सुधरने के बाद भले ही रूपये में सुधार की गुंजाईश लोग कम आंक रहे हो. किन्तु, इस सप्ताह ६०.५० और वः टूटने के बाद रूपये में ५९.६० तक के स्तर देखे जा सकते है. सुनने में भले ही यह पेचीदा लगे की "डॉलर इंडेक्स या दुसरे शब्दों में डॉलर के सुधरने की सम्भावना है, किन्तु रुपया इसके बावजूद डॉलर के सामने सुधार दिखा सकता है." सिर्फ डॉलर ही नही, यूरो के सामने भी इस सप्ताह में रुपया ऐसा ही आश्चर्य दिखा सकता है.


शीतलपूरी गोस्वामी 

Wednesday, 2 October 2013

સ્ટીમ્યુલસ ના સ્ટેરોઈડ છતાં હાંફતું અમેરિકા નું અર્થતંત્ર


સોમવાર ના રોજ અચાનક જ સમાચારો ચમક્યા, “અમેરિકા માં ફોર્સ શટ-ડાઉન”. આ ફોર્સ શટ-ડાઉન એટલે શું, એજ આપણા માટે નવી વાત હતી. નાણા ના અભાવે અમેરિકા ની સરકાર હાલ માં કામ કરી શકે તેમ નથી. આથી સરકાર ના ખર્ચા પર કાપ મુકવા માં આવ્યો. આ કાપ માંથી કોઈ પણ બાકાત નહી. એ ભલે ને અમેરિકા ના રાષ્ટ્રપ્રમુખ હોય. વ્હાઈટ હાઉસ માં જ્યાં ૧૨૦૦ માણસો નો સ્ટાફ હતો, એની જગ્યાએ હવે ૬૦૦ માણસો જ કામ કરે, માહિતી ખાતું, જાહેર આરોગ્ય ખાતું, અરે ઇન્ટેલીજેન્સ અને ડીફેન્સ માં પણ કાપ-કૂપ થઇ. હવે, બજાર માં અમેરિકા ના “વધતા જાહેર દેવા” ની ચર્ચા ફરી જોર પકડશે. અમેરિકા ની સંસદ હાલ માં જે જાહેર દેવા ની મહત્તમ મર્યાદા પૂરી થઇ ચુકી હોઈ, આ મર્યાદા વધારશે કે નહી તેના વિશ્લેષણો, અભિપ્રાયો, મંતવ્યો ચર્ચાશે. પરંતુ, આપણે એ ચર્ચા માં કઈ જ સમય વેડફવાની જરૂર નથી. કેમકે દર વખત ની જેમ આ વખતે પણ છેવટે અમેરિકા ની સંસદ આ દેવા ની મર્યાદા વધારી દેશે. બે-ચાર દિવસ બધી ન્યુઝ ચેનલ પર અમેરિકા ના જાહેર દેવા ની મર્યાદા પૂરી થઇ ગઈ હોવાની જોર-શોર થી ચર્ચાઓ ચાલશે. એમાં પાછા તમારા – મારા જેવા ઉતાવળિયા ટ્રેડર એ ચર્ચાઓ અને વિશ્લેષણો ને સીધા અને સટ અમલ માં મુકવા બજાર માં કોઈક પોઝીશન બનાવી લેશે અને ફસાશે. છેલ્લા પચીસ વર્ષો માં આશરે બેતાલીસ વખત આ દેવા ની મર્યાદા વધારવા માં આવી છે. ફરી એક વાર આ દેવા ની મર્યાદા વધશે. પરંતુ, હાલ માં આ જે ઘટના બની છે, ત્યાં એક વખત પાછળ વળીને જોવાની જરૂર છે. વર્ષ ૨૦૦૮ ની સબ-પ્રાઈમ કટોકટી પછી અમેરિકા નું બજાર સતત નવા હાઈ બનાવતું રહી હાલ માં લાઈફ-ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. ડોલર એમર્જિંગ માર્કેટ્સ ની કરન્સી સામે આ છ વર્ષો દરમ્યાન સતત સુધરતો રહ્યો છે. એમાં પણ છેલ્લા ચાર મહિના માં મલેશિયા, ઇન્ડોનેશિયા, ભારત, પાકિસ્તાન જેવા દેશો ની કરન્સી સામે દસ થી પંદર ટકા સપાટાબંધ સુધર્યો. હાલ માં તો અમેરિકા નું બજાર આ “ફોર્સ શટ-ડાઉન” છતાં સુધરી ને બંધ રહ્યું, ડોલર ઇન્ડેક્ષ તેનું ૮૦ નું સ્તર જાળવવા માં સફળ રહ્યો અને ડોલર ઇન્ડેક્ષ નરમ રહેવા સાથે, સોના અને ચાંદી માં આંતરાષ્ટ્રીય બજાર માં એક દિવસ બે થી ત્રણ ટકા ના ઘટાડા નોધાયા, તો બીજા દિવસે ઉછાળા.



અમેરિકા ના બજાર માં તેજી છેલ્લા તબક્કા ભણી
અમેરિકા ના બજાર માં છ વર્ષ થી ચાલી રહેલી તેજી અને હાલ ના સંજોગો જોતા ૨૦૦૭ ની ભારતીય બજાર ની તેજી યાદ આવી. ૨૦૦૩ થી ૨૦૦૭ સુધી આપણા શેરબજાર માં તોફાની આખલા પર સવાર તેજી જોવાઈ હતી. ૨૦૦૭ ની શરૂઆત થી જ વિદેશી રોકાણકારો ની ઓળખ બાબત ગણગણાટ શરુ થઇ ગયો હતો. તે સમયે પી-નોટ મારફત થતા રોકાણો ચર્ચા નો વિષય બન્યા હતા. અમેરિકા અને કેટલેક અંશે યુરોપીયન ફંડો એ ભારતીય બજાર માં જે રોકાણો કર્યા હતા, એમાં મહ્દઅંશે એવી કંપનીઓ માં રોકાણો થયા હતા, જે વધતા ઇન્ફલેશન માં પણ પોતાનો વિકાસદર જાળવી રાખી શકે. જયારે આ પી-નોટ ધ્વારા ઇન્ફ્રા કંપનીઓ, ભવિષ્ય ની લાર્જ-કેપ થવા જઈ રહેલી કંપનીઓ, ADR – GDR ને અનુલક્ષી રોકાણો વધારે હતા. પી-નોટ મારફત થતા રોકાણો મોટેભાગે મોરેશિયસ, સાયપ્રસ, બર્મુડા, દુબઈ, સિંગાપોર વગેરે ટેક્ષ હેવન ગણાતા દેશો માંથી વધારે હતા. આવા રોકાણો ની પાછળ આપણે પર દોરવાઈ જઈ ને ઇન્ફ્રા અને ભવિષ્ય ની લાર્જ-કેપ કંપનીઓ માં રોકાણો કર્યા. આ એ સમયગાળો હતો જયારે ડીવીડન્ડ, કંપની નું બીઝનેસ મોડેલ વગેરે જોયા કરતા રોકાણકારો એના પ્રોજેટકો, ભવિષ્ય માં મળનાર ઓર્ડર, પ્રમોટર ના મંતવ્યો વગેરે ને મહત્વ આપી રહ્યા હતા. ૨૦૦૭ ના ઓક્ટોબર માસ થી ૨૦૦૮ ની ઉત્તરાયણ દરમ્યાન ફક્ત પચાસ ટ્રેડીંગ સેશન માં નિફ્ટી ૫૧% વધી હતી. આ ૫૧ સેશન માં તો એમ લાગવા માંડ્યું હતું કે હવે આખી દુનિયા ને ગેસ RNRL સપ્લાય કરશે, પાવર અને સ્ટીલ બન્ને ક્ષેત્ર માં આખી દુનિયા માં સહુ થી શક્તિશાળી કંપની હશે – જીન્દાલ સ્ટીલ એન્ડ પાવર.  હકીકત માં તેજી નો એ છેલ્લો તબક્કો હતો. ત્યારે આપણે સહુ “વિકસતું ભારતીય અર્થતંત્ર – આવતીકાલ ની આર્થિક મહાસત્તા” જેવા સાયકોલોજીકલ પાસાઓ ને રોકાણ નો નિર્ણય લેતી વખતે વધુ મહત્તા આપી રહ્યા હતા. જયારે અમેરિકા માં સબ-પ્રાઈમ કટોકટી સપાટી પર આવી અને અમેરિકા ના રોકાણો પાછા ખેચાયા ત્યારે બધા જ શેરો માં કરેકશન જોવાયા, પરંતુ જે પેલા ગણતરીબાજ એફઆઈઆઈ એ ઊંચા મોઘવારી દર સામે પણ પોતાનો વિકાસદર જાળવી રાખી શકે તેવી કંપનીઓ માં જે રોકાણો કર્યા હતા, એમાં તેઓ આ છ વર્ષ ની મંદી માં પણ નફો રળતા રહ્યા. જયારે જે પેલા પી-નોટ મારફત કહેવાતી એફઆઈઆઈ ના જે ઇન્ફ્રા કે ભવિષ્ય ની સિતારા કંપનીઓ માં રોકાણો થયા હતા, એ કંપનીઓ ના સિતારાઓ સાથે સાથે એમની જન્મકુંડળી પણ બદલાઈ ગઈ.  કહેવાનો મતલબ અહી એ છે કે તેજી મોટેભાગે કોઇપણ બજાર, કોમોડીટી કે કરન્સી માં ત્રણ તબક્કા માં જોવાય છે અને મંદી બે તબક્કા માં. જયારે કોઇપણ ટ્રેન્ડ નો છેલ્લો તબક્કો હોય, ત્યારે સાયકોલોજીકલ કારણો વધારે મહત્તા પ્રાપ્ત કરતા જણાય. હાલ ના સંજોગો માં ‘અમેરિકા વિશ્વ નું સહુ થી શક્તિશાળી અર્થતંત્ર, અમેરિકા આધારભૂત અર્થતંત્ર” જેવા સાયકોલોજીકલ કારણો અમેરિકી રોકાણકારો માં વધારે મહત્તા ધારણ કરી રહ્યા છે.  આ જોતા છેલ્લા છ વર્ષ થી અમેરિકી બજારો માં ચાલી રહેલી તેજી હાલ ના “ફોર્સ શટ-ડાઉન” ને અવગણી ને પણ પોતાની આગેકુચ જાળવી રાખે. પરંતુ, હવે પછી ની કોઇપણ આર્થિક બદલાવ, ખાસ કરીને યુએસ ફેડ દ્વારા બોન્ડ ખરીદી પર ના નિર્ણય માં બદલાવ, અમેરિકા ના બજારો માં ટ્રેન્ડ રિવર્સલ લાવી શકે.











અમેરિકા ના આર્થિક બદલાવ ભારત માટે મહત્વપૂર્ણ

૨૦૦૨ થી ૨૦૦૮ દરમ્યાન
યુએસ ડોલર ઇન્ડેક્ષ
૧૨૦ થી ઘટી ને ૬૭
નિફ્ટી
૨૮૦૦ થી વધીને ૬૩૦૦

૨૦૦૮ થી ૨૦૧૩ દરમ્યાન
યુએસ ડોલર ઇન્ડેક્ષ
૬૭ થી ૮૪
નિફ્ટી
૬૩૦૦ થી ૫૭૦૦




વન્સ અપોન અ ટાઈમ ઇન સ્ટોક માર્કેટ જે BRICS દેશો (બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સિંગાપોર) ના શક્તિશાળી અને ધમધમતા અર્થતંત્રો ની દુનિયા ના ખૂણે-ખૂણે ચર્ચા થતી હતી, એ BRICS દેશો ના અર્થતંત્રો માં ફક્ત ચીન અને સિંગાપોર આ છ વર્ષો દરમ્યાન પોતાનો વિકાસદર જાળવવા માં સફળ રહ્યા. છ વર્ષ પહેલા જે ડોલર ઇન્ડેક્ષ માં યુ-ટર્ન જોવાયો, ત્યાં આ બધા દેશો ની તેજી ની હવા નીકળી ગઈ. હા, આ છ વર્ષો દરમ્યાન શેરબજાર મહ્દઅંશે ટકેલું રહ્યું. આશરે પુરા ચાર વર્ષ તો નિફ્ટી ૫૫૦૦ થી ૬૦૦૦ ની રેંજ જાળવવા માં સફળ રહી. પરંતુ, અહી એ નોધવું રહ્યું કે આ ગાળા માં સન ફાર્મા, આઈટીસી, એચસીએલ ટેક, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર, મહિન્દ્રા અને મહિન્દ્રા, લ્યુપીન, હિન્દુસ્તાન લીવર, એચડીએફસી બેંક, એક્ષિસબેંક, કોટક બેંક, વિપ્રો, ઈન્ફોસીસ, એસીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, અંબુજા સિમેન્ટ જેવી કંપનીઓ જે ઊંચા મોઘવારીદર વચ્ચે પણ પોતાનો વૃદ્ધિદર જાળવી રાખવા માં સફળ રહી, એમના ભાવો જ સુધરતા રહ્યા અને સરવાળે ઇન્ડેક્ષ જળવાયેલા રહ્યા. એમ માનો ને કે પચીસ કંપનીઓ ના જોરે ઇન્ડેક્ષ જળવાયેલા રહ્યા જયારે ૨૦૦ થી વધારે કંપનીઓ માં છ વર્ષ પહેલા ના રૂપિયા ૧૦૦ ના રોકાણ ના આજે માંડ રૂપિયા ૧૦ આવે છે. ટુકમાં, આપણે સિંગાપોર ની જેમ એફઆઈઆઈ ની સમાંતર પોતાનું રોકાણ માળખું ઉભું કરવા માં સફળ રહ્યા નથી. એ સંજોગો માં અમેરિકા જો અમેરિકા ના અર્થતંત્ર માં ડામાડોળ પરિસ્થિતિ સર્જાય તો ભારત માં રોકાણો અવશ્ય વધે. અને ભારત ના બજાર માં વિદેશી રોકાણો સિવાય તેજી શક્ય પણ નથી.