25/12/2012
યુ એસ ફિસ્કલ કલીફ ના સમાચારે સોના-ચાંદી માં કડાકો
યુરો ના સુધાર ને પગલે ઔદ્યોગિક ધાતુઓ માં સ્થિરતા
યુરો રૂપિયા સામે લાઈફ-ટાઇમ હાઈ પર
શેર બજાર માં ભારતીય સંસદ નું બેન્કિંગ બીલ અને કોમોડીટી બજાર માં અમેરિકી સંસદ નું ટેક્ષ સુધાર બીલ સમગ્ર સપ્તાહ દરમ્યાન ચર્ચા માં રહ્યા. તાજેતર ના સમાચાર મુજબ અમેરિકી કોંગ્રેસે જોહન બોહનર નું ટેક્ષ માં સુધારા માટે નું વિધેયક રદ કર્યું છે. રીપબ્લીક સભ્યો એ "વર્ષે દસ લાખ ડોલર થી વધારે કમાતા અમેરિકનો એ વધારે ટેક્ષ ચુકવવા" ના બીલ ને આગળ વધતું અટકાવ્યું. અમેરિકનો સરકાર ને જે ટેક્ષ ચુકવે તેની સામે સરકાર પોતાના ખર્ચા નો તાળો મેળવી, કેટલા ડોલર ટ્રેઝરી ડીપાર્ટમેન્ટ પાસે થી ઉભા કરવા પડે તે નક્કી કરે. ટ્રેઝરી મારફત આમ જેટલા ડોલર ઊંભા કરવા ની ફરજ પડે એ યુ એસ ની રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફીસીટ). વર્ષ 2012 ના આકડા મુજબ અમેરિકી સરકાર ની આયકર, કોર્પોરેટ ટેક્ષ, સોશિયલ ઇન્સ્યોરન્સ માંથી અઢી લાખ કરોડ ડોલર ની આવકો સામે સરકાર સામાજિક સલામતી, ડીફેન્સ અને પબ્લિક હેલ્થ તેમ જ સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળ વર્ષે સાડા ત્રણ લાખ કરોડ ડોલર ખર્ચે છે. આં રાજકોષીય ખાધ અમેરિકા માં નવી નથી. જયારે અંગ્રેજોએ ભારત માં પગ-પેસારો કરવા નો શરુ કર્યો હતો (ઈ.સ.1757 - સિરાજ-ઉદ-દૌલા અને લોર્ડ કલાઈવ વચ્ચે પ્લાસી લડાઈ) તે ગાળા માં અમેરિકા નો જન્મ (ઈ.સ.1785 - 91) થયો, ત્યારે તા 1લી જાન્યુઆરી 1792 ના રોજ અમેરિકી રાજકોષીય ખાધ સાડા સાત કરોડ ડોલર હતી. ત્યારે અમેરિકી કોંગ્રેસ નાણાં ભંડોળ ઉભું કરવા ને જેમ જરૂર પડે તેમ વખતો વખત પરવાનગી આપતું રહેતું. એક સદી પછી જયારે વિશ્વયુદ્ધ શરુ થયું ત્યારે નિર્ણયો ને ઝડપી બનાવવા માટે નવું નાણાં ભંડોળ ઉભું કરવા માટે ની રકમ ની એક મર્યાદા નક્કી કરી લેવા માં આવી અને યુ એસ ટ્રેઝરી જરૂરત મુજબ બોન્ડ કે ડેટ ઈન્સટ્રુમેન્ટ બહાર પાડી, આ મર્યાદા સુધી નાણાં ઉભા કરી શકે. જો આ મર્યાદા વધારવી હોય તો અમેરિકી કોંગ્રેસ અને પ્રેસિડેન્ટ ની મંજૂરી લેવી પડે. ગયા વર્ષે ઓબામા સરકાર દ્વારા આ ડેટ સીલીંગ વધારવા માં આવ્યું ત્યારે પણ સોના-ચાંદી ઉપરાંત કરન્સી અને વૈશ્વિક બજારો માં પણ તેની ભાવી અસરો ની ચર્ચા એ ખુબ ઝોર પકડ્યું હતું. અગર અમેરિકા નો ઈતિહાસ જોઈએ તો વર્ષ 1962 થી 2012 ના આ પચાસ વર્ષ માં 74 વખત આ ડેટ સીલીંગ વધારાયું છે. બીલ ક્લીન્ટન, જ્યોર્જ બુશ કે બરાક ઓબામા દરેક ના રાજ માં આ જાહેર દેવા ની મર્યાદા વધારવા માં આવી છે. આ રાજકોષીય ખાધ ઓછી કરવા કાં વધારે કર વસુલ કરવો પડે કે ખર્ચ માં કાપ મુકવો પડે. આવી ઉભી થતી પરિસ્થિતિ એટલે ફિસ્કલ કલીફ. સરકાર કર વધારે માંગે કે સામાજિક, સ્વાસ્થ્ય સુવિધાઓ અને ડીફેન્સ નો ખર્ચ ઘટાડે, બન્ને કિસ્સા માં અર્થતંત્ર ની ગતી ધીમી પડે. અમેરિકી અર્થતંત્ર ને લગતા આ સમાચારો ને પગલે સોના-ચાંદી તેમ જ કરન્સી માં મોટી ઉથલપાથલ જોવાઈ. આમ તો જો કે જ્યોર્જ બુશ ના વહીવટી તંત્રે વર્ષ 2002 માં આપેલી કર રાહતો ની સમય મર્યાદા આ ડીસેમ્બર માં પૂર્ણ થતા અમેરિકનો ને ચુકવવા પાત્ર કર એમ પણ વધવા નો છે. હવે, અહી આપણે બજાર ના નિયમો પ્રમાણે વિચારીએ તો અમેરિકી અર્થતંત્ર ધીમું પડે તો ડોલર ઘટે. બરાબર? જો ડોલર ઘટે તો વૈશ્વિક રોકાણકારો રોકાણ ના સલામત વિકલ્પ તરીકે વધારે સોનું લેવા પ્રેરાય? અગર વૈશ્વિક રોકાણકારો વધારે સોનું લે તો વિશ્વ બજાર માં અને તેના પગલે ઘર આંગણે સોના નો ભાવ વધે? તો પછી સોના માં ગયા અઠવાડિયે ગાબડું કેમનું જોવાયું? અહી યાદ કરાવી દઉ કે ગયા અઠવાડિયે આપણી આ કોલમ માં આપણે સોના માટે 30950 તૂટતા 30450 અને ક્રુડ માં 4985 ની શક્યતા જણાવી હતી. હાલ પુરતી આ ચર્ચા અહી અટકાવી આપણી કોલમ ના મૂળ મુદ્દા પર આવી જઈએ. આવતા અંક માં આપણે ટ્રેન્ડ અને તેના નિર્ણાયક પરીબળ ની ચર્ચા કરીશું.
કરન્સી માટે વીતેલું સપ્તાહ નકારાત્મક પરિણામો વાળું રહ્યું. રૂપિયા નો ડોલર સામે નો ઘસારો આગળ ધપ્યો અને સપ્તાહ ના છેલ્લા દિવસે ડોલર રૂપિયા સામે 55.00 ની ઉપર જોવાયો. જયારે યુરો રૂપિયા સામે 73.00 ના સર્વોચ્ચ સ્તરે રહ્યો. બ્રિટીશ પાઉન્ડ, જાપાનીઝ યેન ની સામે સુધરેલા ડોલર ની સામે યુરો બીજા સપ્તાહે પણ સુધરતો રહ્યો. જયારે રૂપિયા માં નરમાઇ બીજા અઠવાડિયે આગળ ધપતા યુરો રૂપિયા સામે 73.05 સુધી જોવાયો. જયારે યેન સામે ડોલર હાલ માં જાણે કે 14 વર્ષ ના ઘટાડા બાદ મોટા પાયે સુધારા તરફી હોય તેમ ઓવર-બોટ ઝોન માં પણ સુધરતો રહ્યો. અઠવાડિયા નો સરવાળો રૂપિયો અને યેન માં ઘસારો, ડોલર માં સામાન્ય ઘસારો અને યુરો માં સામાન્ય સુધારો દર્શાવે છે.
સોનું-ચાંદી: ગતાંક માં સોના માટે લખ્યું હતું કે યુ એસ સ્પોટ માં સોનું દોઢ મહિના માં ત્રીજી વખત 200 દિવસ ની એક્ષ્પોનેન્શીયલ મુવિંગ એવરેજ પાસે આવી રહ્યું હોઈ, આ એવરેજ $1683.50 તૂટતા 1644 ની શક્યતા છે. જયારે MCX ફેબ્રુઆરી વાયદા માં 30950 નો સપોર્ટ તૂટતા 30450 ની શક્યતા જણાવી હતી. મંગળવાર ના રોજ યુ એસ સ્પોટ માં 200EMA તૂટતા સોનું $1635 સુધી જોવાયું. જયારે MCX ફેબ્રુઆરી વાયદા માં 30370 સુધી નો નીચો ભાવ બતાવ્યા પછી સોના માં પ્રત્યાઘાતી ઉછાળો જોવાયો અને શુક્રવાર ના રોજ 30888 બંધ રહ્યો. હાલ માં યુ એસ સ્પોટ માં $1634 અને MCX વાયદા માં 30480 મહત્વ ના ટેકા છે. હવે, જ્યાં સુધી આ સપોર્ટ અકબંધ રહે, પ્રત્યાઘાતી ઉછાળો આગળ ધપે. એ પણ નોધવું રહ્યું કે હવે ફેબ્રુઆરી વાયદા માં 31160 મોટો અવરોધ છે અને જ્યાં સુધી 31160 ઉપર નો બંધ ન જોવાય, મોટા સુધારા ની આશા ન રાખી શકાય. જયારે ચાંદી માં સોના ના પગલે વેચવાલી આગળ વધી અને ગુરુવાર ના રોજ MCX માર્ચ વાયદા માં સેલર સર્કીટ સુધી નો ભાવ જોવા મળ્યો. સોના ની જેમ ચાંદી માં પણ હવે ગયા અઠવાડિયા નો નીચો ભાવ યુ એસ સ્પોટ માં $29.62 અને MCX માર્ચ વાયદા માં 57220 મહત્વ ના ટેકા છે. આ સપોર્ટ અકબંધ રહે તો પ્રત્યાઘાતી ઉછાળો આગળ ધપે. 59500 હવે, માર્ચ વાયદા માટે અવરોધ છે અને ચાંદી માં આગળ ની તેજી માટે 59500 ઉપર નો બંધ આવશ્યક છે. 59500 ઉપર નો બંધ આવતા તોફાની વધઘટ જોવા મળે.
ક્રુડ: જાન્યુઆરી વાયદા માટે અહી 4815 ઉપર નો બંધ આવતા 4985 ની શક્યતા જણાવી હતી. મંગળવાર ના રોજ થી શરુ થયેલ સુધારા માં ક્રુડ જા વાયદા માં ગુરુવાર ના રોજ 4989 નો ઉંચો ભાવ જોવાયા બાદ શુક્રવાર ના રોજ 4913 બંધ રહ્યો. આ સપ્તાહ માં હજી પણ 4825 ને જ ટેકો ગણી શકાય. 4913 બંધ રહેલ જા વાયદા માં 4856 સુધી ના ઘટાડા ની શક્યતા નકારી શકાય નહી, પરંતુ, 4825 અકબંધ રહેતા 5045 સુધી ના ઉછાળા ની શક્યતા છે.
કોપર: ગતાંક માં કોપર માટે 448 ઉપર નો બંધ આવતા 455.60 અને 443.10 તૂટતા 436 ની શક્યતા જણાવી હતી. બુધવાર ના રોજ શરુ થયેલ ઘટાડા માં ફેબ્રુઆરી વાયદા માં ગુરુવાર ના રોજ 432.15 નો નીચો ભાવ જોવાયો. શુક્રવાર ના રોજ 438.80 બંધ રહેલ વાયદા માં હવે 432.10 મહત્વ નો ટેકો અને 446 અવરોધ છે. આ અઠવાડિયે કોપર માટે 432 થી 446 ની રેંજ કહી શકાય.
એલ્યુમીનીયમ, નિકલ, લેડ અને ઝીંક: ગતાંક માં એલ્યુમીનીયમ ડીસેમ્બર વાયદા માં 113.75 તૂટતા 111.90 ની શક્યતા જણાવી હતી. બુધવાર ના રોજ શરુ થયેલ ઘટાડા માં ગુરુવાર ના રોજ 111.55 નો નીચો ભાવ જોવાયો. જયારે નિકલ ગતાંક માં જણાવેલ 951 ના ટેકા પાસે (ગુરુવાર ના રોજ 949 નો નીચો ભાવ) રહી, શુક્રવાર ના રોજ 957.70 બંધ રહ્યું. લેડ કોપર અને નિકલ થી વિપરીત સુધારા તરફી રહ્યું અને છેલ્લા પાંચ અઠવાડિયા ના 124.90 ના અવરોધ ને વટાવવા માં પણ સફળ રહ્યું. ઝીંક માટે ગતાંક માં જણાવ્યું હતું કે 113 આસપાસ થી વાયદા ની પોઝીશન સરખી થતા વેચાણ જોવાય અને 111.10 તૂટતા 109.20 સુધી ની શક્યતા કહી શકાય. મંગળવાર ના રોજ 114 નો ઉંચો ભાવ જોવાયા પછી ડીસેમ્બર વાયદા માં વેચાણ ના પગલે ગુરુવાર ના રોજ 111.10 નો નીચો ભાવ જોવાયો. પરંતુ, શુક્રવાર ના રોજ ફરી 113.05 નો બંધ જોવાયો. આ સપ્તાહે લેડ અને ઝીંક હજી પણ સુધારા તરફી રહેવા ની શક્યતા છે. જો કે ઉતાવળિયો નિર્ણય કરી તેજી નો સોદો કરતા પહેલા વાયદા ની એક્ષ્પાયરી જરૂર ધ્યાન પર લેવી. ઝીંક માટે 110 અને લેડ માટે 123.70 મહત્વ ના ટેકા છે. એલ્યુમીનીયમ માં આગળ ની તેજી માટે 115.45 કે તેની ઉપર નો બંધ આવશ્યક છે. નિકલ માં આગળ ની તેજી માટે 971 ઉપર નો બંધ અને 940 નું અકબંધ રહેવું આવશ્યક છે.
કપાસ, જીરું અને એરંડો: MCX વાયદા માં શુક્રવાર ના રોજ 1013 બંધ રહ્યા બાદ કપાસ માં શનિવાર ના રોજ આ 1028 સુધી ના ભાવ જોવાયા છે. 1012 ની ઉપર કપાસ માં લેવાલી ઝોર પકડવા ની શક્યતા વધારે છે. ગતાંક માં જીરા માટે NCDEX માર્ચ વાયદા માં 15600 ની ઉપર લેવાલી સુધરવા નો આશાવાદ વ્યક્ત કર્યો હતો. શુક્રવાર ના રોજ 15900 ખૂલેલ માર્ચ વાયદો શનિવાર ના રોજ 15500 સુધી જોવાયો. આ સપ્તાહે શરૂઆત ની નરમાઈ પછી ભાવો સુધારા તરફી રહી શકે છે. માર્ચ વાયદો 15000 ની ઉપર રહે ત્યાં સુધી અન્ડર-ટોન તો તેજી તરફી જ કહી શકાય. કેસ્ટર જાન્યુ વાયદા માં સપ્તાહ ની શરૂઆત માં 3670 સુધી ના ઘટાડા ની શક્યતા નકારી શકાય નહી. જયારે 3985 કે તેની ઉપર નો બંધ આવતા ભાવો સુધારા તરફી રહે.
સપ્તાહ ના સૂચન:
સોનું: યુ એસ સ્પોટ માં $1635 નો સપોર્ટ. MCX ફે. વાયદા માં 30450 નો સપોર્ટ અને 31160 અવરોધ.
ચાંદી: યુ એસ સ્પોટ માં $26.62 નો સપોર્ટ. MCX માર્ચ વાયદા માં 57220 ટેકો.
ક્રુડ: શરૂઆતી નરમી માં 4824 અકબંધ રહેતા 5045 ની શક્યતા.
કોપર: 432 થી 446 ની રેંજ. રેંજ નો બ્રેક-આઉટ આગળ ના ટ્રેન્ડ માટે નિર્ણાયક.
એલ્યુમીનીયમ: 116.60 અવરોધ. 115.45 ઉપર બંધ ન આવતા 111 ની શક્યતા.
લેડ: 123.70 ના ટેકા નું અકબંધ રહેવું આગળ ની તેજી માટે આવશ્યક.
નિકલ: 940 - 971 ની રેંજ. રેંજ નો બ્રેક-આઉટ આગળ ના ટ્રેન્ડ માટે નિર્ણાયક.
ઝીંક: આગળ ની તેજી માટે 110 નું અકબંધ રહેવું આવશ્યક.