કરન્સી ના વમળ માં બજારો ચકરાવે
શેરબજાર માં ડેરીવેટીવ એક્ષ્પાયરી ની છેતરામણી ચાલ
છેલ્લા પંદર અઠવાડિયા દરમ્યાન યુએસ ડોલર ઇન્ડેક્ષ માં મોટા તોફાનો નોધાયા છે. ફેબ્રુઆરી ના ત્રીજા અઠવાડિયા થી જ્યાં ડોલર ઇન્ડેક્ષ ફરી 80 ની સપાટી વટાવી ને આગેકુચ કરવા માંડ્યો હતો, તેમાં મે મહિના ની શરૂઆત થી 80 થી 84 ના લેવલ ની વચ્ચે મોટી ચઢાવ - ઉતાર નોધતી રહી. છેલ્લા પંદર અઠવાડિયા માં ડોલર ઇન્ડેક્ષ માં 80 થી 84, 84 થી ફરી 81, 81 થી ફરી 84 અને ત્યાર પછી ગયા અઠવાડિયે ફરી 80 સુધીનો ઘટાડો - એમ સાપસીડી ની રમત જોવાઈ. ડોલર ઇન્ડેક્ષ જયારે આ ઝીક-ઝેક ચાલ માં હતો, ત્યારે રૂપિયો ડોલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન સહીત ની તમામ કરન્સી સામે સતત ઘટાડો નોધાવતો રહ્યો. આમ તો જોકે છેક ઓક્ટોબર 2011 માં USDINR માં 48 ના લેવલ પર વીકલી ચાર્ટ પર જે મોટી એવરેજો માં બ્રેક-આઉટ જોવાયું હતું, ત્યારથી USDINR તેજી ના ટ્રેન્ડ માં છે. હમણાં-હમણાં જે 60 થી 70 સુધીના USDINR માં ઉછાળા નોધાયા એ તો માનો કે આ તેજી ના ટ્રેન્ડ નો છેલ્લો તબક્કો હતો. હવે, રૂપિયા માં સુધારા ની આશા વધારે છે. આનો મતલબ એ નથી કે હવે રૂપિયો સીધો અને સડસડાટ સુધરવા જ માંડે, પરંતુ હવે USDINR માં જે પણ ઉછાળા જોવાય, તે મોટેભાગે છેતરામણા રહે.જોકે આ અઠવાડિયે રૂપિયા માં 64.60 સુધીના ઘટાડા ની શક્યતા નકારી શકાય નહી. બીજી બાજુ યુએસ ડોલર ઇન્ડેક્ષે જે રીતે 80 સ્તર ને સ્પર્શ્યું છે, તે જોતા હાલ માં એમર્જિંગ માર્કેટ માં સુધારો હજી પણ થોડો સમય જળવાઈ રહે. નરમ ડોલર ની એમર્જિંગ માર્કેટ પર ની અસરો વિષે ફરી ક્યારેક વિગતે ચર્ચા કરીશું. હાલ માં તો ગયા અઠવાડિયે જે ડોલર ઇન્ડેક્ષ માં 80 નું સ્તર જોવાયું તેના પગલે બ્રાઝીલીયન રીયાલે સતત ચોથા અઠવાડિયે સુધારો જાળવ્યો, ચાર મહિના થી સતત તૂટી રહેલ ઇન્ડોનેશીયન રૂપિયા માં પહેલી વખત સુધારો જોવાયો, રશિયા નો રુબલ સતત ત્રીજા અઠવાડિયે સુધર્યો તો સિંગાપોર ડોલર પણ સતત ચોથા અઠવાડિયે સુધારા પર બંધ રહ્યો. આમ તો જોકે ડોલર ઇન્ડેક્ષ માં આશરે ચાલીસ ટકા જેટલું વેટેજ એકલા યુરો નું છે અને યુરો માં ગયા અઠવાડિયે 1.3350 થી 1.3565 સુધીનો ઉછાળો નોધાયો છે. હાલ માં ડોલર ના ઘટાડા સાથે એમર્જિંગ માર્કેટ માં જે સુધારા નોધાવા માંડ્યા છે, તે હવે કેટલા સમય ટકે છે, તે મહત્વ નું છે. ગ્લોબલ કરન્સી માં હવે જે કોઈ નવા સમીકરણો રચાશે તેમાં યેન મહત્વ નો રહે. ઓક્ટોબર 2012 માં ગ્લોબલ માર્કેટ માં જે "યેન કેરી ટ્રેડ" નું પુનરાગમન થયું, તે યેન ડોલર સામે હવે નિર્ણાયક તબક્કે છે અને USDJPY માં વીકલી ચાર્ટ પર ફ્લેગ પેટર્ન નું નિર્માણ થયું છે. આ જોતા હાલ ના સંજોગો માં USDJPY માં 98 થી 101 ની રેંજ મહત્વ ની રહે. યેન ના ટ્રેન્ડ પર આવતા અઠવાડિયે વિગતે ચર્ચા કરીશું.
સોનું- ચાંદી: બરાબર બે વર્ષ પહેલા સપ્ટેમ્બર 2011 ની છઠ્ઠી તારીખે યુએસ સ્પોટ માં સોના માં 1920 ડોલર ની ટોચ બની હતી. ત્યારથી આંતરાષ્ટ્રીય બજારો માં સોનું ઘટાડા તરફી છે. છેલ્લે જુન મહિના માં 1180 ડોલર ના નીચા સ્તરો થી સોના માં ફરી લેવાલી જોવાઈ હતી. સોના ના ચાર મહિના ના સુધારા ને ચાર અઠવાડિયા થી જાણે કે ફરી બ્રેક લાગી હોય, એમ 1400 ડોલર ની ઉપર ના ભાવો થી વેચવાલી જોવાતી રહી છે. ગયા અઠવાડિયે સોના માં 1330 ડોલર થી 1290 ડોલર સુધીના ઘટાડા બાદ 1375 ડોલર સુધીનો ઉછાળો અને ત્યાર બાદ ફરી 1325 ડોલર સુધીનો કડાકો - એમ મોટી ઉથલપાથલ જોવાઈ છે. આ અઠવાડિયે સોના માં 1270 ડોલર મહત્વ નો ટેકો છે. અઠવાડિયા ની શરૂઆત ના ઘટાડા દરમ્યાન આ ટેકો અકબંધ રહે તો ફરી 1400 ડોલર સુધીનો ઉછાળો શક્ય છે. પરંતુ, રૂપિયા ના સુધાર ને પગલે ભારતીય બજાર માં સુધારો ધીમો રહે. અઠવાડિયા ની શરૂઆત માં 28600 સુધીનો કોઈ ઘટાડો જોવાય, તો ત્યાં ટૂંકા સ્ટોપલોસ થી તેજી નો વેપાર કરી શકાય. ચાંદી માં પણ સોના ની જેમ અઠવાડિયા ની શરુઆત માં 45600 ના ટેકા ને ધ્યાન માં રાખી શકાય.
શેરબજાર: ગયા અઠવાડિયા માં સેન્સેક્સ માં એક દિવસ સાતસો પોઈન્ટ નો ઉછાળો તો બીજા દિવસે પાંચસો પોઈન્ટ નો કડાકો - એમ ભારે તોફાની ચાલ જોવાઈ છે. હજી હમણાં જ ગયા મહિના ની 28 મી તારીખે નિફ્ટી સ્પોટ માં 5119 નો નીચો ભાવ જોવાયો હતો. એક મહિના થી પણ ઓછા ગાળા માં નિફ્ટી માં 6143 ના હાઈ સાથે હજાર પોઈન્ટ નો ઉછાળો નોધાયો છે. નિફ્ટી ના આ ઉછાળા માં મોટા ગેપ-અપ ઓપનીંગ ને ધ્યાન માં લેતા આ ઉછાળા માં કરેકશન જોવાય. પરંતુ, હાલ માં જે રીતે તેજી ની બાજી ગોઠવાઈ છે, તે જોતા હજી ડેરીવેટીવ એક્ષ્પાયરી સુધી આ બાજી જળવાયેલી રહે. રિલાયન્સ, ભારતી ઉપરાંત,ઓરબિંદો ફાર્મા, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઇન્ફ્રા માં આ અઠવાડિયે સુધારા ને અવકાશ છે.
ક્રુડ ઓઈલ અને અન્ય ધાતુઓ: USDINR માં જે ઓક્ટોબર 2011 માં વીકલી ચાર્ટ પર બ્રેક-આઉટ જોવાયું હતું, એવું જ બ્રેક-આઉટ યુએસ ક્રુડ માં જોવાયું છે. જુન મહિના ના છેલ્લા અઠવાડિયા માં ક્રૂડે 100 ડોલર ના અવરોધ ને વટાવી ને જે નવો ટ્રેન્ડ બતાવ્યો છે, તે હવે એક-દોઢ વર્ષ ની તોફાની ચાલ નો સંકેત આપે છે. આનો મતલબ એ નથી કે ક્રુડ માં સીધા જ ઉછાળા જોવાય. હજી તો ક્રુડ માં આ તેજી ના ટ્રેન્ડ ની શરૂઆત જ થઇ છે. સામે ભારતીય બજાર માં ઘસાતા રૂપિયા ને લીધે ક્રુડ માં ચાર અઠવાડિયા પહેલા જ 7700 રૂપિયા થી પણ ઉપર ના ભાવો જોવાઈ ગયા છે. હાલ માં તો ક્રુડ એમસીએકસ વાયદા માં ત્રણ અઠવાડિયા દરમ્યાન 6200 રૂપિયા સુધીના ઘટાડા ની શક્યતા વધારે છે. તો એલ્યુમીનીયમ, લેડ, ઝીંક અને નિકલ માં લંડન એક્ષ્ચેન્જ માં ભાવ સુધારા તરફી હોવા છતાં રૂપિયા ના સુધારા ને લીધે અહી ભાવો નરમી તરફી છે. આ અઠવાડિયે શરૂઆતી ઘટાડા બાદ એકાદ ઉછાળા ની શક્યતા નકારી શકાય નહી. કોપર માં ગયા અઠવાડિયે લંડન એક્ષ્ચેન્જ માં 7100 થી 7300 ડોલર સુધીના ઉછાળા ને લીધે આપણાં બજાર માં પણ ભાવો સુધારા તરફી રહ્યા. જોકે આ અઠવાડિયે કોપર માં ઉછાળે 482 નું સ્તર મહત્વ નો અવરોધ છે.
USDINR : ઉછાળે 64.25 અવરોધ
સોનું: 28600 મહત્વ નો ટેકો
નિફ્ટી: 5850 મહત્વ નો ટેકો, 6220 સુધીના ઉછાળા ની શક્યતા
નિકલ : 860 મહત્વ નો ટેકો.
ઓરબિંદો ફાર્મા: 186 આસપાસ 179 ના સ્ટોપલોસ થી તેજી. ટાર્ગેટ 194 - 207.
રિલાયન્સ: 877 આસપાસ 856 ના સ્ટોપલોસ થી તેજી. ટાર્ગેટ 920.

No comments:
Post a Comment