કરન્સી માં સરપ્રાઈસ માટે તૈયાર રહો
ચાંદી માં હવે તેજી માટે 55000 ની ઉપર નો બંધ આવશ્યક
છેલ્લા બે અંકો થી આપણી કોલમ માં રૂપિયા માં કોઈક સુધાર જોવાવા વિષે લખતા રહ્યા છીએ, પણ સામે છેડે રૂપિયો તો રોજે રોજ નવા તળિયા બનાવી રહ્યો છે. મારા કેટલાક મિત્રો રૂપિયા ની આ ચાલ માં અધીરા થઇ ગયા છે અને એમનો ચોક્કસ મત છે કે રૂપિયો સુધરી શકે એવી કોઈ જ આશા નથી. હાલ માં કદાચ એકાદ વખત થોકોક સુધારો નોધાશે તો ફરી એ બમણા જોર થી તૂટે. આ સંદર્ભે હું એટલું જ કહીશ કે આપણી આ કોલમ માં માર્ચ મહિના ના અંત થી આપણે લખતા રહ્યા હતા કે USDINR માં દૈનિક ચાર્ટ પર એક ટ્રાયેન્ગલ ફોર્મેશન બન્યું છે અને આ ટ્રાયેન્ગલ નો બ્રેક-આઉટ બધાજ બજારો ને ધમરોળશે. ત્રીજી વખત 1 એપ્રિલ ના આપણા અંક માં સ્પષ્ટ લખ્યું હતું કે દૈનિક ચાર્ટ પર રૂપિયા ની 50,100 અને 200 દિવસ ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજો 54 ના સ્તરે જ ઘુંટાઈ રહી છે અને માટે એક મોટા વાવાઝોડા ની શક્યતા છે. છેક દસમી મે ના રોજ આ એવરેજો નું બ્રેક-આઉટ જોવાયું અને ડોલર 54.80 બંધ રહ્યો. એ પછી ડોલર માં જે વંટોળ ફુકાયો તે રોકાવાનું નામ નથી લેતો. હા, એ વાત સાચી કે આ તોફાન આટલું મોટા પાયે હશે, તેની આપણે કલ્પના પણ નહોતી કરી. 62 ના સ્તર ને વટાવ્યા બાદ એમ લાગ્યું હતું કે હવે રૂપિયો વધુ ઘટે નહી. અગર કોઈ સ્ટોક કે ઇન્ડેક્ષ કે કોમોડીટી આમ આવા ઉછાળા કે કડાકા બતાવે તે સમઝી શકાય, પણ કરન્સી માં છેલ્લે છેલ્લે જોવાયેલું તોફાન ઘણું વધારે છે. કદાચ છેલ્લા બે અંકો માં રૂપિયા ના સુધાર માટે જે અભિપ્રાય વ્યક્ત કર્યો તે ઉતાવળિયો હોઈ શકે, પણ એ નક્કી હવે રૂપિયા માં અચાનક જ રિવર્સલ જોવાય. સ્ટોક હોય, કરન્સી હોય કે ઇન્ડેક્ષ જયારે જયારે કોઈ એક ટ્રેન્ડ સમાચાર પત્રો ની હેડ-લાઈન બને તો એ ટ્રેન્ડ નો છેલ્લો જ તબક્કો હોય. હાલ ના તબક્કે મને 2008 નો જન્યુઆરી મહિનો યાદ આવી ગયો. એક બાજુ શેરબજાર 51 ટ્રેડીંગ સેશન માં 14200 થી 21000 સુધી ઉછ્યું હતું (51 સેશન માં 50% નો ઉછાળો) , ક્રુડ ઓઈલ 145 ડોલર તરફી હતું, અમેરિકા માં સબ-પ્રાઈમ કટોકટી શરુ થઈ હતી અને રૂપિયો 42 થી પણ સુધરી ને 41, 40 અને 39.50 બતાવી ચુક્યો હતો. અમેરિકા ત્યારે ઈરાક અને અફઘાનિસ્તાન માં યુધ્ધે ચડ્યું હતું અને એમર્જિંગ માર્કેટ તરીકે ભારત તો જાણે કે વિકાસ ની હરણફાળ પર જ હતું. રૂપિયો તો જાણે કે સુધરતો જ રહેવાનો એવું લખાવા માંડ્યું હતું અને એ પછી જે યુ-ટર્ન જોવાયો છે, જાણે કે એમર્જિંગ માર્કેટ ની વિકાસયાત્રા ને મસમોટું પંચર પડી ગયું હોય. હાલ માં ભારત ના અર્થતંત્ર માં ફરી વેગ આવે એવી કોઈ જ આશા નથી. ગ્લોબલ માહોલ પણ ડહોળાયેલો છે. પણ એ પણ હકીકત છે કે દુનિયા ની બીજી સહુ થી મોટી વર્ક-ફોર્સ અને બીજો સહુ થી મોટો કન્સ્યુમર વર્ગ ભારત માં છે. યુરોપ માં ફરી વધતા પબ્લિક દેવા નો ગણગણાટ શરુ થયો છે, તો બીજી બાજુ અખાતી દેશો માં સંઘર્ષ લોહીયાળ બન્યા છે. આપણે અખાતી દેશો ના આવા ઘર્ષણો અને કુદરતી સંપત્તિ બાબતે આવતા અંક માં ચર્ચા કરીશું પણ, હાલ માં ચર્ચા ડોલર પુરતી સીમિત રાખીએ. છેલ્લા અઠવાડિયા માં ડોલર ઇન્ડેક્ષ માં મોટો ઉછાળો નોધાયો. પણ, અહી એ નોધવું રહ્યું કે ડોલર ઇન્ડેક્ષ માં આશરે આડત્રીસ ટકા જેટલું વેટેજ યુરો નું છે અને ગયા અઠવાડિયે યુરો ડોલર સામે આશરે દોઢ ટકા ઘટ્યો. તેની સામે એમર્જિંગ માર્કેટ ની કરન્સી માં છેલ્લા ત્રણ દીવસો માં સુધારા નોધાયા. આ બધા સંજોગો એ સ્પષ્ટ કરે છે કે રૂપિયા માં અચાનક જ કોઈ પોઝીટીવ સરપ્રાઈસ દેખાઈ શકે છે.
સોનું: ગતાંક માં યુએસ સ્પોટ વિષે લખ્યું હતું કે અઠવાડિયા દરમ્યાન 1410-1435 ડોલર સુધી ની તેજી જોવાય. ગયા અઠવાડિયે યુએસ સ્પોટ માં 1433.80 ડોલર સુધીના ઉછાળા જોવાયા, પણ ત્યાં થી સોના માં ઝડપી ઘટાડો નોધાયો અને સોનું ફરી 1392 ડોલર જ બંધ રહ્યું છે. આમ, ઉછાળે ગયા અઠવાડિયે ગ્લોબ્લ્ર માર્કેટ માં સોનું ટકી શક્યું નથી. એ જોતા ફરી બે-એક અઠવાડિયા માં ગ્લોબ્લ્ર માર્કેટ માં સોના માં 1350 ડોલર સુધીનો ઘટાડો જોવાઈ શકે છે. જ્યારે એમસીએકસ વાયદા ની વાત કરીએ તો હાલ માં કરન્સી જે રીતે તોફાનો છે, તે જોતા રૂપિયા નો સુધાર નોધાય તો સોના માં એકાદ કડાકો પણ જોવાઈ શકે.
ચાંદી: ગયા અઠવાડિયે ચાંદી ની ચાલ જબ્બર તોફાની રહી. યુએસ સ્પોટ માં 23 ડોલર થી 25 ડોલર સુધી નો મોટો ઉછાળો અને પછી ત્રણ દિવસ માં 25 ડોલર થી 23.5 ડોલર સુધી નો ઘટાડો નોધાયો. ચાંદી ની આ ચાલ હવે ફરી 22.50 ડોલર સુધીનો ઘટાડો આ અઠવાડિયે બતાવી શકે. પણ, એમસીએકસ વાયદા માં લેવલ કયા રહે એ તો હાલ માં સહુથી મોટો યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. ગયા અઠવાડિયે એમસીએકસ વાયદા માં ચાંદી માં 53000 થી 59900 સુધીનો મોટો ઉછાળો અને ત્યાર પછી પાછો 53800 સુધીનો ઘટાડો નોધાયો છે. બીજું કે ચાંદી માં વીકલી ચાર્ટ જોતા હવે જો ચાંદી 55000 ની ઉપર નો બંધ ન બતાવી શકી, તો ફરી 45000 સુધીના ઘટાડા બતાવે. માટે ચાંદી માં હવે ખુબ ધીરજપૂર્વક કામકાજ કરવા.
ક્રુડ: હાલ માં જે USDINR માં તોફાન ચાલી રહ્યું છે, તેના મુળિયા છેક 2011 માં વીકલી ચાર્ટ પર જે 45 ના લેવલ પર જે ફોર્મેશન જોવાયું, ત્યાં રોપાયા હતા. ક્રુડ હાલ માં આવા જ બ્રેક આઉટ પર છે. જુલાઈ મહિના ની શરૂઆત સાથે જ ક્રુડ માં જે 96 ડોલર ઉપર ના ભાવો જોવાયા છે, તે આવું જ બ્રેક-આઉટ છે. એટલે કે ક્રુડ બે-એક વર્ષ સુધી તોફાની ચાલ માં છે. પણ અહી એ નોધવું રહ્યું કે આપણા બજાર માં રૂપિયા ના ઘસારા ને લીધે ક્રુડ માં ખુબ મોટા ઉછાળા જોવાયા હોઈ, હાલ માં ક્રુડ ઓવર-બોટ ઝોન માં છે. ગયા અઠવાડિયે 7230 બંધ રહેલ ક્રુડ વાયદા માં આ અઠવાડિયે 7000 ની નીચેનો એકાદ ઘટાડો જોવાય.
કોપર: ગયા અઠવાડિયે લંડન એક્ષ્ચેન્જ માં કોપર 7300 ડોલર થી 7100 ડોલર સુધી ઘટ્યું છે. જયારે એમસીએકસ વાયદા માં કોપર માં 476 થી 513 સુધીનો ઉછાળો અને ત્યાર પછી 466 સુધીનો ઘટાડો જોવાયા બાદ વાયદો 473.35 બંધ રહ્યો છે. આ જોતા કોપર આ અઠવાડિયે 480 ઉપર બંધ રહેવા માં અસમર્થ રહે તો 455 સુધીનો કડાકો નોધાવી શકે છે. એલએમઈ કોપર માં 6800 ડોલર મહત્વ નો ટેકો છે. જયારે એમસીએકસ ભાવો માં રૂપિયા ના ઘસારા ને લીધે મોટા ઉછાળા જોવાયા હોઈ, લંડન એક્ષ્ચેન્જ માં કોપર માં ભાવો જળવાયેલા રહેવા છતાં જો રૂપિયા માં સુધારો જોવાય તો કોપર માં ઘટાડો જોવાઈ શકે.
એલ્યુમીનીયમ, લેડ, નિકલ અને ઝીંક: તમામ ધાતુઓ માં ગયા અઠવાડિયા ની શરૂઆત ના ત્રણ દિવસો માં મોટા ઉછાળા જોવાયા. ગયા અઠવાડિયે શરૂઆત ના દિવસો માં ડોલર જ્યાં રૂપિયા સામે 68-69 ના લેવલો પર પહોચ્યો, ત્યાં આ ધાતુઓ માં કોપર ની જેમ જ નવા હાઈ બન્યા. આ દરમ્યાન લંડન મેટલ એક્ષ્ચેન્જ માં આ ધાતુઓ સુસ્ત રહી હોવા છતાં આપણા બજારો માં ખુબ તોફાની ચાલ જોવાઈ છે. માટે હવે રૂપિયા માં આવતો કોઇપણ સુધારો આ ધાતુઓ માં કડાકા બતાવે. પણ સાથે સાથે એ પણ નોધવું રહ્યું કે રૂપિયા ની તોફાની ચાલ ના લીધે હાલ માં કરન્સી ની દૈનિક રેંજ 2.5-3 ટકા જેટલી મોટી છે. માટે વેચાણ ની પોઝીશન માટે ઉછાળા ની રાહ જોવી વધુ હિતાવહ.

No comments:
Post a Comment