કરન્સી નું તોફાન હવે ચરમસીમા એ
રૂપિયા નો ઘસારો સોના માં તેજી અને શેરબજાર માં કરેકશન લાવે
અગાઉ ના અંકો માં આપણે ચર્ચા કરી હતી કે હાલ માં રૂપિયો વર્ષ 2011-12 ની સરખામણીએ સ્થિર છે. 2011-12 માં ડોલર ઇન્ડેક્ષ અગર એક ટકો વધતો તો રૂપિયો ડોલર સામે સાડા છ ટકા ઘટી જતો હતો. જયારે છેલ્લા છ મહિના માં ડોલર ઇન્ડેક્ષ, ખાસ કરીને યેન અને યુરો સામે ના ડોલર ના સુધારા ને લીધે ઝડપ થી સુધરી રહ્યો હતો, છતાં પણ રૂપિયો તો આ ડોલર ની સામે 56 ના સ્તર ની નીચે ટકવા માં સફળ રહ્યો હતો. બીઝનેસ ગાર્ડિયન ની આપણી આ કોલમ માં માર્ચ અને એપ્રિલ મહિના માં જણાવ્યું હતું કે રૂપિયો ડોલર સામે જબ્બર કોન્સોલીડેસન માં છે અને રૂપિયા ની 50,100 અને 200 દિવસ ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ લગભગ 55 ની આસપાસ ગોઠવાયેલી છે. આવી મહત્વ ની બધી જ એવરેજો જયારે ટૂંકી રેંજ માં ગોઠવાય ત્યારે મોટા તોફાનો સર્જાય. હાલ માં જે રૂપિયા માં તોફાન જોવાઈ રહ્યું છે, તે આ એવરેજો ના કોન્સોલીડેસન નું બ્રેક-આઉટ છે. માર્ચ મહિના માં આપણી કોલમ માં જણાવ્યું હતું કે ડોલર ની બ્રેક-આઉટ હવે મોટા તોફાનો સર્જે. ડોલર ઇન્ડેક્ષ જયારે ગ્લોબલ માર્કેટ માં લગભગ સ્થિર છે, ત્યારે રૂપિયો ડોલર સામે ઘસાઈ રહ્યો છે. મતલબ કે 2011-12 ના રૂપિયા ના ઘસારા ના ટ્રેન્ડ નું પુનરાવર્તન થઇ રહ્યું છે. આશરે એક વર્ષ સુધી 54-55 ની રેંજ માં ઘુંટાયા બાદ ડોલર હવે રૂપિયા સામે તોફાની થયો છે. છેલ્લા ચાર અઠવાડિયા દરમ્યાન આંતર-રાષ્ટ્રીય બજાર માં ડોલર રૂપિયા સામે 53.75 ના નીચા લેવલ થી ઉછળી ને ગયા શુક્રવાર ના રોજ 56.75 ને સ્પર્શ્યો. ચાર અઠવાડિયા માં રૂપિયો ડોલર સામે છ ટકા જેટલો તુટ્યો છે. બરાબર એક વર્ષ પહેલા જુન મહિના માં જે 57.33 નો ડોલર માં જે ઉંચો ભાવ જોવાયો છે, તે ભાવ હાલ ના તબક્કે છેલ્લો અવરોધ છે, પણ આ વખતે ડોલર આ સ્તર ની પાર જોવાવા ની શક્યતાઓ વધારે છે. કેમકે નવેમ્બર માસ માં યેન ના ઘસારા થી શરુ થયેલ ડોલર ઇન્ડેક્ષ ની તેજી ની સામે રૂપિયો તો નવેમ્બર થી એપ્રિલ માસ સુધી ટકેલો રહ્યો. આ ગાળા દરમ્યાન ભારત સરકારે જે સીધા વિદેશી રોકાણ ને મંજુરી આપી, સોના ની આયાત ડ્યુટી વધારી એ બધા પગલા ને લીધે રૂપિયો જળવાઈ રહ્યો હતો. પણ હવે ડોલર રૂપિયા સામે દબાઈ રહેલી સ્પ્રિંગ છુટતા જેવો ઉછળી તેવો ઉછાળો બતાવી રહ્યો છે.
હવે, ડોલર ની આવી તેજી વિષે વાંચી ને વાચકમિત્રો સીધા જ એવા નિષ્કર્ષ પર આવી જવાના કે હવે તો ડોલર રૂપિયા સામે બેફામ વધે એટલે શેર-બજાર કડડભુસ અને સોના માં વણથંભી તેજી. કોઇપણ નિષ્કર્ષ પર આવતા પહેલા આપણા છેલ્લા ચારેક અંકો માં જે લખાયું છે તેની થોડી ચર્ચા કરી લઈએ. આપણે છેક માર્ચ-એપ્રિલ માસ થી ડોલર રૂપિયા સામે મોટું બ્રેક-આઉટ બતાવે તે જણાવતા રહ્યા છીએ. સોના માં રૂપિયા ના ઘસારા ને લીધે મોટો ઉછાળો આવી શકે એવું છેલ્લા બે અંકો થી આપણે જણાવ્યું છે. ગતાંક માં સોના માટે જણાવ્યું હતું કે એક્સીએક્સ વાયદા માં 26020 અકબંધ રહેતા 27120 સુધી નો ઝડપી ઉછાળો જોવાય. તો ગતાંક માં શેરબજાર વિષે જણાવ્યું હતું કે જુન મહિના દરમ્યાન બજાર માં ટૂંકા કરેકશન જોવાય, પરંતુ જુલાઈ માસ થી બજાર માં સુધારો જોવાય. ગયા અઠવાડિયા દરમ્યાન શેરબજાર ટકેલું રહ્યું અને સોનું સુધારા રહ્યું. પણ અઠવાડિયા ના છેલ્લા દિવસે આપણા જીડીપી ગ્રોથ રેટ અને ઉત્પાદન ને લગતા આંકડા જાહેર થયા અને રૂપિયા માં વધુ ઘસારો નોધાયો. રૂપિયા ના ઘસારા ને પગલે શેરબજાર પણ તૂટ્યું. આપણો જીડીપી વિકાસદર છેલ્લા પાંચ વર્ષ ના તળીયે પહોચ્યો અને ફિસ્કલ કલીફ પણ વધી. આ જીડીપી વિકાસદર ના સમાચાર પર શું ટ્રેડીંગ સ્ટ્રેટેજી બનાવવી એની ચર્ચા આગળ વધારીએ એ પહેલા થોડા પાછળ જઈને જાપાન માં જે ઓક્ટોબર 2012 માં થયું એના વિષે વાત કરીએ. આપણે ઓક્ટોબર-નવેમ્બર માં થયેલ "યેન કેરી ટ્રેડ" વિષે લગભગ દરેકેદરેક અંક માં ચર્ચા કરીએ છીએ કેમકે આ યેન જ હાલ માં ગ્લોબલ માર્કેટ નું સહુ થી મોટું પરીબળ છે. જાપાન માં ઓક્ટોબર માસ માં ઔદ્યોગિક વિકાસદર તળીયે પહોચ્યો અને બજાર માં ભયંકર મંદી નો માહોલ આગળ ધપે એવું બધા જ નિષ્ણાતો જણાવવા માંડ્યા. એ સમયે જાપાન નો ઇન્ડેક્ષ નીક્કેઈ હતો સાડા આઠ હજાર. ઔદ્યોગિક વિકાસદર તળીયે પહોચ્યો એટલે ત્યાં ની સરકારે યેન ને નરમ રાખવા ની નીતિ અમલ માં મૂકી અને ઓક્ટોબર થી એપ્રિલ - ફક્ત છ માસ માં સાડા આઠ હજાર વાળું નીક્કેઈ પહોચ્યું સોળ હજારે. હવે વિચારો કે અગર કોઈએ આ ખરાબ વિકાસદર ના આધારે સ્ટ્રેટેજી બનાવી હોય અને નીક્કેઈ માં મોટું વેચાણ કર્યું હોય તો શું થાય? કહેવા નો મતલબ એ છે કે રૂપિયો નરમ છે, વાત સાચી. રૂપિયા ની નરમી ના લીધે શેરબજાર માં ટૂંકાગાળા નું કરેકશન આવે અને સોનું ફરી વધે એ પણ સાચું. પણ, પેલા ગ્લોબલ રોકાણકાર ના રોકાણો નો પ્રવાહ જયારે ભારત તરફ ફરી શરુ થાય, ત્યારે શેરબજાર માં ફરી મોટાપાયે લેવાલી જોવાય. એટલે, હજી ત્રણેક અઠવાડિયા બજાર માં નરમી રહે, સોના માં લેવાલી રહે, પણ લાર્જર ડીગ્રી ના ટ્રેન્ડ માં હજી કોઈ બદલાવ નથી.
સોનું: ગતાંક માં અહી 27120 સુધી ના ઉછાળા ની શક્યતા જણાવી હતી. આ અઠવાડિયે પણ રૂપિયા ના ઘસારા ને લીધે સોના માં તેજી જળવાઈ રહે. આ અઠવાડિયે હવે એમસીએક્સ વાયદા માં 26480 મહત્વ નો ટેકો છે અને આ ટેકા ની પાસે થી સોના માં ફરી લેવાલી જોવાઈ શકે. જયારે ઉછાળે હવે 27380 અવરોધ છે. ટુકમાં આ અઠવાડિયે સોના માં ચાલ 26400 થી 27400 ની રેંજ માં રહેવા ની શક્યતા વધારે છે. ગ્લોબલ માર્કેટ માં સોના માં 1360 ડોલર મહત્વ નો ટેકો છે. આ ટેકા ની આસપાસ થી સોના માં ફરી સુધાર જોવાઈ શકે. એમસીએક્સ વાયદા માં 26480 ની નીચેનો બંધ ન જોવાય ત્યાં સુધી સોના માં ટ્રેન્ડ હવે સુધારા તરફી રહે.
ચાંદી: ચાંદી માં દરેક ઉછાળે વેચવાલી જોવાતી રહી છે. એપ્રિલ મહિના પછી જયારે સોના માં તેજી જોવાઈ છે, ત્યારે પણ ચાંદી માં સુસ્તતા જળવાઈ રહી છે. આ અઠવાડિયે જો કે ચાંદી માં 42400 મહત્વ નો ટેકો છે અને આ ટેકો અકબંધ રહેતા ચાંદી માં તેજી જોવાય. ઉછાળે ચાંદી માં 45000 આસપાસ અવરોધ જોવાતો રહ્યો છે. આ અઠવાડિયે ચાંદી માં 44500 ઉપર ની ચાલ જોવાતા 46100 સુધીનો ઉછાળો જોવાઈ શકે છે.
ક્રુડ: હાલ માં યુએસ માર્કેટ માં ક્રુડ જબ્બર કોન્સોલીડેસન માં છે. અગાઉ જે આપણે ડોલર નું રૂપિયા સામે 54-55 ની રેંજ માં કોન્સોલીડેસન જોયું, તેવી જ સ્થિતિ યુએસ ક્રુડ માં જોવાઈ રહી છે. યુએસ ક્રુડ માં 100 દિવસ, 200 દિવસ જેવી મહત્વ ની એવરેજો 93.50 આસપાસ છે. યુએસ ક્રુડ માં આ અઠવાડિયે આમ તો જો કે 87.50 ડોલર સુધી ના ઘટાડા ની શક્યતા છે પણ એમસીએક્સ વાયદા માં રૂપિયા ની ચાલ નિર્ણાયક રહે. યુએસ માં ક્રુડ ના ભાવ ઘટવા છતાં અગર રૂપિયા માં ઘસારો જોવાય તો ભાવો જળવાઈ રહે. એમસીએક્સ વાયદા ની વાત કરીએ તો હવે 5373 અવરોધ છે. આ સ્તર થી ક્રુડ માં ફરી 5100 સુધી નો ઘટાડો જોવાઈ શકે.
અન્ય ધાતુઓ : કોપર, લેડ, ઝીંક, એલ્યુમીનીયમ અને નિકલ સહીત ની તમામ ધાતુઓ માં ગતાંક માં ચાલ રેંજ બાઉન્ડ રહેવા નું જણાવ્યું હતું. ગયા અઠવાડિયા દરમ્યાન લેડ ને બાદ કરતા લગભગ તમામ ધાતુઓ ગુરુવાર સુધી આગલા અઠવાડિયા ના ઊંચા અને નીચા ભાવો ની રેંજ માં રહી. પરંતુ, શુક્રવાર ના ડોલર ના તોફાન માં લેડ, ઝીંક અને એલ્યુમીનીયમ માં તેજી નું તોફાન જોવાયું. લેડ વિષે જોકે ગતાંક માં ચાલ રેંજ બાઉન્ડ રહેવા છતાં ઉછાળા ની શક્યતા જણાવી હતી. શુક્રવાર ના રોજ લેડ માં 124 રૂપિયા સુધીનો ઉછાળો જોવાયો છે. જયારે ઝીંક માં ગુરુવાર ના રોજ 106.5 સુધી નો ઉછાળો જોવાયો. આ તમામ ધાતુઓ માં હવે ગુરુવાર ના એ નીચા ભાવો મહત્વ ના ટેકા છે અને જ્યાં સુધી ઝીંક, લેડ અને એલ્યુમીનીયમ માં ગુરુવાર ના એ નીચા ભાવો અકબંધ રહે ટ્રેન્ડ તેજી તરફી ના છે. લેડ માં 114.45, ઝીંક માં 101.45 અને એલ્યુમીનીયમ માં 100.75 હવે મહત્વ ના ટેકા છે. કોપર અને નિકલ માં ઉછાળે અવરોધ જોવાયા છે. કોપર માં હવે 420 રૂપિયા નો ભાવ અવરોધ છે તો નિકલ માં 850. જો કે આ બંને ધાતુઓ માં આ અવરોધ ની ઉપર ના બંધ જોવાતા બીજા પાંચ ટકા ના ઉછાળા જોવાઈ શકે છે. તો એગ્રો કોમોડીટી માં આ બે અઠવાડિયા દરમ્યાન મોટી ઉથલપાથલ ની શક્યતાઓ છે. ચના, જીરા, પીપર જેવી તમામ કોમોડીટી ના ભાવો માં છેલ્લા છ અઠવાડિયા દરમ્યાન નરમી જોવાતી રહી છે. છેલ્લા બે અઠવાડિયા માં જ્યાં એક બાજુ રૂપિયા માં ઘસારો તીવ્ર બન્યો છે ત્યાં હવે મોન્સુન ના કોઈપણ નકારાત્મક સમાચાર બજાર માં મોટી ઉથલપાથલ સર્જી શકે.

No comments:
Post a Comment