Saturday, 8 June 2013

ડોલર તુટ્યો, ડોલર થી બમણી ઝડપે રૂપિયો તુટ્યો
વાર્ષિક બોટમ - ટોપ નું પખવાડિયું, આ પખવાડિયે કરન્સી-કોમોડીટી માં વાર્ષિક બોટમ-ટોપ બની રહ્યા છે
જાપાની રોકાણકારો નું ગ્લોબલ પ્રોફિટ બુકિંગ
ક્રુડ વધુ તોફાની ચાલ બતાવી શકે

છેલ્લા બે અઠવાડિયા ની કરન્સી ની ચાલે ભલભલા ના ગણીતો ઉંધા પડી દીધા છે. ગ્લોબલ માર્કેટ માં બે અઠવાડિયા દરમ્યાન ડોલર ઇન્ડેક્ષ માં પાંચ ટકા ના ઘટાડા છતાં ડોલર રૂપિયા સામે સુધરતો રહ્યો. યુરો ડોલર સામે સુધર્યો હોવા ના લીધે રૂપિયા સામે બમણા ઝોર થી ઉછળ્યો અને 75 ની ઉપર ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો. મે માસ ના છેલ્લા અંક માં જણાવ્યું હતું કે "યેન કેરી ટ્રેડ" માં જાપાની રોકાણકાર છેલ્લા છ મહિના માં પચીસ ટકા થી વધુ ના ધરખમ નફા પર છે, માટે તેમનું મોટું પ્રોફિટ બુકિંગ બજારો માં જોવાઈ શકે. હાલ માં આ જાપાની રોકાણકારો નું પ્રોફિટ બુકિંગ જ છે, જે ગ્લોબલ બજારો ને ધમરોળી રહ્યું છે. છેલ્લા ત્રણ અઠવાડિયા માં યેન ડોલર સામે 103.5 થી 95 સુધી સુધર્યો અને 97.56 બંધ રહ્યો. યેન યુરો સામે પણ આ ત્રણ અઠવાડિયા માં 132 થી 126 સુધી સુધર્યો.

ગયા સપ્ટેમ્બર માસ પછી યુરો ત્રણ વખત ડોલર સામે 1.27 ના સ્તરે થી સુધારો બતાવતો રહ્યો છે. આ વખતે પણ એવું જ થયું અને યુરો ત્રણ અઠવાડિયા અગાઉ ના 1.28 ના સ્તરે થી ઝપાટાભેર સુધરી ને 1.3218 બંધ રહ્યો છે. એક બાજુ યેન નું દબાણ અને સાથે યુરો પણ સુધારો, આમ બન્ને મોટી કરન્સી ના દબાણ ને લીધે ડોલર ઇન્ડેક્ષ ત્રણ અઠવાડિયા માં 84.50 ના સ્તરે થી 81 સુધી ગગડી ને 81.68 બંધ રહ્યો છે.
હવે, આ બાજુ ડોલર ગ્લોબલ માર્કેટ માં તો ગગડ્યો, પણ છેલ્લા દોઢ વર્ષ માં રૂપિયા સામે જે ડોલર 54-55 ની રેંજ માં રહ્યો હતો, તેમાંથી કમાન માંથી છુટેલા તીર ની માફક ઉછળ્યો. જયારે ગ્લોબલ સંજોગો પ્રતિકુળ થવા લાગ્યા, ત્યારે રીઝર્વ બેંક - સરકારે સોના પર ની આયાત ડ્યુટી માં વધારો, સીધા વિદેશી રોકાણ ને છૂટ જેવા પગલા લીધા હતા અને રૂપિયો સુધરતા ડોલર સામે ટકી રહ્યો હતો. પણ, બે અઠવાડિયા અગાઉ ના ઇકોનોમિક ડેટા બાદ રૂપિયા માં ઘસારા ની શરૂઆત થઇ હતી. ડોલર ભલે અન્ય કરન્સી સામે તુટ્યો પણ રૂપિયો આ ત્રણ અઠવાડિયા માં બમણા જોર થી તુટ્યો છે અને ડોલર સામે ઐતિહાસિક નીચા સ્તર 57.12 થી ફક્ત સાત બેઝીઝ પોઈન્ટ દુર 57.05 બંધ રહ્યો છે. ગતાંક માં આપને રૂપિયા ના આ ઘટાડા ની વાત કરી હતી. ગયા અઠવાડિયા ની શરૂઆત થી જ ઘણા મિત્રો પાસે થી એવી વાતો સાંભળવા મળતી હતી કે ડોલર રૂપિયા સામે 58 આવશે, કોઈ કહે કે 60 તો કોઈકે છાતી ઠોકી ને 65 નું લેવલ કહ્યું. હવે ડોલર સામે રૂપિયો ક્યાં અટકશે એ તો સમય જ કહેશે, પણ એટલું નક્કી કે આ પખવાડિયું એટલે કે 22 તારીખ સુધી માં ગ્લોબલ માર્કેટ માં જે હાઈ કે લો બનશે તે ઘણા નિર્ણાયક રહેશે. આપણે વારંવાર જાપાન ની સરકાર ની યેન ની નીતિ ની ચર્ચા કરીએ છીએ. અમેરિકા માં પણ સરકાર સ્ટીમ્યુલસ પેકેજ પર ના નિર્ણયો સમય ની માંગ મુજબ લઇ રહી છે. આપણી રીઝર્વ બેંક પણ પાંચ વર્ષ પછી સફાળી જાગી છે અને સોના પર ની આયાત- ડ્યુટી, વ્યાજદર વગેરે નિર્ણયો સમય ની જરૂરિયાત મુજબ લેવા લાગી છે. ટુકમાં, બધી જ સરકારો પોતાના અર્થતંત્રો ને ગતિશીલ બનાવવા મરણીયા પ્રયત્નો કરી રહી છે. જયારે કરન્સી તોફાની થાય અને પોતાના રુખ બદલે, ત્યારે ગ્લોબલ માર્કેટ માં નવા તળિયા-મથાળા રચાય કે જે એક-બે વર્ષ સુધી જળવાયેલા રહે. યુરો રૂપિયા સામે નવા શિખરો પર ચાલી રહ્યો છે અને અગાઉ જે ફ્લેગ પેટર્ન માં યુરો ની ચાલ જળવાયેલી હતી, તેમાં થી બ્રેક-આઉટ બાદ ઉછળી રહ્યો છે. માટે હજી પણ બે-એક અઠવાડિયા આપણા બજારો માં તોફાની ચાલ જળવાયેલી રહે.

ચાંદી: ગયા અઠવાડિયે સોના માં આયાત ડ્યુટી માં વધારો થયો અને સોના ના ભાવો ઉછળ્યા. જયારે ચાંદી માં સુસ્તતા જળવાયેલી રહી અને શુક્રવાર ના રોજ ગ્લોબલ માર્કેટ માં ચાંદી માં 22 ડોલર ની નીચે ના કડાકા માં અહી પણ ચાંદી માં 43000 ની નીચે ના ભાવો જોવાયા છે. હાલ માં ચાંદી ચાર્ટ પર જે રીતે નવા તળિયા બતાવી રહી છે, એ જોતા ચાંદી નો ટ્રેન્ડ નરમ જ છે. હવે, આ અઠવાડિયે ચાંદી અગાઉ નું 40750 નું તળિયું ફરી બતાવી શકે છે. પણ, અહી એ નોધવું રહ્યું કે શુક્રવારે જે ગ્લોબલ સેલ-ઓફ જોવાયો તેમાં સોના માં ઓપન-ઈન્ટરેસ્ટ ઘટ્યું, જયારે ચાંદી માં પાત્રીસ ટકા જેટલો વધારો થયો છે. બીજું કે ગ્લોબલ માર્કેટ માં ચાંદી 22 ડોલર ની નીચે ના તળિયા બતાવી રહી છે, પણ તેમાં પોઝીટીવ ડાયવર્ઝન જોવાયું છે. મતલબ અહી થી ચાંદી માં હવે 40700 સુધી ના કોઇપણ ઘટાડે 39600 ના સ્ટોપલોસ થી લેણ કરવું ઠીક રહે. અહી ચાંદી માં વેચાણ કરવું એટલે માની લો કે 2900 ના ભાવે એપ્રિલ મહિના માં ઈન્ફોસીસ માં લેણ કરવું. ટુકમાં, ચાંદી જબ્બર ઓવર-સોલ્ડ પોઝીશન માં છે. ઓવર-સોલ્ડ માં હોય એટલે સહેજ પણ નરમી આવે તો સીધો પાંચસો-સાતસો રૂપિયા નો ઘટાડો મિનીટ માં જોવાય, પણ ઓવર-સોલ્ડ માં અગર વેચાણ માં ફસાઈ જઈએ તો પોઝીશન તકલીફ વધારે આપે.

સોનું: ત્રણ અઠવાડિયા માં સોના ના ભાવ માં 25300 ના તળીયે થી 28100 સુધી નો કાતિલ ઉછાળો જોવાયો છે. સામે ગ્લોબલ માર્કેટ માં આ ત્રણ અઠવાડિયા દરમ્યાન 1345 ડોલર થી 1385 ડોલર નો સાધારણ સુધાર છે. યુએસ સ્પોટ માં સોના ની 200 અઠવાડિયા ની એક્ષ્પોનેન્સિયલ એવરેજ 1436 ડોલર છે અને દરેક ઉછાળે સોના માં અહી અવરોધ જોવાય છે. આ અઠવાડિયે ગ્લોબલ માર્કેટ માં સોના માં 1348 ડોલર મહત્વ નો ટેકો છે. ગ્લોબલ માર્કેટ માં સોનું નરમ હોવા છતાં રૂપિયા ની નરમી ને લીધે સોના માં ઉછાળા જોવાતા રહ્યા છે. આ અઠવાડિયે 28000 ની ઉપર ની ચાલ ફરી મોટા ઉછાળા બતાવી શકે છે. 28000 ની ઉપર ની ચાલ બીજો છસો - સાતસો રૂપિયા નો સુધારો લાવી શકે.

ક્રુડ: ગતાંક માં આપણે ક્રુડ વિષે જણાવ્યું હતું કે એમસીએક્સ વાયદા માં 5373 અવરોધ છે અને આ અવરોધ પાર ના થાય તો 5100 સુધી નો ઘટાડો જોવાઈ શકે છે. બુધવાર ના રોજ એમસીએકસ વાયદા માં 5373 નો હાઈ બન્યો અને ક્રુડ 5360 આસપાસ બંધ રહ્યું. ગુરુવાર ના રોજ ક્રુડ માં થોડી લેવાલી જોવાઈ અને ક્રુડ આ અવરોધ ને પાર કરી 5420 આસપાસ બંધ રહ્યું. શુક્રવારે ક્રૂડે તોફાની ચાલ બતાવી અને 5520 ની ઉપર બંધ રહ્યું છે. ગતાંક માં અહી જણાવ્યું હતું કે ક્રુડ માં USDINR જેવું જ કોન્સોલીડેસન જોવાઈ રહ્યું છે. જેમ USDINR  માં 50,100 અને 200 દિવસ ની એવરેજો ખુબ સાંકડી રેંજ માં ગોઠવાઈ હતી અને આ રેંજ નું બ્રેક-આઉટ આવતા ડોલર રૂપિયા સામે તોફાની ઝડપે સુધર્યો. ગ્લોબલ માર્કેટ માં ક્રુડ માં 92 ડોલર થી 97 ડોલર ની રેંજ બનેલી છે અને હાલ માં ક્રુડ આ રેંજ માંથી મોટા બ્રેક-આઉટ માટે તૈયાર થયું છે. માટે, ક્રુડ માં હવે ખુબ સાવચેતી રાખવી. છેલ્લા ચાર મહિના માં ક્રુડ માં આપણે સહુ સાંકડી રેંજ માં ટ્રેડીંગ કરવા થી ટેવાઈ ગયા છીએ. હાલ ના 5500 ની ઉપર ના ભાવ જોઈ ને વેચાણ ની પોઝીશન બનાવવા ની ઉતાવળ કરવી નહી. કેમકે, હવે ક્રુડ કોઈ અણધારી ચાલ બતાવી શકે છે.

અન્ય ધાતુઓ: એલ્યુમીનીયમ, કોપર, લેડ, નિકલ અને ઝીંક આ તમામ ધાતુઓ માં છેલા ત્રણ અઠવાડિયા થી લેવાલી જળવાયેલી છે. ગયા અઠવાડિયે જો કે ઝીંક અને કોપર માં ઊંચા ભાવો થી ફરી નરમી જોવાઈ છે. અહી એ નોધવું રહ્યું કે ત્રણ અઠવાડિયા થી એક બાજુ યુરો ડોલર સામે સુધરી રહ્યો છે અને રૂપિયો ડોલર સામે ઘસાઈ રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારો માં આમ ડોલર નો ઘસારો અને ઘર-આંગણે રૂપિયા નો ઘસારો છતાં ભાવો રેંજ-બાઉન્ડ રહ્યા છે. હાલ માં કોપર ની ચાલ 404 થી 425 ની રેંજ માં, લેડ ની ચાલ 118 થી 119 ની દસ ટકા ની મોટી રેંજ માં, એલ્યુમીનીયમ 107.45 થી 11.50 ની રેંજ માં અને ઝીંક 106.15 થી 110 ની રેંજ માં છે. નિકલ 839.3 થી 871 ની રેંજ માં છે. હજી પણ આ અઠવાડિયે ગ્લોબલ કરન્સી ની ચાલ જ આ ધાતુઓ માં નિર્ણાયક રહે.


યેન નવેમ્બર માસ માં
યુરો સામે 103.50
ડોલર સામે 79.80
રૂપિયા સામે 67.34

યેન ત્રણ અઠવાડિયા પહેલા
યુરો સામે 130.38
ડોલર સામે  100.30
રૂપિયા સામે 53.18

યેન નો સાપ્તાહિક બંધ
યુરો સામે 128.90
ડોલર સામે 97.56
રૂપિયા સામે 58.47

















No comments:

Post a Comment