Saturday, 15 June 2013

એક વર્ષ પહેલા
સોના ની ઉંચી આયાત સિદ્ધિ , હવે સિરદર્દ

હાલ માં નાણા પ્રધાન ચિદમ્બરમે ભારતીય ગૃહિણીઓ ને અપીલ કરી કે સોના ની ખરીદી કરવા નું ટાળો.  એક વર્ષ પહેલા સુધી જયારે સોના ની ઉંચી આયાત ની ચર્ચા થતી, તો સરકાર તરફ થી એવા પ્રતિભાવો સાંભળવા મળતા કે સોના ની ઉંચી આયાત એ ભારતીય લોકો ની સુધરતી આર્થિક સ્થિતિ નો પુરાવો છે. શું સોના ની આયાત ખરેખર ગૃહિણીઓ કે મધ્યમ -ઉચ્ચ મધ્યમ વર્ગ ની ખરીદી ને લીધે જ વધી છે? છેલ્લા નવ માસ થી ગુજરાત ગાર્ડિયન માં આપણે સોના ની ઉંચી આયાત ની ચર્ચા કરતા રહ્યા છીએ. સોના ની ઉંચી આયાત એ આપણા માટે નવી વાત નથી. છેલ્લા દસ વર્ષ ના આકડા પર નજર કરીએ તો વર્ષ 2002-03 માં જયારે આપણી કુલ આયાતો સવા ચાર હજાર કરોડ ડોલર ની હતી ત્યારે પણ આપણે આશરે ચારસો કરોડ ડોલર નું સોનું આયાત કરતા હતા. પણ, હાલ ના સંજોગો માં જોઈએ તો આપણે વિશ્વ ની કુલ ડીમાંડ ના પચીસ ટકા એટલે કે હજાર ટન થી પણ વધુ સોનું આયાત કરીએ છીએ. આ જે હજાર ટન થી પણ વધુ સોનું આયાત થાય છે તે ખરેખર ઘરેણાં બનાવવા માં જ વપરાય છે? આપણી જેમ્સ અને જ્વેલરી ની નિકાસ ની વાત કરીએ તો વર્ષે દહાડે આપણી જેમ્સ-જ્વેલરી ની નિકાસ રહે છે ચારસો-પાંચસો કરોડ ડોલર ની. શું ખરેખર ભારતીય ગૃહિણીઓ વર્ષે ચાર હજાર કરોડ ડોલર ના સોના ના ઘરેણાં ખરીદે છે? હકીકત માં સોના નો મુખ્ય વપરાશ થયો છે રોકાણ ના હેતુ માટે. ખાસ કરીને વર્ષ 2008 માં અમેરિકા માં સબ-પ્રાઈમ ક્રાઈસીસ પછી શેર બજારો માં પાંચ વર્ષ માં કોઈ વળતર જોવાયા નથી. સામે છેડે મોઘવારી વધતી જ રહી છે. સોનું એ રોકાણ નો એવો વિકલ્પ છે જ્યાં જરૂર ના સમયે ઝડપી પૈસા મેળવી શકાય. બીજું કે મોઘવારી વધે કે રૂપિયા ની ખરીદક્ષમતા ઘટે એમ સોના નો ભાવ વધવાનો. મતલબ કે વધતી મોઘવારી ના સમય માં રોકાણ નો સહુ થી સલામત વિકલ્પ એટલે સોનું. પાછું આ સોના માં રોકાણ કરવા માટે કોઈ જ પેન નંબર કે અન્ય પુરાવા ની જરૂર નહી. (સોના માટે નો યોર ક્લાયન્ટ - કે વાય સી નોર્મ હમણાં જ લાગુ થયા.) અહી એ નોધવું જોઈએ કે આપણી વિદેશ વેપાર ખાધ કે જે ચૌદ-પંદર હજાર કરોડ ડોલર ની રહે છે, તેમાં જો પોણા સાત હજાર કરોડ ડોલર ના સોના-ચાંદી ની આયાતો થાય, એટલે કે આટલું મોટું વિદેશી ભંડોળ આપણે સોના-ચાંદી ખરીદવા માં ખર્ચી નાખીએ તો આપણી કરન્સી ના શું હાલ થાય? વર્ષ 2011 માં ડોલર સામે ના રકાસ બાદ રૂપિયો સરવાળે ટકેલો રહ્યો હતો. પણ, છેલ્લા એક મહિના માં રૂપિયા માં ફરી જે ધોવાણ જોવાયું છે એમાં નવાઈ પામવા જેવું કશું જ ન કહેવાય. સોના ની ઉંચી આયાત ઉપરાંત ઊંચા વ્યાજદરો પણ રૂપિયા ના ઘસારા માટે કારણભૂત છે, પણ સોના-ચાંદી ની આયાત માં જે આપણા ડોલર ખર્ચાય છે તેમાં આપણે ક્રુડ ઓઈલ ની જેમ કોઈ ઉત્પાદન વધારનાર કોમોડીટી કે સેવા મેળવતા નથી. જ્યાં સુધી આપણે આ છ હજાર કરોડ ડોલર ની ચુકવણી ને અંકુશ માં ન લાવી શકીએ, ત્યાં સુધી આપણી કરન્સી નો ઘસારો અટકવો મુશ્કેલ છે.

ગ્લોબલ માર્કેટ ને હચમચાવતો યેન
ગયા અઠવાડિયા માં મંગળવાર ના રોજ ના 59 ના સ્તરે થી રૂપિયા નો ઘસારો હાલ માં તો અટક્યો છે, પણ હજી પણ કરન્સી માં તોફાન પૂરું થયું નથી. હજી પણ બે અઠવાડિયા સુધી આ તોફાની વધઘટ જળવાઈ શકે છે. છેલ્લા ત્રણ અંકો થી આપણે જાપાની રોકાણકારો ના પ્રોફિટ-બુકિંગ ની ચર્ચા કરીએ છીએ. વીતેલા સપ્તાહ માં ગ્લોબલ માર્કેટ માં આ ટ્રેન્ડ જળવાયેલો રહ્યો છે. જાપાનીઝ યેન જે નવેમ્બર માસ થી સતત ઘટાડા તરફી હતો, તેમાં છેલ્લા ચાર અઠવાડિયા થી સુધારો જોવાતો રહ્યો છે. મતલબ કે નવેમ્બર માસ થી જાપાન ની સરકારે જે યેન નરમ રાખવા ની નીતિ અપનાવી અને તેના પગલે જાપાની રોકાણકારો એ અમેરિકા, યુરોપ ઉપરાંત અન્ય બજારો માં રોકાણો કર્યા અને યેન માં નરમી જોવાતી રહી હતી. પણ, છેલ્લા ચાર અઠવાડિયા થી આ જાપાની રોકાણકારો વ્યાજ કે નફા ઉપરાંત યેન ના ઘસારા નો લાભ ઉઠાવી ગ્લોબલ માર્કેટ માં નફો બુક કરી રહ્યા હોઈ યેન માં સતત ચોથા અઠવાડિયે સુધારો જળવાયો છે. ગતાંક માં જણાવ્યું હતું કે 22 તારીખ સુધી ગ્લોબલ માર્કેટ માં હમણાં ના તોફાન ના જે હાઈ-લો બનશે તે ખુબ નિર્ણાયક રહે. યેન નો આ તરખાટ હજી બે અઠવાડિયા જળવાઈ શકે છે, પણ બે અઠવાડિયા પછી જયારે જાપાની રોકાણકારો જયારે ગ્લોબલ માર્કેટ માં રોકાણ કરવા પાછા ફરશે ત્યારે તેમો આગળ નફો રળી ચુક્યા હોઈ વધુ ઉતાવળા હશે. હાલ નો રૂપિયા નો ઘસારો જોતા, એવું પણ બને કે આ રોકાણકારો ભારતીય બજાર પર પસંદગી ઉતારે. સરવાળે રૂપિયો ઘસવા છતાં શેરબજાર માં વેચાણ ની પોઝીશન માં ફસાવા નો વારો આવી શકે. જો કે હાલ આ બે અઠવાડિયા શેરબજાર માં અનિર્ણાયકતા બનેલી રહે.

આઠ અઠવાડિયા કોન્સોલીડેટ થયેલી ચાંદી
ગ્લોબલ માર્કેટ માં ચાંદી છેલ્લા ચાર અઠવાડિયા થી 22 ડોલર આસપાસ  કોન્સોલીડેટ થઇ રહી છે. જયારે એમસીએક્સ વાયદા ની વાત કરીએ તો આઠ અઠવાડિયા થી ચાંદી માં 42000 થી 44000 ની રેંજ જળવાયેલી રહી છે. ગ્લોબલ માર્કેટ માં ચાંદી માં 22.60 ડોલર ની ઉપર ની ચાલ જોવાતા ઝડપી સુધારા જોવાઈ શકે છે. એમસીએકસ માં ચાંદી માં 43100 ની આસપાસ મોટો ટેકો તૈયાર થયો છે. હવે, ચાંદી માં 44250 ની ઉપર નો બંધ જોવાતા 45800 સુધી ની ઝડપી સુધારા ની ચાલ ની શક્યતા છે. હવે, ચાંદી માં જ્યાં સુધી 42600 ની નીચે નો બંધ ન જોવાય, ત્યાં સુધી નવા ઘટાડા ની શક્યતાઓ ઓછી છે. દિવસ દરમ્યાન ની કોઇપણ વધઘટ માં ચાંદી માં આ સ્તર તૂટે પરંતુ બંધ ઉપર નો જળવાઈ રહે તો પણ ટ્રેન્ડ તેજી તરફી જ કહી શકાય.

સોનું:  21 દિવસ ની એવરેજ ની ઉપર ની ચાલ તેજી બતાવે
ગ્લોબલ માર્કેટ માં ગયા અઠવાડિયે સોનું 1390 ડોલર બંધ રહ્યું છે. છેલ્લા એકવીસ દિવસ ની એક્ષ્પોનેન્શીયલ એવરેજ 1400 ડોલર આસપાસ છે. ગ્લોબલ માર્કેટ માં 12 એપ્રિલ થી શરુ થયેલ કડાકા માં અને તે પછી આ બે મહિના દરમ્યાન સોનું 21 દિવસ ની તેની એક્ષ્પોનેન્શીયલ એવરેજ ની ઉપર ટકવા માં સફળ રહ્યું નથી. તો 16 એપ્રિલ અને 20 મે રોજ 1350 ડોલર આસપાસ ટેકા જળવાયા હતા. ગયા અઠવાડિયા દરમ્યાન મંગળવાર પછી ગ્લોબ્લ્ર માર્કેટ માં સોનું ઊંચા બંધ આપવા લાગ્યું છે. આ જોતા, હવે સોનું તેની આ એકવીસ દિવસ ની 1400 ડોલર ની એવરેજ કુદાવી ને 1434 - 1445 ડોલર ને સ્પર્શી શકે છે. એમસીએકસ વાયદા માટે ગયા અઠવાડિયા ના અવલોકનો અકબંધ છે અને 28000 ઉપર નો બંધ જોવાતા સોના માં બીજો છસો-સાતસો રૂપિયા નો ઝડપી સુધારો જોવાઈ શકે છે. એમસીએકસ વાયદા માં સોનું જ્યાં સુધી 27000 ની ઉપર જળવાઈ રહે ચાલ તેજી તરફી છે.

ક્રુડ: નવસો રૂપિયા ના એકધારા સુધારા છતાં તેજી તરફી રુખ
છેલ્લા ત્રણ અઠવાડિયા થી અહી જણાવ્યું હતું કે ક્રુડ માં USDINR જેવું જ  કોન્સોલીડેશન ગ્લોબલ માર્કેટ માં જોવાયું છે. છેલ્લા ચાર મહિના થી યુએસ ક્રુડ માં 100 અને 200 દિવસ ની એક્ષ્પોનેન્શીયલ એવરેજો 93.50 થી 94.20 ડોલર ની વચ્ચે જળવાયેલી રહી છે. બે અઠવાડિયા અગાઉ ક્રુડ માં મોટી ઉથલપાથલ ની શક્યતા જણાવી હતી. ગયા અઠવાડિયે ક્રુડ છેલ્લા ત્રણ દિવસો સતત સુધારા તરફી રહી 94.3 ડોલર થી સુધરી 97.87 ડોલર બંધ રહ્યું છે. આ અઠવાડિયે ક્રુડ માં 105 ડોલર સુધી ની તોફાની તેજી જોવાઈ શકે છે. સામે આપણે છેલ્લા બે વર્ષો માં ક્રુડ માં પાંચેક ટકા ના ઉછાળા બાદ વેચાણ ના સોદા થી ટેવાઈ ગયા છીએ. હાલ માં ભલે ક્રુડ ફરી 97 ડોલર પાસે બંધ રહ્યું, પણ અહી વેચાણ કરવું ઘણું જોખમી સાબિત થાય. એમસીએકસ વાયદા માં તો બે અઠવાડિયા અગાઉ જ ક્રૂડે 5200 થી 5500 નો મોટો ઉછાળો નોધાવ્યો છે. ગયા અઠવાડિયે ક્રુડ 5500 ની ઉપર ટકેલું રહ્યું છે. 18 એપ્રિલ ના રોજ ક્રુડ માં 4730 ના નીચા ભાવો થી નવસો રૂપિયા નો એકધારો સુધારો જોવાયો છે, છતાં પણ ક્રુડ માં આ અઠવાડિયે તોફાની ચાલ જળવાઈ રહે.

અન્ય ધાતુઓ: ગતાંક માં કોપર માટે 404 થી 425 ની રેંજ જણાવી હતી. કોપર નો સાપ્તાહિક ઉંચો ભાવ રહ્યો 421.45 અને નીચો ભાવ રહ્યો 405.35. લેડ માટે 118 થી 129 ની દસ ટકા ની મોટી રેંજ જણાવી હતી. લેડ નો સાપ્તાહિક ઉંચો ભાવ રહ્યો 127.45 અને નીચો ભાવ 120.40. એલ્યુમીનીયમ માટે 107.45 થી 111.50 ની રેંજ જણાવી હતી, જેની સામે એલ્યુમીનીયમ 104.95 સુધી ઘટી 105.55 બંધ રહ્યું છે. નિકલ માટે 839 થી 871 ની રેંજ જણાવી હતી, જેની સામે નીકલ માં 878 થી 826 સુધી ની ચાલ જોવાઈ છે. ત્રણ અઠવાડિયા ની તેજી બાદ આ ધાતુઓ માં ફરી નરમી જોવાઈ છે. પરંતુ, આ અઠવાડિયે ફરી લેવાલી જોવાઈ શકે છે. કોપર માં 399 અકબંધ રહેતા 425, એલ્યુનીનીય્મ માં 103.35 અકબંધ રહેતા 108, લેડ માં 118.80 અકબંધ રહેતા 126, નિકલ માં 797 જળવાતા 862 અને ઝીંક માં 103.45 જળવાતા 108.90 સુધી ના ઉછાળા જોવાઈ શકે છે.



કરન્સી માં ભૂકંપ બાદ હવે આફ્ટર શોક જોવાય
ક્રુડ ની તોફાની ચાલ
જાપાની રોકાણકારોએ ગ્લોબલ માર્કેટ ધમરોળ્યા










No comments:

Post a Comment