પાછલી તેજી ના અશ્વો મોડે મોડે જાગ્યા
૨૦૦૮ સુધી ની તેજી ના તોફાની અશ્વો રિલાયન્સ, રિલાયન્સ કેપિટલ, ડીએલએફ, તાતા સ્ટીલ વગેરે શેરો માં ૨૦૦૦૦ સુધીના સેન્સેક્સ આંક સુધી કોઈ તેજી જોવાઈ નહી. ક્યારેક આઈટી, તો ક્યારેક ફાર્મા, ક્યારેક સિમેન્ટ તો ક્યારેક ઓટો શેરો આ પાંચ વર્ષ દરમ્યાન ચમકતા રહ્યા છે. પરંતુ, નાના રોકાણકરો ના પોર્ટફોલીઓ માં સહુથી ઊંચું હોલ્ડીંગ ધરાવનાર આ શેરો તેજી માં બાકાત રહ્યા છે. મોડે-મોડે ભલે, પણ હવે આ શેરો માં પણ ચમકારા શરુ થયા છે. તાતા સ્ટીલ ના ૨૦૦ થી ૪૦૦ સુધી ના સીધા ૧૦૦ ટકા ના ઉછાળા પહેલા રિલાયન્સ કોમ્યુનીકેશન માં પણ મોટો ઉછાળો જોવાઈ ચુક્યો છે. મંગળવાર ના બંધ ને ધ્યાન માં લેતા રિલાયન્સ કેપિટલ, ડીએલએફ અને રિલાયન્સ ઉછાળા બતાવી શકે છે. રિલાયન્સ માં ૮૬૬ ના ઊંચા મથાળે થી મંગળવાર ના રોજ સુધારો અટક્યો છે. પરંતુ, છેલ્લા ચાર દિવસ ની ચાલ જોતા હાલ માં રિલાયન્સ ૮૮૦ ના અવરોધ ને પડકારવા તરફ ધપી રહ્યો છે. રિલાયન્સ કેપિટલ માં પણ ૩૭૭ પાસે એક ટેકો રચાયો છે અને ૩૮૮ વટાવતા હવે આ શેર માં આઠ-દસ દિવસ માં ૪૧૦-૪૧૨ સુધીનો ઉછાળો જોવાઈ શકે છે.
નિફ્ટી સ્પોટ માટે
૬૨૩૧ અવરોધ
મંગળવાર ના રોજ ડીસેમ્બર
સીરીઝ ની શરૂઆત સાથે જ બજાર માં જોવાયેલ લેવાલી ને બ્રેક લાગી. નિફ્ટી સ્પોટ સોમવાર
ના ૬૨૨૯ ના હાઈ ની સામે ૬૨૨૫ થી જ અટવાતું રહ્યું અને નીચા માં ૬૧૯૧ સુધી ના ઘટાડા
બાદ ૬૨૦૦ ના સાયકોલોજીકલ લેવલ ની ઉપર ૬૨૦૨ બંધ રહ્યું. અગાઉ મે મહિના માં પણ
નિફ્ટી સ્પોટ માં આ જ સ્તરે થી વેચવાલી જોવાઈ હોઈ, હાલ પુરતું આ સ્તર નિફ્ટી માં
અવરોધ બની રહ્યું છે. સરવાળે નિફ્ટી સ્પોટ જ્યાં સુધી ૬૧૨૦ ની ઉપર જળવાયેલું છે,
ટ્રેન્ડ તેજી તરફી જ છે અને ૬૨૩૧ વટાવતા નિફ્ટી સપાટાબંધ ૬૩૫૦ તરફ પ્રયાણ કરે.
સોમવાર નો ખુલ્યા-નીચો આંક ૬૧૭૧ હાલ માં નિફ્ટી સ્પોટ નો નજીક નો ટેકો છે.
ચાંદી ૧૯.૧૦ ડોલર
છેલ્લા ત્રણ અઠવાડિયા થી
ચાંદી માટે ૧૯ ડોલર ના ટાર્ગેટ વિષે લખતા રહ્યા છીએ. યુએસ સ્પોટ માં ચાંદી માં
૧૯.૧૦ ડોલર નું સ્તર જોવાઈ ગયું છતાં ચાંદી માં હજી રુખ નરમી નો જ છે. હજી ચાંદી
માં “સાઈડ વે” ચાલ બાકી હોઈ, તેજી નો વેપાર હજી પણ જોખમી છે.

No comments:
Post a Comment