Tuesday, 3 December 2013



ફેડ નો ફફડાટ શમ્યો નથી
શું નિફ્ટી ૭૦૦૦ આવી શકે?
કીમતી ધાતુ માં હજી પણ હાઈ-એલર્ટ યથાવત

છેલ્લા બે અઠવાડિયા થી યુએસ ડોલર ઇન્ડેક્સ ૮૦.૪૮ ની ૨૦૦ અઠવાડિયા ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ ના ટેકા ને જાળવી રહ્યો છે. ત્રણ અઠવાડિયા ની નરમ ચાલ દરમ્યાન પણ ડોલર ઇન્ડેક્સ આ ટેકા ને જાળવવા માં સફળ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ ના મુખ્ય ઘટક એવા યુરો માં ત્રણ અઠવાડિયા થી સતત સુધારો ચાલુ છે અને આ ત્રણેય અઠવાડિયા દરમ્યાન યુરો ડોલર સામે સુધરતો રહ્યો છે. ગયા અઠવાડિયે જે આપણે ડોલર ના યેન સામે ના જે બ્રેક-આઉટ ની અને “યેન કેરી ટ્રેડ” ના પોઝીટીવ બદલા ની શરૂઆત ની જે વાત કરી હતી, તે યેન ના ઘટાડા ને લીધે ડોલર ઇન્ડેક્સ આ અઠવાડિયે પણ તેની મહત્વ ની એવરેજ ની ઉપર ટકી ગયો છે. ગયા અઠવાડિયે જે યેન ના ઘટાડા નું સૂચવ્યું હતું, તે ઘટાડા ની શરૂઆત થઇ ચુકી છે. JPYINR આગલા અઠવાડિયે ૬૨ ની ઉપર બંધ હતો, તે ગયા અઠવાડિયે ૬૦.૯૦ બંધ રહ્યો છે. આ અઠવાડિયે યેન માં ૫૯ સુધી નો ઘટાડો જોવાય તો નવાઈ નહી. ટુક માં જાપાન ની સરકાર ની યેન ને નરમ રાખવા ની નીતિ હાલ માં ડોલર ને ટેકો આપી રહી છે, બાકી યુએસ માં જે “ફોર્સ શટ ડાઉન” ની ઘટના બની, તે પછી અમેરિકા તરફ થી કોઈ આકરું સરપ્રાઈઝ અપેક્ષિત છે. યુએસ ડોલર ઇન્ડેક્સ, EURUSD અને યુએસ ક્રુડ ૨૦૦ અઠવાડિયા ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ ના ટેકા ને જાળવી રહ્યા છે. આ ત્રણેય માં આ મહત્વ ની એવરેજ પાસે થી જે કોઈ મોટા ટ્રેન્ડ-રિવર્સલ જોવાયા, તો ગ્લોબલ માર્કેટ માં નવા સમીકરણો રચાશે.

યુએસ પોતાના અર્થતંત્ર માં લીક્વીડીટી જાળવી રાખવા માટે જે કોઈ પણ પગલા લેશે, હાલ પુરતું તો એમ લાગી રહ્યું છે કે તેના એ પગલે વિકાસશીલ અર્થતંત્રો ને ફાયદો થવો જોઈએ. જે રીતે રૂપિયા અને સાથે સાથે શેરબજાર માં પણ સુધારો જળવાયેલો છે, તે જોતા યુએસ ફેડ ધ્વારા અમેરિકા ના અર્થતંત્ર માં લીક્વીડીટી વધારવા નો કોઈ પ્રયાસ થયો, તો તેમાં ભારત ને લાભ અવશ્ય થશે. નવેમ્બર માસ ના બીજા અઠવાડિયા માં જયારે સતત પાંચમાં અઠવાડિયે ડોલર રૂપિયા સામે સુધર્યો અને ૬૩.૯ સુધી નો ઉછાળો બતાવી ૬૨.૯૬ બંધ રહ્યો, ત્યારે બધા જ નિષ્ણાતો ડોલર ના ફરી મોટા ઉછાળા ની વાતો કરવા માંડ્યા હતા. આપણી કોલમ માં ત્યારે પણ લખ્યું હતું કે “ડોલર ના રૂપિયા સામે ના જે કોઈપણ ઉછાળા જોવાય, તે સરવાળે છેતરામણા રહે”. રૂપિયા નો ઘસારો વર્ષ ૨૦૧૩ માં જે પેનિક બતાવી ચુક્યો છે, તે જોતા USDINR તેના છેલ્લા તબક્કા ની તેજી બતાવી ચુક્યો છે અને હવે તેમાં “સાઈડ-વે અને ત્યારબાદ ઘટાડો” એવી ચાલ જોવાય.

રૂપિયા ના આ સુધારા ને શેરબજાર પણ સમર્થન આપી રહ્યું હોય એમ નિફ્ટી આંક ૬૦૦૦ ની ઉપર જળવાયેલો છે. ગતાંક માં નિફ્ટી માટે ૬૧૨૮ નું સ્તર અવરોધ હોવાનું લખ્યું હતું. કેમકે, અગાઉ ના બે અઠવાડિયા જયારે નિફ્ટી સાપ્તાહિક ધોરણે ઘટી ને બંધ રહી, તે બન્ને અઠવાડિયા ના નિફ્ટી સ્પોટ ના ખુલ્યા સ્તર હતા ૬૧૨૮ આસપાસ. ગયું આખું અઠવાડિયું નિફ્ટી આ સ્તર ની નીચે જ રહી. પણ, જ્યાં નવેમ્બર માસ ની ડેરીવેટીવ સીરીઝ પૂરી થઇ, ત્યાં જ નિફ્ટી માં ફરી પાછો સિત્તેર-એશી પોઈન્ટ નો ઉછાળો જોવાયો. જે રીતે નાના રોકાણકારો શેરબજાર થી દુર થઇ ગયા છે, બ્રોકરો જે રીતે પોતાના કામકાજો ઘટાડી રહ્યા છે, જે રીતે મુચ્યુઅલ ફંડો માંથી રોકાણકારો રોજે-રોજ પોતાના રોકાણો પાછા ખેંચી રહ્યા છે અને જે રીતે વિદેશી રોકાણકારો મુખ્ય શેરો ઉપરાંત સીએનએક્સ ૧૦૦ માં પોતાનું રોકાણ વધારી રહ્યા છે, તે જોતા નિફ્ટી ૭૦૦૦ આવી જાય તો પણ નવાઈ નહી. બીજું કે વીકલી ચાર્ટ પર નિફ્ટી માં ખુબ લાર્જર ડીગ્રી ની “કપ એન્ડ હેન્ડલ” પેટર્ન નું નિર્માણ થયું છે. આ પેટર્ન નું બ્રેક-આઉટ આવશે ૬૩૫૦ ની ઉપર. મતલબ કે નિફ્ટી સ્પોટ માં ૬૩૫૦ કે તેની ઉપર નો સાપ્તાહિક બંધ જોવાય ત્યારે જ. જો અને તો ની ભાષા ને ભલે આપણે એનાલીષ્ટો માટે અનામત રાખેલી ભાષા કહેતા હોઈએ, પણ “જો નિફ્ટી સ્પોટ માં ૬૩૫૦ ની ઉપર નો સાપ્તાહિક બંધ જોવાયો, તો પંદર અઠવાડિયા માં જ નિફ્ટી ૭૦૦૦ ને સ્પર્શી શકે છે.”

કીમતી ધાતુઓ ની વાત કરીએ તો છેલ્લા ત્રણ અઠવાડિયા થી સોનું ૨૯૭૦૦ થી ૩૦૭૦૦ ની રેંજ માં જળવાયેલું છે. સામે યુએસ સ્પોટ માં સોનું સતત ચાર અઠવાડિયા ના ઘટાડા બાદ ગયા અઠવાડિયે નાના સુધારા સાથે બંધ રહ્યું છે. ગયા અઠવાડિયે ૧૨૫૧.૩૫ ડોલર બંધ રહેલ યુએસ સ્પોટ માં જ્યાં સુધી સોનું ૧૨૯૯ ડોલર ની નીચે જળવાયેલું છે, ત્યાં સુધી સોના માં મોટા કડાકા ની શક્યતા યથાવત છે. આંતરાષ્ટ્રીય બજાર માં પાંચ અઠવાડિયા માં સોના માં ૧૦૦ ડોલર નો કડાકો બોલાઈ ગયો, પરંતુ અહી એ પાંચ અઠવાડિયા દરમ્યાન રૂપિયા ના ઘટાડા ને લીધે સોનું જળવાયેલું રહ્યું. હવે નો યુએસ સ્પોટ નો ઘટાડો ભારતીય બજાર માં પણ તીવ્ર ઘટાડો લાવી શકે. તેજી માટે સોના માં ૩૦૮૦૦ ની ઉપર નો બંધ ન જોવાય, ત્યાં સુધી વેપાર જોખમી છે. ચાંદી માટે આપણી કોલમ માં સતત બે અઠવાડિયા થી ૧૯ ડોલર સુધી ના ઘટાડા વિષે લખતા રહ્યા છીએ. છેલ્લા પાંચ અઠવાડિયા થી ઘટતી રહેલી ચાંદી યુએસ સ્પોટ માં ગયા અઠવાડિયે નાના સુધારા સાથે ૧૯.૯૯ ડોલર બંધ રહી છે. પરંતુ, ચાંદી માં સરવાળે હજી પણ ટ્રેન્ડ મંદી નો છે અને ચાંદી ૧૯ ડોલર સુધી નો ઘટાડો બતાવી શકે છે. એમસીએક્સ વાયદા માં ૪૨૮૦૦ મોટો ટેકો છે અને આ ટેકો તૂટે તો વધારે નીચા ભાવો પણ જોવાઈ શકે છે. જ્યાં સુધી ચાંદી માં ૪૫૮૦૦ ની ઉપર નો બંધ ન જોવાય, ટ્રેન્ડ નરમી નો છે. છેક સપ્ટેમ્બર ૨૦૧૨ થી ચાંદી માં અમેરિકી સંસ્થાઓ નું હેમરીંગ ચાલુ જ છે. યુએસ સ્પોટ માં ચાંદી માં હવે જે ઘટાડો જોવાશે, તેમાં ચાંદી ત્રણ વર્ષ ના ઘટાડા ના ટ્રેન્ડ માં બોટમ-આઉટ થઇ શકે. પરંતુ, જયારે કોઈપણ સ્ટોક, ઇન્ડેક્સ, કોમોડીટી કે કરન્સી ટોપ-આઉટ કે બોટમ-આઉટ થાય ત્યારે તે વખત ના ટ્રેન્ડ ની નક્કરતા વિષે ટ્રેડરો નો વિશ્વાસ ચરમસીમાએ પહોચે. ચાંદી માં આવા બોટમ-આઉટ માટે ૧૯ ડોલર સુધી નો ઘટાડો અને ત્યારબાદ ત્રણ થી ચાર મહિના તે સ્તર ની આસપાસ ઘુટાઉ જરૂરી છે.

ગયા અઠવાડિયે આપણે ક્રુડ-ઓઈલ માં ઉછાળા ની શક્યતા જણાવી હતી. પરંતુ સતત નવમાં અઠવાડિયે ક્રુડ માં ઘટાડો જળવાયેલો રહ્યો છે. યુએસ ક્રુડ માં ૯૨ ડોલર નું સ્તર ૨૦૦ અઠવાડિયા ની સાપ્તાહિક એક્ષ્પોનેન્શીય્લ એવરેજ છે અને ગયા અઠવાડિયે ક્રુડ ૯૧.૭૭ ડોલર નું નીચું સ્તર બનાવી ૯૨.૭૨ ડોલર બંધ રહ્યું છે. સાપ્તાહિક ધોરણે ક્રુડ ઓવર-સોલ્ડ પોઝીશન માં છે. પરંતુ, હજી આ અઠવાડિયે શરૂઆત માં ૯૨ ડોલર ના સ્તર ને જાળવવા માં સફળ રહ્યું તો ક્રુડ માં ઉછાળો જોવાઈ શકે. જયારે નેચરલ ગેસ ના વાયદા માટે ગતાંક માં ૨૫૭ સુધી ના ઉછાળા ની વાત કરી હતી. ગયા અઠવાડિયે ૨૪૬.૭ બંધ રહેલ ગેસ માં હજી પણ આ ટાર્ગેટ યથાવત છે.

અન્ય ધાતુઓ ની વાત કરીએ તો ગયા સપ્ટેમ્બર માસ માં જે પહેલા અઠવાડિયા માં રૂપિયા ના રકાસ ને લીધે ધાતુઓ માં જે ઊંચા ભાવો નોધાયા, તે ભાવો થી એલ્યુમીનીયમ, કોપર, લેડ અને ઝીંક આ તમામ ધાતુઓ સરવાળે ઘટાડા ના ટ્રેન્ડ માં રહી છે. હાલ માં એલ્યુમીનીયમ સતત ત્રણ અઠવાડિયા ઘટ્યું, તો કોપર બે અઠવાડિયા થી નાનો સુધારો નોધાવી રહ્યું છે. લેડ છેલ્લા ચાર અઠવાડિયા થી સરવાળે ઘટાડા તરફી છે. તો નિકલ સતત નીચા સ્તરો બતાવી રહ્યું છે. ઝીંક માં પાંચ અઠવાડિયા ની તેજી બાદ ત્રણ અઠવાડિયા થી ઘટાડો જોવાતો રહ્યો છે. ટુકમાં આ તમામ ધાતુઓ માં ઉછાળે ટ્રેન્ડ વેચવાલી નો છે.



છેલ્લો બંધ૨૦૦ સપ્તાહ ની એક્ષ્પ એવરેજગ્લોબલ ટ્રેન્ડ પર અસર
યુએસ ડોલર ઇન્ડેક્સ૮૦.૬૪૫૦૮૦.૪૯૨૧ડોલર ઇન્ડેક્સ નો ઘટાડો વિકાસશીલ અર્થતંત્રો માં રોકાણો વધારે.
EURUSD૧.૩૫૯૦૧.૩૩૧૬યુરો સુધરતા ડોલર ઇન્ડેક્સ માં નરમી જળવાય.
યુએસ ક્રુડ૯૨.૭૨ ડોલર૯૨.૦૮ ડોલરક્રુડ ના ભાવો જળવાતા ઉત્પાદન ખર્ચ જળવાયેલ રહે. જો કે ક્રુડ ના વધારે ઘટતા ભાવો અર્થતંત્ર માં મંદી ની નિશાની પણ કહેવાય.

No comments:

Post a Comment