Monday, 21 October 2013

શેર બજાર માં આવી શકે છે કડાકો



છેલ્લા આઠ અઠવાડિયા થી મુખ્ય ઇન્ડેક્ષો માં સીધી અને સડસડાટ ચાલ જોવાઈ છે. રાઈસિંગ એજ ની આ ચાલ માં જયારે પણ યુ-ટન જોવાય, તો ઘટાડા ની ચાલ પણ ઝડપી રહે. આપણા શનિવાર ના આર્ટીકલ માં પણ નિફ્ટી સ્પોટ માટે ૬૩૩૫ મુખ્ય અવરોધ હોવાનું જણાવ્યું છે. હાલ માં ઇન્ડેક્ષ ૬૨૦૦ ના મથાળા ની ઉપર બંધ છે અને વેચાણ માટે બજાર માં કોઈ જ કારણ દેખાતું નથી. પરંતુ, ટેકનીકલી બજાર ઓવર-બોટ ઝોન માં આવી ચુક્યું છે. આપણા ૫ ઓક્ટોબર ના અંક માં પણ જયારે નિફ્ટી માટે ૬૨૨૦ નું ટાર્ગેટ જણાવ્યું હતું, ત્યારે લખ્યું હતું કે ચારેક અઠવાડિયા માં ટોપ-આઉટ પણ શક્ય છે.


વેચાણ ના વેપાર માટે બેન્કિંગ શેર યોગ્ય


USDINR કે જે છેલ્લા આઠ અઠવાડિયા થી સતત ઘટાડા તરફી છે, તેમાં અઠવાડિયા ની શરૂઆત માં જ ફરી પાછો સળવળાટ શરુ થયો છે. હા, અહી થી USDINR માં જે ઉછાળા જોવાશે તે છેતરામણા હશે, તે સાચું. પણ, રૂપિયા માં આવતો ઘસારો બેન્કિંગ શેરો માં વેચવાલી નું દબાણ લાવે. જો કે ઓઈલ અને મેટલ શેરો માં પણ હાલ ની તેજી માં જે ઉછાળા જોવાયા છે, તે મુજબ વેચાણ જોવાઈ શકે.

ચાંદી માં ઉછાળા ની છે શક્યતા



એક તરફ ડોલર રૂપિયા સામે સતત પીટાયા પછી હવે એકાદ ઉછાળા માટે તૈયાર છે, તો બીજી તરફ યુએસ સ્પોટ માં ચાંદી ૨૨.૫૦ ડોલર ના મહત્વ ના અવરોધ ને સ્પર્શવા ભણી છે. એમસીએકસ વાયદા માં ૨૧ તારીખ ના રોજ સાંજ ના છ વાગ્યા થી ચાંદી સતત ૪૯૨૦૦ પાસે અવરોધાતી રહી. સરવાળે ચાંદી માં ૪૯૭૫૦ ઉપર ની ચાલ જોવાતા ૫૧૮૦૦ સુધી નો ઉછાળો શક્ય છે. જયારે સોના માં યુએસ સ્પોટ માં ૧૩૨૮ વટાવતા ૧૩૫૭ ડોલર ની શક્યતા છે.



No comments:

Post a Comment