ટ્રેન્ડ ઇસ યોર ફ્રેન્ડ:
મોટા પ્રમાણ માં ઘટેલ કોઈ શેર હાલ માં કેટલા આકર્ષક સ્તર પર છે કે એ કયા ભાવ થી અન્ડર વેલ્યુડ કહેવાય એની પળોજણ માં પડ્યા કરતા વીતેલા અઠવાડિયા માં તેજી નો ટ્રેન્ડ જાળવી રાખનાર કે તેજી ના ટ્રેન્ડ માં આવેલ આ શેરો ટ્રેડીંગ માટે શ્રેષ્ટ રહે.
બજાજ-ઓટો: વીતેલા અઠવાડિયા માં સાપ્તાહિક ૬% થી વધારે ના ઉછાળા સાથે બંધ રહેલ આ શેર માં આવતા અઠવાડિયે ૨૦૫૧ આસપાસ ૧૯૯૦ ના સ્ટોપ થી લેણ કરાય. અઠવાડિયા દરમ્યાન આ શેર માં ૨૨૧૦ સુધીના ઉછાળા ની શક્યતા છે.
ડીવીસ લેબ: ડીસેમ્બર મહિના ના ૧૧૮૬ ના મથાળે થી આ શેર માં દસ મહિના દરમ્યાન સતત નીચા ભાવો જોવાતા રહ્યા છે. શુક્રવાર ના રોજ ૧૦૨૨ પર બંધ રહેલ આ શેર માં વીતેલા અઠવાડિયા માં ત્રણ ટકા નો સુધારો નોધાયો છે. ઉપરાંત, હાલ માં ફોલીંગ ચેનલ ની ઉંચી મર્યાદા ને સ્પર્શી આ શેરે તેજી નો અન્ડરટોન બતાવ્યો હોઈ, પખવાડિયા દરમ્યાન ૯૬૮ ના સ્ટોપલોસ થી ૧૧૦૦ રૂપિયા ના ટાર્ગેટ ને ધ્યાન માં રાખી રોકાણ કરી શકાય.
ઝી એન્ટરટેન: જુન મહિના માં ૧૨૫ ના સ્તરે થી બે વર્ષ ના કોન્સોલીડેસન માંથી આ શેરે મોટા ઉછાળા જાળવી રાખી ફક્ત ચાર મહિના માં આશરે ૯૦% ઉછળ્યો છે. હજી આ અઠવાડિયે પણ ૨૩૧ ના સ્ટોપલોસ થી આ શેર માં ૨૭૦ ના ટાર્ગેટ માટે તેજી ની પોઝીશન બનાવી શકાય.
હિન્દાલ્કો: અમેરિકા ની સ્થાનિક ઉદ્યોગો ને પ્રોત્સાહન આપવા ની નીતિ ને લીધે એક ચીન સિવાય બધા જ દેશો ના મેટલ ના શેરો માં મંદી નો માહોલ આ બે વર્ષો માં જળવાયો છે. આઠ અઠવાડિયા પહેલા ૮૫ ના છેલ્લા પાંચ વર્ષ ના તળીયે થી આ શેર માં સતત સુધારો જ નોધતો રહ્યો છે. આઠ અઠવાડિયા ની તેજી ની ચાલ માં હવે આ શેર તેની ૨૦૦ અઠવાડિયા ની એક્ષ્પોનેન્શીયલ એવરેજ કે જે ૧૨૯ છે, તેને સ્પર્શે તેવી પ્રબળ સમભાવના છે. તેજી ના વેપાર માં જોકે ૧૦૮ નો સ્ટોપલોસ જાળવવો જરૂરી છે.
No comments:
Post a Comment