સ્ટીમ્યુલસ ના
સ્ટેરોઈડ છતાં હાંફતું અમેરિકા નું અર્થતંત્ર
સોમવાર ના રોજ અચાનક જ
સમાચારો ચમક્યા, “અમેરિકા માં ફોર્સ શટ-ડાઉન”. આ ફોર્સ શટ-ડાઉન એટલે શું, એજ આપણા
માટે નવી વાત હતી. નાણા ના અભાવે અમેરિકા ની સરકાર હાલ માં કામ કરી શકે તેમ નથી.
આથી સરકાર ના ખર્ચા પર કાપ મુકવા માં આવ્યો. આ કાપ માંથી કોઈ પણ બાકાત નહી. એ ભલે
ને અમેરિકા ના રાષ્ટ્રપ્રમુખ હોય. વ્હાઈટ હાઉસ માં જ્યાં ૧૨૦૦ માણસો નો સ્ટાફ હતો,
એની જગ્યાએ હવે ૬૦૦ માણસો જ કામ કરે, માહિતી ખાતું, જાહેર આરોગ્ય ખાતું, અરે
ઇન્ટેલીજેન્સ અને ડીફેન્સ માં પણ કાપ-કૂપ થઇ. હવે, બજાર માં અમેરિકા ના “વધતા
જાહેર દેવા” ની ચર્ચા ફરી જોર પકડશે. અમેરિકા ની સંસદ હાલ માં જે જાહેર દેવા ની
મહત્તમ મર્યાદા પૂરી થઇ ચુકી હોઈ, આ મર્યાદા વધારશે કે નહી તેના વિશ્લેષણો,
અભિપ્રાયો, મંતવ્યો ચર્ચાશે. પરંતુ, આપણે એ ચર્ચા માં કઈ જ સમય વેડફવાની જરૂર નથી.
કેમકે દર વખત ની જેમ આ વખતે પણ છેવટે અમેરિકા ની સંસદ આ દેવા ની મર્યાદા વધારી
દેશે. બે-ચાર દિવસ બધી ન્યુઝ ચેનલ પર અમેરિકા ના જાહેર દેવા ની મર્યાદા પૂરી થઇ ગઈ
હોવાની જોર-શોર થી ચર્ચાઓ ચાલશે. એમાં પાછા તમારા – મારા જેવા ઉતાવળિયા ટ્રેડર એ
ચર્ચાઓ અને વિશ્લેષણો ને સીધા અને સટ અમલ માં મુકવા બજાર માં કોઈક પોઝીશન બનાવી
લેશે અને ફસાશે. છેલ્લા પચીસ વર્ષો માં આશરે બેતાલીસ વખત આ દેવા ની મર્યાદા વધારવા
માં આવી છે. ફરી એક વાર આ દેવા ની મર્યાદા વધશે. પરંતુ, હાલ માં આ જે ઘટના બની છે,
ત્યાં એક વખત પાછળ વળીને જોવાની જરૂર છે. વર્ષ ૨૦૦૮ ની સબ-પ્રાઈમ કટોકટી પછી
અમેરિકા નું બજાર સતત નવા હાઈ બનાવતું રહી હાલ માં લાઈફ-ટાઈમ હાઈ પર ચાલી રહ્યું
છે. ડોલર એમર્જિંગ માર્કેટ્સ ની કરન્સી સામે આ છ વર્ષો દરમ્યાન સતત સુધરતો રહ્યો
છે. એમાં પણ છેલ્લા ચાર મહિના માં મલેશિયા, ઇન્ડોનેશિયા, ભારત, પાકિસ્તાન જેવા
દેશો ની કરન્સી સામે દસ થી પંદર ટકા સપાટાબંધ સુધર્યો. હાલ માં તો અમેરિકા નું
બજાર આ “ફોર્સ શટ-ડાઉન” છતાં સુધરી ને બંધ રહ્યું, ડોલર ઇન્ડેક્ષ તેનું ૮૦ નું
સ્તર જાળવવા માં સફળ રહ્યો અને ડોલર ઇન્ડેક્ષ નરમ રહેવા સાથે, સોના અને ચાંદી માં આંતરાષ્ટ્રીય
બજાર માં એક દિવસ બે થી ત્રણ ટકા ના ઘટાડા નોધાયા, તો બીજા દિવસે ઉછાળા.
અમેરિકા ના બજાર માં
તેજી છેલ્લા તબક્કા ભણી
અમેરિકા ના બજાર માં છ વર્ષ
થી ચાલી રહેલી તેજી અને હાલ ના સંજોગો જોતા ૨૦૦૭ ની ભારતીય બજાર ની તેજી યાદ આવી.
૨૦૦૩ થી ૨૦૦૭ સુધી આપણા શેરબજાર માં તોફાની આખલા પર સવાર તેજી જોવાઈ હતી. ૨૦૦૭ ની
શરૂઆત થી જ વિદેશી રોકાણકારો ની ઓળખ બાબત ગણગણાટ શરુ થઇ ગયો હતો. તે સમયે પી-નોટ
મારફત થતા રોકાણો ચર્ચા નો વિષય બન્યા હતા. અમેરિકા અને કેટલેક અંશે યુરોપીયન ફંડો
એ ભારતીય બજાર માં જે રોકાણો કર્યા હતા, એમાં મહ્દઅંશે એવી કંપનીઓ માં રોકાણો થયા
હતા, જે વધતા ઇન્ફલેશન માં પણ પોતાનો વિકાસદર જાળવી રાખી શકે. જયારે આ પી-નોટ
ધ્વારા ઇન્ફ્રા કંપનીઓ, ભવિષ્ય ની લાર્જ-કેપ થવા જઈ રહેલી કંપનીઓ, ADR – GDR ને
અનુલક્ષી રોકાણો વધારે હતા. પી-નોટ મારફત થતા રોકાણો મોટેભાગે મોરેશિયસ, સાયપ્રસ,
બર્મુડા, દુબઈ, સિંગાપોર વગેરે ટેક્ષ હેવન ગણાતા દેશો માંથી વધારે હતા. આવા રોકાણો
ની પાછળ આપણે પર દોરવાઈ જઈ ને ઇન્ફ્રા અને ભવિષ્ય ની લાર્જ-કેપ કંપનીઓ માં રોકાણો
કર્યા. આ એ સમયગાળો હતો જયારે ડીવીડન્ડ, કંપની નું બીઝનેસ મોડેલ વગેરે જોયા કરતા
રોકાણકારો એના પ્રોજેટકો, ભવિષ્ય માં મળનાર ઓર્ડર, પ્રમોટર ના મંતવ્યો વગેરે ને
મહત્વ આપી રહ્યા હતા. ૨૦૦૭ ના ઓક્ટોબર માસ થી ૨૦૦૮ ની ઉત્તરાયણ દરમ્યાન ફક્ત પચાસ
ટ્રેડીંગ સેશન માં નિફ્ટી ૫૧% વધી હતી. આ ૫૧ સેશન માં તો એમ લાગવા માંડ્યું હતું
કે હવે આખી દુનિયા ને ગેસ RNRL સપ્લાય કરશે, પાવર અને સ્ટીલ બન્ને ક્ષેત્ર માં આખી
દુનિયા માં સહુ થી શક્તિશાળી કંપની હશે – જીન્દાલ સ્ટીલ એન્ડ પાવર. હકીકત માં તેજી નો એ છેલ્લો તબક્કો હતો. ત્યારે
આપણે સહુ “વિકસતું ભારતીય અર્થતંત્ર – આવતીકાલ ની આર્થિક મહાસત્તા” જેવા
સાયકોલોજીકલ પાસાઓ ને રોકાણ નો નિર્ણય લેતી વખતે વધુ મહત્તા આપી રહ્યા હતા. જયારે
અમેરિકા માં સબ-પ્રાઈમ કટોકટી સપાટી પર આવી અને અમેરિકા ના રોકાણો પાછા ખેચાયા
ત્યારે બધા જ શેરો માં કરેકશન જોવાયા, પરંતુ જે પેલા ગણતરીબાજ એફઆઈઆઈ એ ઊંચા
મોઘવારી દર સામે પણ પોતાનો વિકાસદર જાળવી રાખી શકે તેવી કંપનીઓ માં જે રોકાણો
કર્યા હતા, એમાં તેઓ આ છ વર્ષ ની મંદી માં પણ નફો રળતા રહ્યા. જયારે જે પેલા
પી-નોટ મારફત કહેવાતી એફઆઈઆઈ ના જે ઇન્ફ્રા કે ભવિષ્ય ની સિતારા કંપનીઓ માં રોકાણો
થયા હતા, એ કંપનીઓ ના સિતારાઓ સાથે સાથે એમની જન્મકુંડળી પણ બદલાઈ ગઈ. કહેવાનો મતલબ અહી એ છે કે તેજી મોટેભાગે કોઇપણ
બજાર, કોમોડીટી કે કરન્સી માં ત્રણ તબક્કા માં જોવાય છે અને મંદી બે તબક્કા માં.
જયારે કોઇપણ ટ્રેન્ડ નો છેલ્લો તબક્કો હોય, ત્યારે સાયકોલોજીકલ કારણો વધારે મહત્તા
પ્રાપ્ત કરતા જણાય. હાલ ના સંજોગો માં ‘અમેરિકા વિશ્વ નું સહુ થી શક્તિશાળી
અર્થતંત્ર, અમેરિકા આધારભૂત અર્થતંત્ર” જેવા સાયકોલોજીકલ કારણો અમેરિકી રોકાણકારો
માં વધારે મહત્તા ધારણ કરી રહ્યા છે. આ
જોતા છેલ્લા છ વર્ષ થી અમેરિકી બજારો માં ચાલી રહેલી તેજી હાલ ના “ફોર્સ શટ-ડાઉન”
ને અવગણી ને પણ પોતાની આગેકુચ જાળવી રાખે. પરંતુ, હવે પછી ની કોઇપણ આર્થિક બદલાવ,
ખાસ કરીને યુએસ ફેડ દ્વારા બોન્ડ ખરીદી પર ના નિર્ણય માં બદલાવ, અમેરિકા ના બજારો
માં ટ્રેન્ડ રિવર્સલ લાવી શકે.
અમેરિકા ના આર્થિક બદલાવ
ભારત માટે મહત્વપૂર્ણ
૨૦૦૨ થી ૨૦૦૮ દરમ્યાન
|
યુએસ ડોલર ઇન્ડેક્ષ
|
૧૨૦ થી ઘટી ને ૬૭
|
|
નિફ્ટી
|
૨૮૦૦ થી વધીને ૬૩૦૦
|
૨૦૦૮ થી ૨૦૧૩ દરમ્યાન
|
યુએસ ડોલર ઇન્ડેક્ષ
|
૬૭ થી ૮૪
|
|
નિફ્ટી
|
૬૩૦૦ થી ૫૭૦૦
|
વન્સ અપોન અ ટાઈમ ઇન સ્ટોક
માર્કેટ જે BRICS દેશો (બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સિંગાપોર) ના શક્તિશાળી
અને ધમધમતા અર્થતંત્રો ની દુનિયા ના ખૂણે-ખૂણે ચર્ચા થતી હતી, એ BRICS દેશો ના
અર્થતંત્રો માં ફક્ત ચીન અને સિંગાપોર આ છ વર્ષો દરમ્યાન પોતાનો વિકાસદર જાળવવા
માં સફળ રહ્યા. છ વર્ષ પહેલા જે ડોલર ઇન્ડેક્ષ માં યુ-ટર્ન જોવાયો, ત્યાં આ બધા
દેશો ની તેજી ની હવા નીકળી ગઈ. હા, આ છ વર્ષો દરમ્યાન શેરબજાર મહ્દઅંશે ટકેલું
રહ્યું. આશરે પુરા ચાર વર્ષ તો નિફ્ટી ૫૫૦૦ થી ૬૦૦૦ ની રેંજ જાળવવા માં સફળ રહી.
પરંતુ, અહી એ નોધવું રહ્યું કે આ ગાળા માં સન ફાર્મા, આઈટીસી, એચસીએલ ટેક, ટીસીએસ,
એશિયન પેઈન્ટ્સ, તાતા મોટર, મહિન્દ્રા અને મહિન્દ્રા, લ્યુપીન, હિન્દુસ્તાન લીવર,
એચડીએફસી બેંક, એક્ષિસબેંક, કોટક બેંક, વિપ્રો, ઈન્ફોસીસ, એસીસી, અલ્ટ્રાટેક
સિમેન્ટ, અંબુજા સિમેન્ટ જેવી કંપનીઓ જે ઊંચા મોઘવારીદર વચ્ચે પણ પોતાનો વૃદ્ધિદર
જાળવી રાખવા માં સફળ રહી, એમના ભાવો જ સુધરતા રહ્યા અને સરવાળે ઇન્ડેક્ષ જળવાયેલા
રહ્યા. એમ માનો ને કે પચીસ કંપનીઓ ના જોરે ઇન્ડેક્ષ જળવાયેલા રહ્યા જયારે ૨૦૦ થી
વધારે કંપનીઓ માં છ વર્ષ પહેલા ના રૂપિયા ૧૦૦ ના રોકાણ ના આજે માંડ રૂપિયા ૧૦ આવે
છે. ટુકમાં, આપણે સિંગાપોર ની જેમ એફઆઈઆઈ ની સમાંતર પોતાનું રોકાણ માળખું ઉભું
કરવા માં સફળ રહ્યા નથી. એ સંજોગો માં અમેરિકા જો અમેરિકા ના અર્થતંત્ર માં
ડામાડોળ પરિસ્થિતિ સર્જાય તો ભારત માં રોકાણો અવશ્ય વધે. અને ભારત ના બજાર માં
વિદેશી રોકાણો સિવાય તેજી શક્ય પણ નથી.
No comments:
Post a Comment