૬૩૩૫ - નિફ્ટી સ્પોટ માટે "લાઈન ઓફ કન્ટ્રોલ"
તા. ૫ ઓક્ટોબર ના રોજ નિફ્ટી માં વીકલી ચાર્ટ પર રચાઈ રહેલ "કપ એન્ડ હેન્ડલ" પેટર્ન વિષે જણાવ્યું હતું.
જયારે બજાર માં સર્વત્ર "વેચો-વેચો" ની વાતો સાંભળવા મળતી હતી, ત્યારે આપણી આ વેબ-સાઈટ પર નિફ્ટી માટે ૬૨૨૦ નું ટાર્ગેટ જણાવ્યું હતું. હાલ માં ખરાબ ઔદ્યોગિક ઉત્પાદન ના આંકડા (આઈઆઈપી) અને તેજી માટે ના કોઇપણ સમાચાર ના અભાવ છતાં બજાર માં સતત લેવાલી જળવાયેલી રહી. ડોલર ઇન્ડેક્ષ માં શરુ થયેલ નરમી કે બીજા શબ્દો માં કહીએ તો ડોલર યુરો, પાઉન્ડ જેવી કરન્સી સામે નરમ રહેવા નું શરુ થતા, એમર્જિંગ માર્કેટ્સ માં તેજી જોવાઈ છે.
બ્રેક-આઉટ સાચું પણ, સાવચેતી જરૂરી
આપણી "કપ એન્ડ હેન્ડલ" પેટર્ન માં ૬૧૦૦ ની ઉપર બ્રેક-આઉટ જણાવ્યું હતું, ગયા અઠવાડિયે નિફ્ટી સ્પોટ ના ૬૧૮૧ ના બંધ સાથે આ બ્રેક-આઉટ કન્ફર્મ થયું છે. પરંતુ, અહી એ ન ભૂલવું જોઈએ કે આ વીકલી ચાર્ટ ના બ્રેક-આઉટ ની વાત ચાલે છે. મોટે ભાગે આવા બ્રેક-આઉટ ને એક થી વધારે પ્રયત્ન ની જરૂર પડે છે. હાલ માં ચાલતો આ વર્ટીકલ રાઈસ મુખ્ય અવરોધ પાસે થી એકાદ કરેકશન આપે એવી શક્યતા વધારે છે.
છેલ્લા આઠ અઠવાડિયા થી નિફ્ટી માં વર્ટીકલ રાઈસ
ઓગસ્ટ મહિના ના છેલ્લા અઠવાડિયા માં નિફ્ટી માં જ્યાં ૫૧૧૮ નું બોટમ બન્યું, ત્યાર થી નિફ્ટી માં સીધી અને સડસડાટ ચાલ જળવાયેલી છે. સપ્ટેમ્બર માસ ના એક અઠવાડિયા ને બાદ કરતા બધા જ અઠવાડિયા ના બંધ સાપ્તાહિક ખુલ્યા ભાવ થી ઉપર રહ્યા છે. આ જોતા નવેમ્બર ૨૦૧૦ નો ૬૩૩૫ નો સાપ્તાહિક ખુલ્યો અને ઉંચો આંક નિફ્ટી ની આ દોડ ને થંભાવે.
ઇન્ડેક્ષ શેરો માં રિલાયન્સ, ભારતી દમદાર: તોફાની દોર માં હેવીવેટ ટ્રેડીંગ માટે સલામત વિકલ્પ
ગયા અઠવાડિયે રિલાયન્સ ૨૦૦ અઠવાડિયા ની એવરેજ કે જે ૮૬૫ આસપાસ છે, ત્યાં ખુલ્યો અને ૯૦૦ ના આંક ની ઉપર બંધ રહ્યો. ડોલર સામે સુધરતો રૂપિયો અને આંતરાષ્ટ્રીય બજારો માં તોફાની ક્રુડ - આ સંજોગો રિલાયન્સ ને આવનાર સમય માં ખુબ ફાયદો કરાવે. ક્રુડ અને ડોલર વિષે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું, પણ હાલ માં રિલાયન્સ ૯૨૨ અને ૯૪૫ ના લેવલ તરફી રહે.
નિફ્ટી જુનીયર શેરો માં વધારે તોફાની ચાલ
મુખ્ય ઇન્ડેક્ષો ના આ ઉછાળા ને પગલે અન્ય શેરો માં વધારે તોફાની તેજી ની ચાલ જોવાય. પરંતુ આવી ચાલ માં ફસાવા થી દુર રહેવું હિતાવહ. અગર પોઝીશન બનાવી હોય તો યોગ્ય સ્ટોપલોસ અવશ્ય રાખવો.



No comments:
Post a Comment