24/11/2012
વીતેલા સપ્તાહ માં ડોલર ઇન્ડેક્ષ ઘટાડા તરફી રહ્યો, પણ રૂપિયા સામે ડોલર સુધારા તરફી રહ્યો. ડોલર રૂપિયા સામે વર્ષ 2012 માં હાલ માં પોણા ચાર ટકા જેટલો સુધારો દર્શાવી ચુક્યો છે, જયારે ડોલરે વૈશ્વિક કરન્સી સામે 0.60% જેટલો જ સુધારો દર્શાવ્યો છે. ગતાંક માં અહી જણાવ્યા મુજબ ડોલર ઇન્ડેક્ષ સતત 6 સપ્તાહ થી સુધારા તરફી હોઈ, ગયા અઠવાડિયે કરેકશન જોવાયું. અહી એ નોધવું રહ્યું કે ડોલર ઇન્ડેક્ષ માં આશરે 40% જેટલું વેઇટેજ યુરો નું છે. ગયા અઠવાડિયે યુરો એ ડોલર સામે 1% થી વધારે નો સુધારો દર્શાવ્યો. યુરોપીયન કરન્સી યુરો અને બ્રિટીશ પાઉંન્ડ ડોલર સામે સુધર્યા જયારે એશિયન કરન્સી યેન અને રૂપિયા માં ઘસારો જોવાયો. આગળ આપણે આ કોલમ માં ચર્ચા કરી હતી કે છેલ્લા ચાર વર્ષ માં રૂપિયા નું ડોલર સામેં અન્ય વૈશ્વિક કરન્સી ની સરખામણીએ વધુ ધોવાણ જોવાયું છે. એમાં પણ વર્ષ 2011 વધુ ખરાબ રહ્યું અને ડોલર અન્ય કરન્સી સામે લગભગ સ્થિર રહ્યો છતાં રૂપિયા સામે વર્ષ 2011 માં આશરે 13% કરતા પણ વધારે નો સુધારો દર્શાવ્યો. જયારે વર્ષ 2012 માં ડોલર રૂપિયા સામે અન્ય વૈશ્વિક કરન્સી ની સમતોલ ચાલતો જોવાયો હતો. પણ ગયા સપ્તાહ ના છેલ્લા દિવસે ફરી પાછો આ ટ્રેન્ડ બદલાતો જોવાયો અને ડોલર ઇન્ડેક્ષ માં સપ્તાહ દરમ્યાન અડધા ટકા ના ઘટાડા સામે ડોલર રૂપિયા સામે અડધા ટકા જેટલો વધેલો રહ્યો. હવે આ સપ્તાહ માં ડોલર ઇન્ડેક્ષ ફરી પાછી તેની 200 દિવસ ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ (EMA) 79.90 પાસે હોઈ, તે નિર્ણાયક રહે. જયારે રૂપિયા સામે હજી પણ ડોલર માં 55.75 - 56.20 ની રેંજ ની શક્યતા નકારી શકાય નહિ.
ગતાંક માં અહી આપણે ક્રુડ ઓઈલ માટે 4762 અકબંધ રહેતા 4932 સુધી ના ઉછાળા ની શક્યતા અને 4939 મહત્વ નું રેસીસ્ટેન્સ જણાવેલું. સોમવાર ના રોજ જ ક્રુડ ઓઈલ 4850 આસપાસ ખુલી 4941 સુધી જોવાયું. પરંતુ, મંગળવાર ના રોજ નવેમ્બર સીરીઝ ની એક્ષ્પાયરી માં કડાકો જોવાયો. બુધવાર ના રોજ ડીસેમ્બર વાયદો અહી જણાવેલ 4791 ના સપોર્ટ થી (બુધવાર ના રોજ 4793 નો નીચો ભાવ) પૂરા અઠવાડિયા દરમ્યાન સુધારા તરફી રહ્યો. પરંતુ, હજી સુધી આપણા 4939 ના રેસીસ્ટેન્સ ઉપર બંધ રહેવા માં સફળ રહ્યો નથી. હવે આગામી સપ્તાહ માં ક્રુડ માં 4972 અને 5002 મહત્વ ના રેસીસ્ટેન્સ અને 4776 સપોર્ટ છે. હાલ ના તબક્કે 4826 અકબંધ રહે તો 5000 સુધી ના ઉછાળા ની શક્યતા નકારી શકાય નહિ.
જયારે સમગ્ર સપ્તાહ દરમ્યાન ગતાંક માં અહી જણાવેલ 31840 ના રેસીસ્ટેન્સ આસપાસ અટવાતા સોના માં સપ્તાહ ના છેલ્લા દિવસે રૂપિયા ના ડોલર સામે ના ધોવાણ ને પગલે 32250 સુધી ની તેજી જોવાઈ. સોના માટે આગળ આપણે આ કોલમ માં ચર્ચા કરી હતી કે જયારે ડોલર અન્ય કરન્સી સામે ઘટે પણ રૂપિયા સામે વધે તે કિસ્સા માં સોના માં તેજી નું રમખાણ સર્જાય છે. ગયા અઠવાડિયા માં ગ્લોબલ કરન્સી માં આ ટ્રેન્ડ બનતા સપ્તાહ ની શરૂઆત માં 31700 આસપાસ રહેલ સોના માં 500 રૂપિયા થી પણ વધારે નો ઉછાળો જોવાયો. હવે, આ સપ્તાહ માં ડોલર રૂપિયા સામે 55.65 - 70 ની ઉપર ની રેંજ ન બતાવે ત્યાં સુધી 32438 મહત્વ નું રેસીસ્ટેન્સ કહી શકાય. જયારે 31835 મહત્વ નો સપોર્ટ ગણાય.
ચાંદી માં ગતાંક માં અહી 62450 સુધી ની તેજી ની શક્યતા જણાવેલ. સપ્તાહ ની શરૂઆત થી જ સુધારા તરફી રહેલ ચાંદી માં 62200 આસપાસ અવરોધ જોવાયો. પણ, શુક્રવાર ના રોજ સોના ની સાથે સાથે ઉછાળો જોવાયો અને ચાંદી સપ્તાહ ના રૂપિયા 2500 ના ઉછાળા સાથે 63500 ની પાર જોવાઈ. હાલ ના તબક્કે ચાંદી માં 63845 નજીક નો રેસીસ્ટેન્સ છે. આગામી સપ્તાહ માં શરૂઆત ન દિવસો માં લેવાલી નો અભાવ વર્તાવા ની શક્યતા છે. પરંતુ, ચાંદી માં હજી પણ ટ્રેન્ડ તેજી તરફી જ છે. હવે ચાંદી માં 61850 સાપ્તાહિક સપોર્ટ કહી શકાય. ચાંદી અગર તેના નજીક ના રેસીસ્ટે 63850 પર બંધ રહેવા માં સફળ રહે તો 64850 સુધી ના ઉછાળા ની શક્યતા નકારી શકાય નહી.
ગતાંક અહી કોપર માં 423 ઉપર નો બંધ આવતા 431 સુધી ની તેજી ની શક્યતા જણાવી હતી. પરંતુ, સોમવાર ના રોજ જ નવેમ્બર વાયદો 422 ખુલી, 428.30 બંધ રહ્યો અને મંગળવાર ના રોજ 431 નો ઉચો ભાવ જોવા મળ્યો. જયારે બુધવાર ના રોજ 423 સુધી ના ઘટાડા બાદ સતત અઠવાડિયા દરમ્યાન સુધારા તરફી રહી શુક્રવાર ના રોજ 431.30 નો ઉચો ભાવ બતાવી 430.95 બંધ રહ્યો. આ સપ્તાહ દરમ્યાન 437.60 - 437.75 મહત્વ નો અવરોધ અને નીચે માં હવે 426.60 મહત્વ નો સપોર્ટ છે.
નિકલ માટે ગતાંક માં અહી 893 વટાવતા 915 ની તેજી ની શક્યતા જણાવેલ. સોમવાર ના રોજ 885 આસપાસ ખૂલેલ વાયદા માં 898.60 નો બંધ આવ્યા બાદ સમગ્ર સપ્તાહ દરમ્યાન નિકલ સુધારા તરફી રહી, શુક્રવાર ના રોજ 920 પાસે બંધ રહ્યું. હવે, આ અઠવાડિયા માં નિકલ માં 936.60 - 937.80 નો અવરોધ છે. જોકે 936.6 ઉપર નો બંધ આવતા રુખ તેજી તરફી રહે. પરંતુ, 937.80 વતાવવા માં અસમર્થ રહે તો ફરી પાછી 904 - 902 સુધી ની શક્યતા ગણી શકાય.
અઠવાડિયા ના શરૂઆત ના બે દિવસો માં નરમ રહેલ લેડ માં છેલ્લા બે દિવસ માં તોફાની તેજી જોવાઈ. પરંતુ, ગતાંક માં અહી જણાવેલ 123.1 ના રેસીસ્ટેન્સ ને પાર કરવા માં લેડ સફળ રહ્યું નથી. શુક્રવાર ના રોજ 121.90 બંધ રહેલ વાયદા માં હવે 124.75 મોટો રેસીસ્ટેન્સ છે, જયારે ગુરુવાર ના રોજ બનેલ 118.80 નો નીચો ભાવ મહત્વ નો ટેકો કહી શકાય.
ઝીંક માટે ગતાંક માં 104.40 અકબંધ રહેતા 107.30 ની શક્યતા જણાવેલ. સોમવાર ના રોજ 105.20 ખૂલેલ ઝીંક ના વાયદા માં બુધવાર ના રોજ 104 નો નીચો ભાવ બતાવ્યા બાદ છેલ્લા બે દિવસ માં મોટો ઉછાળો જોવાયો અને ડીસેમ્બર વાયદો શુક્રવાર ના રોજ 107.70 બંધ રહ્યો. હાલ માં તો ઝીંક નો ડેઈલી અને વીકલી ચાર્ટ બ્રેક-આઉટ બતાવે છે. પરંતુ, તા 30 ઓક્ટોબર ના 96.55 ના નીચા ભાવ થી ઝીંક આ માસ માં 12 - 13 ટકા નો સુધારો નોધાવી ચુક્યું હોઈ, હાલ માં સાવચેતી જરૂરી છે. શુક્રવાર ના રોજ 107.70 બંધ રહેલ ઝીંક વાયદા માં આ અઠવાડિયા માં 109.10 મોટો અવરોધ છે. જયારે નિકલ ની જેમ ગુરુવાર ના રોજ બનેલ 104.85 નો નીચો ભાવ હવે મહત્વ નો ટેકો ગણી શકાય.
એલ્યુમીનીયમ શુક્રવાર ના રોજ ગતાંક માં અહી જણાવેલ 108.80 ના રેસીસ્ટેન્સ ની ઉપર 108.90 બંધ રહ્યું. હવે, આ સપ્તાહ માં 110.35 સુધી ની તેજી ની શક્યતા કહી શકાય. જયારે, લેડ અને ઝીંક ની જેમ ગુરુવાર ના રોજ જોવાયેલ 106.05 નો નીચો ભાવ મહત્વ નો ટેકો કહી શકાય.
દિવાળી ની રજાઓ પછી વાયદા ની એક્ષ્પાયરી ના પગલે સપ્તાહ ની શરૂઆત માં એગ્રો કોમોડીટી માં કામકાજ ધીમા રહ્યા. સપ્તાહ ની શરૂઆત માં રાજકોટ એરંડા વાયદો 3720 - 25 જોવાયા બાદ 3670 આસપાસ રહ્યો. જયારે NCDEX માં ડીસેમ્બર વાયદો 3500-05 આસપાસ રહ્યો. સોયાબીન ઇન્દોર NCDEX ડીસેમ્બર વાયદો નવી સીરીઝ ની શરૂઆત માં 3280 આસપાસ થી ઘટાડા તરફી રહી નીચે માં 3213 -14 સુધી જોવાયા બાદ 3242.50 બંધ રહ્યો. જ્યારે ડીસેમ્બર નો સોયારિફાઈન વાયદો 701 આસપાસ થી સુધારા તરફી રહી 717 સુધી જોવાયો.
મરી માં NCDEX ડીસેમ્બર વાયદો સીરીઝ ની શરૂઆત સાથે જ ઘટાડા તરફી રહી 39100 ના ઉચા મથાળે થી ઘટી 37600 સુધી નો ઘટાડો દર્શાવ્યા બાદ 38495 બંધ રહ્યો. કેટલાક વેપારીઓ ના મતે આ સપ્તાહ દરમ્યાન વાયદા માં શરૂઆતી ઘટાડા બાદ લેવાલી નીકળતા 39500 સુધી ના ઉછાળા ની શક્યતા નકારી શકાય નહિ. હળદર માં NCDEX ડીસેમ્બર વાયદા ની શરૂઆત માં જ ઉપલી સર્કીટ જોવાઈ. પરંતુ, શુકવાર ના રોજ ઘટી ડીસેમ્બર વાયદો 5146 બંધ રહ્યો. જીરા ના NCDEX ના વાયદા માં શુકવાર ના રોજ ઘટાડો જોવાયો અને 14537 બંધ રહ્યો. કપાસ મા પણ જીરા ની જેમ હાલ માં કામકાજો મર્યાદિત છે. પરંતુ, ત્રણેક અઠવાડિયા થી મર્યાદિત રેંજ માં રહેલ જીરા અને કપાસ ના ભાવો માં આ અઠવાડિયે નવી રેંજ / દિશા જોવાવા ની શક્યતા છે.
નિષ્ણાતો ના મતે આ ચોમાસા માં વરસાદ તો પૂરતો રહ્યો જેથી પિયત ની તો અછત નહિ વર્તાય. પરંતુ આ વખતે વરસાદ ખેચાતા તેના પગલે અનાજ, કઠોળ અને તેલીબીયા ના મુખ્ય ઉત્પાદક રાજ્યો માં વાવણી પણ ખેચાઈ. સરકારે આ વખતે ઉત્પાદન માં અનાજ નો આશરે 25 કરોડ ટન નો, કઠોળ નો પોણા બે કરોડ ટન નો અને તેલીબીયા નો આશરે ત્રણ કરોડ ટન નો લક્ષ્યાંક રાખેલ છે, જે પાછલા વર્ષ કરતા 7% જેટલો વધારે છે. મોડા પણ પૂરતા વરસાદે નદી, નાળા, ચેક-ડેમ છલકાઈ ઉઠતા સારા ઉત્પાદન ની આશા સેવાઈ રહી છે.
એશીયાઇ બજારો માં ડોલર નું તોફાન
ડોલર યુરોપીયન કરન્સી સામે ઘસાયો, પણ રૂપિયા સામે મજબૂત
સોના - ચાંદી માં તેજી નું તોફાન

No comments:
Post a Comment