05/11/2012
ગુજરાત ગાર્ડિયન ના સર્વ વાચક મિત્રો ને દિવાળી ની શુભકામના. આશા રાખીએ કે વિ .સં 2069 મંગલમય અને પ્રગતિકારક રહે.
વીતેલા ત્રણ - ચાર વર્ષો પર નજર કરીએ તો આ ગાળા દરમ્યાન શેર બજાર માં વોલ્યુમો સતત ઘટતા અને રોકાણકારો શેરબજારો થી વિમુખ થતા જોવાયા છે. પણ બજાર છેલ્લા ત્રણ વર્ષો માં રેંજ બાઉન્ડ રહી, ધીમે - ધીમે ઉપર ની રેંજ પકડતું રહ્યું છે. એમાં પણ પાછલા એક વર્ષ માં શેર બજાર ખરાબ સમાચારો પાછળ સાધારણ ઘટાડા આપતું અને પછી ધીમે ધીમે એ ઘટાડો રીકવર કરતુ અને પોઝીટીવ સમાચારો ના પગલે ઉછાળા આપતું જોવાયું. 2008 સુધી ની તેજી ના તોફાની અશ્વો જેવા કે ADAG શેર, ઇન્ફ્રા ક્ષેત્ર ના શેર કે ટેલીકોમ શેર ભલે તળિયે રહ્યા, પણ ઇન્ડેક્ષ ધીમા પણ મોટા કડાકા વગર સુધારા તરફી રહ્યા.
અહી એ અવશ્ય કહીશ કે એવરેજ ટ્રેડર જે મંદી ના રોજેરોજ ના વેપાર થી ટેવાઈ ગયા છે તેમણે પોતાના ટ્રેડીંગ અભિગમ માટે એક વખત વિચાર અવશ્ય કરી લેવો જોઈએ. સાથે સાથે વિવિધ એક્ષચેન્જો એ કરેલ પ્રવાહિતા અને રોકાણ ના વિકલ્પ લક્ષી સુધારા ને પણ અવશ્ય ધ્યાન પર લેવા જોઈએ. પાછલા 2 વર્ષો માં NSE એ વૈશ્વિક ઇન્ડેક્ષ જેવા કે DJIA, FTSE 100 અને S&P500 ના ફ્યુચર અને ઓપ્શન્સ તથા કરન્સી ના ફ્યુચર અને ઓપ્શન્સ શરુ કરી રોકાણકારો ને રિસ્ક હેજ કરવાની તેમજ ગ્લોબલ ઇવેન્ટ નો લાભ ઉઠાવવા ની તક પૂરી પાડી તો BSE એ પણ સેન્સેક્ષ ના ફ્યુચર અને ઓપ્શન્સ ઉપરાંત BSE 100 ના ડેરીવેટીવ ટ્રેડરો માટે ખુલ્લા મુક્યા. ટૂક માં ટ્રેડરે બજાર માં આવેલ ચેન્જ ને અનુરૂપ પોતાની સ્ટ્રેટેજી એવી રીતે બનાવવી જોઈએ કે જેથી મહત્તમ લાભ ઉઠાવી શકે.
ગ્લોબલ માર્કેટ ની વાત પર આવીએ તો ડોલર ઇન્ડેક્ષ કે જે ગયા વર્ષે અડધા ટકા ના ઘટાડા પર રહ્યો તે આ વર્ષે આ લખાય છે ત્યાં સુધી 4.5% નો વધારો દર્શાવી ચુક્યો છે. છેલ્લા ચાર વર્ષો થી કોન્સોલીડેશન માં રહેલ ડોલર ઇન્ડેક્ષ હવે કોઈ મોટા ફેરફારો ની એંધાણી આપી રહ્યો છે. માટે જ, આ વર્ષ માં ટ્રેડરે પાછલા વર્ષ માં નોધેલા મહત્વ ના લેવલ કે કેળવેલા ટ્રેડીંગ અભિગમ માટે એક વખત હોમવર્ક જરૂર થી કરી લેવું. હાલ પુરતો ડોલર ઇન્ડેક્ષ 76.60 થી 83.60 ની રેંજ માં છે. પરંતુ આ રેંજ માંથી બ્રેક-આઉટ બધાજ બજારો માટે નિર્ણાયક રહેશે.
ડોલર સામે રૂપિયો (USDINR): વિ . સં 2068 માં રૂપિયો ડોલર સામે હાલ માં આશરે દસ ટકા થી પણ વધારે નો ઘસારો દર્શાવી રહ્યો છે. પણ અત્રે એ નોધવું ઘટ્યું કે નવેમ્બેર 2010 થી નવેમ્બેર 2011 ના ગાળા માં જયારે ડોલર અન્ય કરન્સી સામે અડધા ટકા જેટલો ઘટ્યો છતાં પણ રૂપિયા સામે તો આશરે દસ ટકા જેટલો સુધર્યો હતો. પરંતુ, નવેમ્બેર 2011 થી નવેમ્બેર 2012 ના ગાળા માં ડોલર અન્ય કરન્સી સામે સાડા ચાર ટકા જેટલો સુધર્યો ત્યારે રૂપિયા સામે આશરે સાડા દસ ટકા જેટલો સુધર્યો. આમ ચાલુ વર્ષ માં રૂપિયા નો ડોલર સામે નો ઘસારો ધીમો જરૂર પડી રહ્યો છે. વિ .સં 2069 માં ડોલર નું રૂપિયા સામે નું 56.55 અને 51.10 સહુ થી નિર્ણાયક સ્તર છે. આ સ્તર ની આસપાસ શેર બજાર તેમજ કોમોડીટી બજારો માં મોટી અફડાતફડી જોવા મળે.
સોનું: નવેમ્બેર 2011 થી નવેમ્બેર 2012 ના ગાળા માં સોના માં આશરે 13.5% જેટલો સુધારો જોવાયો છે. પરંતુ, આ જ ગાળા માં ગ્લોબલ માર્કેટ માં સોના ના ભાવ માં અડધા ટકા થી પણ ઓછો વધારો થયો છે. જો કે વિ .સં 2068 નો આ 13.5% નો સુધારો વિ . સં .2067 ના 38% જેટલા જંગી વધારા ની સરખામણીએ તો સામાન્ય રહ્યો. પાછલા ત્રણ વર્ષો ના સોના ના ભાવો પર નજર કરીએ તો એ સ્પષ્ટ છે કે જયારે ગ્લોબલ માર્કેટ માં ડોલર ઘટ્યો ત્યારે સલામત રોકાણ ના વિકલ્પ તરીકે રોકાણકારો ની લેવાલી ને પગલે વૈશ્વિક બજાર માં અને તેની પાછળ ઘર-આંગણે સોના ના ભાવ વધ્યા. પરંતુ જયારે ડોલર માં સુધારો જોવાયો ત્યારે, રૂપિયા માં આવેલ ઘસારા ને લીધે ઘર-આંગણે સોના ના ભાવ વધ્યા. આમ ડોલર વધે કે ઘટે, બંને કિસ્સા માં સોના ના ભાવ વધતા જોવાયા છે. હવે આપણે આગળ જોયું તેમ, ચાલુ વર્ષ માં રૂપિયા નો ડોલર સામે નો ઘસારો ગયા વર્ષ કરતા ધીમો પડી રહ્યો છે. આમ જો, રૂપિયો ગ્લોબલ માર્કેટ માં સુધરતા ડોલર સામે પણ સ્થિર રહે કે સુધારો દર્શાવે તો સોના ની આ તેજી એક મોટા કરેકશન માં ફેરવાઈ જાય. જો કે જ્યાં સુધી 30,100 ની ઉપર છે, સરવાળે ટ્રેન્ડ પોઝીટીવ કહેવાય. અને 29300 ની નીચે કરેકશન ઝડપી બને.
ચાંદી: સપ્ટેમ્બર 2011 માં $26.05 નો અમેરિકી બજાર માં નીચો ભાવ બતાવ્યા પછી ચાંદી બે (ડીસેમ્બર 2011 અને જુલાઈ 2012) વખત આ સ્તર થી સપોર્ટ લઇ ચુકી છે. આમ $26 આસપાસ ડેઈલી, વીકલી તેમ જ મંથલી ચાર્ટ પર ત્રિપલ બોટમ ફોર્મેશન જોવાયું છે. આથી વર્ષ દરમ્યાન ના ઘટાડા માં આ સ્તર ઘણું મહત્વ નું ગણાય. જયારે ઉપર માં હવે $35.15 ને મોટો રેસીસ્ટેન્સ ગણવો. જયારે આપણા બજાર માટે ચાંદી જ્યાં સુધી 52000 ની ઉપર રહે સરવાળે ટ્રેન્ડ તેજી નો કહેવાય.
ક્રુડ: હાલ માં તો ક્રુડ માં રુખ મંદી તરફી જોવાયો છે. યુ એસ ક્રુડ માં $82.22 તૂટતા $77.6 સુધી ની મંદી ની શક્યતા છે. પરંતુ જુન 2012 માં $77.25 એક મહત્વ નો સપોર્ટ હોઈ આ સ્તર વર્ષ દરમ્યાન ઘણું નિર્ણાયક રહે. જયારે ઉપર માં $92.77 અને $100 મહત્વ ના રેસીસ્ટેન્સ છે. જયારે MCX માં 4440 ને જ મહત્વ નો ટેકો ગણાય. અહી એ નોધવું રહ્યું કે યુ એસ માર્કેટ માં નવેમ્બેર 2011 થી નવેમ્બર 2012 દરમ્યાન ક્રુડ ના ભાવ માં આશરે 6.30% જેટલો ઘટાડો થયા હોવા છતાં MCX ના ભાવો માં આ ગાળા માં આશરે 3.5% જેટલો સુધારો જોવાયો છે. વર્ષ 2011 માં અખાતી દેશો માં જોવાયેલી રાજકીય અસ્થિરતા ની સરખામણીએ વર્ષ 2012 માં ક્રુડ માં સપ્લાય લગભગ સ્થિર રહ્યો તેમ જ ડોલર ઇન્ડેક્ષ માં પણ કોઈ મોટી ઉથલપાથલ રહી નથી. પરંતુ, ડોલર ઇન્ડેક્ષ નું હાલ ની રેંજ માંથી ગમે તે તરફ નું બ્રેક-આઉટ મોટી ઉથલપાથલ સર્જી શકે.
એલ્યુમીનીયમ, કોપર, નિકલ, લીડ અને ઝીંક:
મેટલ સ્પેસ માં નિકલ સતત બીજા વર્ષે ઘટાડા તરફી રહ્યું. જયારે ગયા વર્ષે આશરે 9% જેટલું ઘટેલ લીડ આ વર્ષે 10% જેટલું વધતું જોવાયું. જયારે કોપર સતત બીજા વર્ષે પણ સુધારા તરફી રહ્યું. જયારે ઝીંક 3.5% જેટલો સાધારણ સુધારો તો એલ્યુમીનીયમ માં 5% જેટલો ઘટાડો જોવાયો. પાછલા બે-એક વર્ષો માં ચીન-ભારત જેવા વિકાસશીલ દેશો ના અર્થતંત્ર માં રહેલ નરમી ન ચાલતા ઔદ્યોગિક ધાતુઓ ની માંગ માં સુસ્તી જોવાઈ છે. વર્ષ દરમ્યાન વિકાસશીલ દેશો ની આર્થિક નીતિઓ તેમ જ ડોલર ની વધઘટ આ મેટલ્સ માટે નિર્ણાયક રહે.
જયારે હાલ ની સીઝન માં કપાસ માં 850 અને 900 જ મહત્વ ના ટેકા છે તો જીરા માં 13250 નો ટેકો અને 15500 નો રેસીસ્ટેન્સ ગણી શકાય. વર્ષ દરમ્યાન નિકાસનીતિ ને લગતી જાહેરાતો આ બંને કોમોડીટી માં નિર્ણાયક રહે.
વર્ષ દરમ્યાન ડોલર ઇન્ડેક્ષ ની 76.60 - 83.60 રેંજ નું બ્રેક-આઉટ શેર બજાર, ધાતુઓ તેમ જ ક્રુડ માટે નિર્ણાયક
વર્ષ દરમ્યાન સોના માં સાવચેતી જરૂરી
ચાંદી માં $26 વર્ષ માટે મહત્વ નો ટેકો

| નવે 2011 થી નવે 2012 ફેરફાર % | નવે 2012 | નવે 2010 થી નવે 2011 ફેરફાર % | નવે 2011 | |
| ડોલર સામે રૂપિયો (USDINR) | 10.71% | 53.8 | 9.76% | 48.59 |
| ડોલર ઇન્ડેક્ષ | 4.54% | 80.02 | -0.5% | 76.54 |
| સોનું (US) | 0.35% | $ 1720 | 25.76% | $ 1713.99 |
| સોનું (MCX) | 13.5% | રુ 31090 | 38.07% | રૂ. 27393 |
| ચાંદી (US) | -5.54% | $ 32.28 | 36.88% | $ 34.18 |
| ચાંદી (MCX) | 5.96% | રૂ. 59870 | 51.93% | રૂ. 56500 |
| ક્રુડ (US) | -6.37% | $ 86.90 | 14.03% | $ 92.81 |
| ક્રુડ (MCX) | 3.42% | રૂ. 4662 | 24.05% | રૂ. 4508 |
| MCX | નવે 2011 થી નવે 2012 ફેરફાર % | નવે 2012 | નવે 2010 થી નવે 2011 ફેરફાર % | નવે 2011 |
| એલ્યુમીનીયમ | -4.94% | રૂ. 102.90 | 2.32% | રૂ. 108.25 |
| કોપર | 7.49% | રૂ. 419.70 | 5.96% | રૂ. 390.45 |
| લીડ | 10.8% | રૂ. 111.80 | -8.94% | રૂ. 100.90 |
| નિકલ | -8.35% | રૂ. 879.90 | -7.59% | રૂ. 960.10 |
| ઝીંક | 3.57% | રૂ. 100.00 | -11.83% | રૂ. 96.55 |
વર્ષ દરમ્યાન ડોલર ઇન્ડેક્ષ ની 76.60 - 83.60 રેંજ નું બ્રેક-આઉટ શેર બજાર, ધાતુઓ તેમ જ ક્રુડ માટે નિર્ણાયક
વર્ષ દરમ્યાન સોના માં સાવચેતી જરૂરી
ચાંદી માં $26 વર્ષ માટે મહત્વ નો ટેકો
No comments:
Post a Comment