26/10/2012
ગ્લોબલાઈઝેશન ના આ યુગ માં કરન્સી, ઇક્વિટી, કોમોડીટી આ બધા જ બજારો એક બીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. ડોલર માં આવેલી વધઘટ ની અસર થી ન તો શેર બજાર બાકાત રહી શકે કે ન તો સોનું - ચાંદી કે બેઝ મેટલ. વૈશ્વિક રોકાણકારો, મોટી સંસ્થાઓ તેમજ સોવેર્ન ફંડ ના રોકાણ કે એક્ઝીટ ના ધસારા ની અસર લગભગ તમામ એસેટ ક્લાસ પર વર્તાતી હોઈ, દરેકેદરેક એસેટ ક્લાસ એકબીજા સાથે કનેક્ટેડ છે.
સીધી અને સરળ વાત કરીએ તો વર્ષ 2002 માં યુ.એસ.ડોલર ઇન્ડેક્ષ 120 આસપાસ થી ઘટવા લાગ્યો તો સામે આપણા બજારો માં તેજી જોવા મળી અને સેન્સેક્ષ 3300 થી વધી 21000 સુધી જોવા મળ્યો. પણ આજ ડોલર ઇન્ડેક્ષ જયારે વર્ષ 2008 માં 70.8 ની નીચા લેવલ થી પાછો ફર્યો તે સમયે સેન્સેક્ષ માં 12000 પોઈન્ટ જેટલો જંગી કડાકો આવી ગયો.
વીતેલા ચાર વર્ષો પર નજર કરીએ તો સેન્સેક્ષ બેઝ કંપનીઓ ના અર્નિંગ માં 37% જેટલો વધારો થયો હોવા છતાં રૂપિયા ના ડોલર સામે ના 35% જેટલા ઘસારા ને પગલે સેન્સેક્ષ માં સુધારો જોવાયો નહિ. જયારે વર્ષ 2002 થી 2008 દરમ્યાન સેન્સેક્ષ ના અર્નીન્ગ્સ માં 300% વધારા ઉપરાંત રૂપિયા માં આવેલા ડોલર સામે ના સુધારા ને પગલે સેન્સેક્ષ માં 450% જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો.
અગર સોના ની વાત કરીએ તો વર્ષ 2002 થી 2008 સુધી ગ્લોબલ માર્કેટ માં 200% જેટલો સુધારો નોધાયો હોવા છતાં આ જ ગાળા માં રૂપિયા ના ડોલર સામે ના સુધારા ને લીધે ઘર આંગણે ના ભાવો માં 130% જેટલો જ સુધારો જોવા મળ્યો, જયારે 2008 થી 2012 દરમ્યાન વૈશ્વિક બજારો માં સોના ના ભાવ માં 98% જેટલો સુધારો થયો તો રૂપિયા ના ડોલર સામે ના ધોવાણ ને પગલે ભારતીય બજારો માં સોના ના ભાવ માં 200% થી પણ વધારે નો ઉછાળો જોવા મળ્યો. જયારે ચાંદી માં રૂપિયો ડોલર સામે સુધરતો રહ્યો ત્યારે પણ અને જયારે રૂપિયો ડોલર સામે નબળો રહ્યો ત્યારે પણ, બંને કિસ્સા માં ઘર-આંગણ ના ભાવો વૈશ્વિક બજાર ની સરખામણીએ વધુ સુધારો દર્શાવતા જોવાયા.
યુ.એસ. ડોલર ઇન્ડેક્ષ : જુલાઈ 24 ના 84.1 ના મથાળા થી સતત ઘટતા રહેલ ડોલર ઇન્ડેક્ષે 200 દિવસ ની એવરેજ ની પણ નીચે રહી, સપ્ટેમ્બર 14 ના રોજ 78.6010 નું નીચું સ્તર બતાવ્યું. પણ અહી થી સુધારા તરફી રહી હાલ માં 80.1 રહ્યો. હાલ માં 200 દિવસ ની એક્ષ્પોનેન્સિઅલ એવરેજ 80.2 આસપાસ હોઈ, હવે આગામી સપ્તાહ માં ડોલર ઇન્ડેક્ષ નો 80.25 ઉપર નો બંધ વૈશ્વિક બજારો, કરન્સી માર્કેટ તેમજ કોમોડીટી માર્કેટ માટે નિર્ણાયક સાબિત થાય.
ડોલર સામે રૂપિયો (USDINR): તા. 27 સપ્ટેમ્બર ના રોજ 200 દિવસ ની એવરેજ ની નીચે ઉતારનાર ડોલર રૂપિયા સામે 5 ઓક્ટોબર ના 51.38 ના નીચા સ્તર થી સતત સુધરતો જોવાયો. છેલ્લા એક સપ્તાહ થી 53.3000 થી 54.1000 ની રેંજ માં રહેલ ડોલર માં હાલ માં 54.10 નું સ્ટ્રોંગ રેસીસ્ટન્સ છે. પણ 54.1850 ને પાર કરતા ફરી પાછા 55.10 સુધી ના ઉછાળા ની શક્યતા છે. જો કે 54.10 ના રેસીસ્ટન્સ ને ધ્યાન માં રાખતા FUTURE ના તેજી ના વેપાર કરતા OPTION વધુ સલામત કહી શકાય.
યુરો સામે રૂપિયો (EURINR): હાલ માં EURUSD માં 1.3190 નું સ્ટ્રોંગ રેસીસ્ટન્સ છે. જયારે રૂપિયા માં હાલ ના તબક્કે 69.9800 ને નજીક નો રેસીસ્ટન્સ કહી શકાય. પરંતુ 68.600 નો મહત્વ નો સપોર્ટ હોઈ, જો તે અકબંધ રહે તો 70.500 સુધી ના ઉછાળા ની શક્યતા છે.
સોનું: યુ.એસ. સ્પોટ માં $1690 નજીક નો સપોર્ટ છે. જે તૂટતા $1656 સુધી ના ઘટાડા ની શક્યતા છે. જયારે MCX ડીસેમ્બર વાયદા માં 30655 મહત્વ નો સપોર્ટ હોઈ, આગળ ની તેજી માટે તેનું અકબંધ રહેવું આવશ્યક છે. 30650 તૂટતા 30100 સુધી નો ઘટાડો જોવા મળે. જયારે ઉપર માં 31252 સ્ટ્રોંગ રેસીસ્ટન્સ છે.
ચાંદી: છેલ્લા ચારેક અઠવાડિયા થી ચાલતી મંદી અટકવાની પ્રબળ સંભાવના છે. જો કે યુ.એસ. સ્પોટ માં 200 દિવસ ની એક્ષ્પોનેન્સિઅલ એવરેજ $31.65 હોઈ, 31.50 આસપાસ એક સપોર્ટ ગણી શકાય. ઘર-આંગણે MCX ડીસેમ્બર વાયદા માં 58740 મહત્વ ના સપોર્ટ હોઈ તે સ્તર થી ચાંદી માં પ્રત્યાઘાતી ઉછાળા ની સંભાવના નકારી શકાય નહિ.
ક્રુડ અને નેચરલ ગેસ: તા.14 સપ્ટેમ્બર ના રોજ $100 ના જાદુઈ આંક ની ઉપર બંધ રહેવા માં અસમર્થ રહેતા ક્રુડ માં આ દોઢ મહિના માં લગભગ 15% જેટલો કડાકો આવી ગયો. જો કે હવે ક્રુડ યુ.એસ. માં 83.60 નો મહત્વ નો સપોર્ટ હોઈ, ત્યાં થી ઉછાળા ની શક્યતા છે. પરંતુ, 83.6 તૂટતા $77 સુધી ની મંદી જોવાય. જયારે ક્રુડ MCX નવેમ્બર વાયદા માં 4582 મહત્વ નો સપોર્ટ છે. પણ તે તૂટતા 4442 સુધી ની મંદી ની શક્યતા નકારી શકાય નહિ. ગતાંક માં અહી 4912 આસપાસ બંધ રહેલ ક્રુડ ઓઈલ ના ઓક્ટોબર વાયદા માં 4939 નું રેસીસ્ટન્સ જણાવ્યું હતું. 4939 ઉપર બંધ ન આવતા 4500 સુધી ની મંદી લખી હતી. હવે, 4582 નો સપોર્ટ અકબંધ રહે તો ફરી પાછી 4885 સુધી ની તેજી જોવાય.જયારે નેચરલ ગેસ યુ.કે. માં પાછલા અઠવાડિયે મંદી રુખ બતાવતી શૂટિંગ સ્તર કેન્ડલ સ્ટીક પેટર્ન બનાવી હોઈ હાલ માં $69.17 મહત્વ નું રેસીસ્ટન્સ ગણી શકાય. જયારે MCX નવેમ્બર વાયદા માં હવે 209 મહત્વ નો રેસીસ્ટન્સ અને 180 મહત્વ નો સપોર્ટ ગણવો.
એલ્યુમીનીયમ, કોપર, નિકલ, લીડ, ઝીંક: પાછલા છ-એક અઠવાડિયા થી ઘટાડા તરફી રહેલ ધાતુઓ માં હવે તેમના મહત્વ ના સપોર્ટ લેવલ પાસે હોઈ, અહી થી પ્રત્યાઘાતી ઉછાળા ની પ્રબળ સંભાવના છે. એલ્યુમીનીયમ MCX નવેમ્બર વાયદા માં 102.35 મહત્વ નો સપોર્ટ છે. જો કે કોપર માં 421.3 ને જ મહત્વ નો સપોર્ટ ગણવો. જયારે લીડ, નિકલ અને ઝીંક ના MCX નવેમ્બર ના વાયદા માં અનુક્રમે 106.30, 864.90 અને 96.80 મહત્વ ના સપોર્ટ છે. હવે તેજી માટે આ સપોર્ટ નું અકબંધ રહેવું આવશ્યક છે. સપોર્ટ લેવેલ્સ તૂટતા બીજા 2.5 - 3 % સુધી ના ઘટાડા ની શક્યતા ગણવી.
કપાસ, જીરું અને કેસ્ટર સીડ: MCX વાયદા માં 970 આસપાસ બંધ રહેલ કપાસ માં હવે 990 મહત્વ નો રેસીસ્ટન્સ છે. ચીન માં થયેલ મબલખ ઉત્પાદન ને પગલે ઘર-આંગણે કપાસ ના ભાવો માં મોટી મંદી ની વાતો બજાર માં સંભાળવા મળે છે. પરંતુ, ચાર્ટ પર કપાસ હજુ પણ તેજી તરફી રુખ બતાવી રહ્યો છે. 990 ની ઉપર નો બંધ આવતા NCDEX સુરેન્દ્રનગર વાયદા તેમજ MCX બંને વાયદા માં 1051 સુધી ની તેજી ની શક્યતા છે. જયારે જીરા ના ઊંજા વાયદા માં હવે તેજી માટે 14510 નું અકબંધ રહેવું અત્યંત આવશ્યક છે. જો કે 15250 ની ઉપર બંધ આવતા 16300 સુધી ની તેજી ની શક્યતા ગણવી.
હવે, ડોલર નું રૂપિયા સામે નું 54.10 નું સ્તર સોના, ચાંદી તેમ જ શેર બજાર માટે નિર્ણાયક
કોપર, એલ્યુમીનીયમ, નિકલ, લીડ અને ઝીંક માં પ્રત્યાઘાતી ઉછાળા ની શક્યતા.
કોપર : 421.3 - 418.6 સપોર્ટ રેંજ. જે અકબંધ રહેતા 434.4 સુધી ના ઉછાળા ની શક્યતા.
એલ્યુમીનીયમ: 102.55 - 102.35 સપોર્ટ રેંજ. જે અકબંધ રહેતા 107.10 સુધી ના ઉછાળા ની શક્યતા.
નિકલ: 858 - 848 સપોર્ટ રેજ. 848 અકબંધ રહેતા 913.7 સુધી ના ઉછાળા ની શક્યતા.
લીડ: 107.7 - 106.5 સપોર્ટ રેંજ. 107.7 અકબંધ રહેતા 113.65 સુધી નો ઉછાળો જોવાય.
ઝીંક: 96.5 નું અકબંધ રહેવું આવશ્યક. 101.35 સુધી ના ઉછાળા ની શક્યતા.
ચાંદી: MCX ડીસેમ્બર વાયદા માં 58835 અકબંધ રહેતા 60650 અને 61240 ની સંભાવના.
નિફ્ટી અને બેંક નિફ્ટી: નિફ્ટી સ્પોટ માં હવે 5702 મહત્વ નો રેસીસ્ટન્સ છે. પરંતુ સાથે સાથે 5573 મહત્વ નો સપોર્ટ હોઈ, હાલ માં નિફ્ટી ની રેંજ 5572 - 5710 કહી શકાય. અહી એ નોંધવું રહ્યું કે ડોલર ની 54 ની ઉપર ની કે 53.25 નીચે ની ચાલ અહી ઘણી નિર્ણાયક સાબિત થાય. જયારે બેંક નિફ્ટી માં 11290 મહત્વ નો સપોર્ટ હોઈ, હાલ માં 11280 - 11600 ની રેંજ ગણી શકાય.
શેર્સ:

| US ડોલર ઇન્ડેક્ષ | ડોલર સામે રૂપિયો | સોનું(યુ.એસ) | સોનું (ભારત) | ચાંદી(યુએસ) | ચાંદી (ભારત) | સેન્સેક્ષ | સેન્સેક્ષ EPS | |
| વર્ષ 2002 | 120 | 48.5 | $ 280 | 4300 | $ 7 | 7360 | 3300 | 200 |
| જા . 2008 | 76.67 | 39.4 | $ 860 | 9890 | $ 15 | 19230 | 19000 | 800 |
| % સુધારો / ઘટાડો | -36.11% | -18.75% | 207.10% | 130% | 118.5% | 161.25% | 476% | 300% |
| ઓ. 2012 | 80.09 | 53.5 | $ 1703 | 31000 | $ 31.72 | 59500 | 18800 | 1100 |
| % સુધારો / ઘટાડો | 4.45% | 35.5% | 98% | 213% | 107.25% | 209% | -1% | 37.5% |

No comments:
Post a Comment