13/10/2012
ચાંદી ના ઔદ્યોગિક વપરાશ પર ઘણું બધું વાંચવા મળે છે. પણ તેના ભાવ ની રોજેરોજ ની વધઘટ મોટાભાગે સોના ની સમાંતર ચાલતી હોઈ એક પ્રશ્ન અચૂક થાય કે શું ચાંદી એ એક ઔદ્યોગિક વપરાશ ની ધાતુ છે કે પછી સોના ની જેમ કિમતી ધાતુ?
ચાંદી ના ઔદ્યોગિક વપરાશ પર ઘણું બધું વાંચવા મળે છે. પણ તેના ભાવ ની રોજેરોજ ની વધઘટ મોટાભાગે સોના ની સમાંતર ચાલતી હોઈ એક પ્રશ્ન અચૂક થાય કે શું ચાંદી એ એક ઔદ્યોગિક વપરાશ ની ધાતુ છે કે પછી સોના ની જેમ કિમતી ધાતુ?
ચાંદી ના વપરાશ પર નજર કરીએ તો સ્વાસ્થ્ય સુવિધાઓ, ફૂડ પ્રોસેસિંગ, સેલ ફોન, આર્કિટેક્ચર ગ્લાસ, સોલાર પેનલ, ઓક્ષિજન મશીન, ઓટોમોબાઇલ, બેટરી, ડીફેન્સ ઇક્વિપમેન્ટ્સ ... લીસ્ટ ઘણું લાંબુ થાય. ટૂક માં, ચાંદી તેના વપરાશ ને લીધે ઔદ્યોગિક વપરાશ ની ધાતુ કહી શકાય.
| ડોલર સામે રૂપિયો | ડોલર ઇન્ડેક્ષ | સોનું (યુ.એસ.) | સોનું (ભારત) | ચાંદી (યુ.એસ .) | ચાંદી (ભારત) | |
| જા 2010 | 46.4 | 78.01 | 1096 | 16680 | 16.84 | 26730 |
| ઓ 2012 | 52.51 | 79.68 | 1753 | 31270 | 33.42 | 61340 |
| % વધઘટ | 13.81 | 2.14 | 59.95 | 87.47 | 98.46 | 129.48 |
હવે ઉપર ના ટેબલ પર નજર નાખીએ તો એ સ્પષ્ટ છે કે વર્તમાન સમયગાળા માં વળતર ની ધ્રષ્ટિ એ ચાંદી નો મુકાબલો નથી. ટૂક માં રોજેરોજ ની સાંકડી વધઘટ કદાચ ડીમાંડ - સપ્લાય આધારિત હોઈ શકે પણ જયારે સલામત રોકાણ ના વિકલ્પ ની વાત આવે છે ત્યારે ચાંદી રોકાણકારો માટે સોના જેટલી જ કે કદાચ એનાથી વધારે માનીતી પસંદ હાલ ના સંજોગો માં છે.
ચાંદી ની રોજબરોજ ની વોલેટીલીટી પર ઘણું બધું લખી શકાય. પરંતુ આપણી આ કોલમ ની મૂળ જવાબદારી ને ધ્યાન માં રાખી એટલુ તો અવશ્ય કહીશ કે ઉતાવળિયા, ગમે તે ભાવે કે રોજે રોજ વેપાર કરનાર, પોતાની પૂરી તાકાત / પૈસા એક જ સોદા માં લગાવી દેનાર ટ્રેડર ચાંદી માં ફસાય જ, જયારે ધીરજ થી, ગણતરી પૂર્વક ના અલગ અલગ ભાવ થી સોદા કરનાર અને સમયાંતરે નફો બૂક કરી લેનાર ટ્રેડર ચાંદી માં શ્રેષ્ટ વળતર મેળવી શકે.
જુન માસ ના બીજા સપ્તાહ થી ઓગસ્ટ ના બીજા સપ્તાહ સુધી ના 9 અઠવાડિયા દરમ્યાન ની દિવસ ની 250 - 300 રૂપિયા ની વધઘટ આપતી ચાંદી અચાનક જ દિવસ ની 2000 - 2500 ની અને અઠવાડિયા ની 5000 - 6000 રૂપિયા ની વધઘટ આપી ટ્રેડરો ને અચંબિત કરી ફરી પાછી કોન્સોલીડેસન માં દિવસ ની 400 - 700 ની વધઘટ હાલ માં બતાવવા માંડી છે. આગામી સપ્તાહ માં શરૂઆત ના દિવસો માં ચાંદી માં વેચવાલી જોવા મળી શકે. MCX માં 60570 અને 59890 જયારે યુ. એસ. સ્પોટ માં $32.47 મહત્વ ના સપોર્ટ છે.
વીતેલા સપ્તાહ ની વાત કરીએ તો યુ. એસ. ડોલર ઇન્ડેક્ષ 79.4 થી 80.14 ની નાની રેંજ માં રહી 79.68 પાસે બંધ રહ્યો સાથે સાથે સોનું, ચાંદી અને શેર બજાર પણ રેંજ બાઉન્ડ રહ્યા. જયારે ડોલર સામે ની રૂપિયા ની તેજી ને બ્રેક લાગી હોય તેમ આગળ ના અઠવાડિયે ડોલર સામે 51.37 સુધી ની મજબૂતી બતાવનાર રૂપિયો 53.18 સુધી જોવા મળ્યો. યુ. એસ. USD / INR માં હાલ માં 200 દિવસ ની (એક્ષ્પોનેન્સીયલ અને સિમ્પલ બંને) એવરેજ 53.10 ની આસપાસ હોઈ, હવે ડોલર ની રૂપિયા સામે ની 53.25 ની ઉપર ની ચાલ શેર બજાર તેમજ ઘર આંગણે સોના ના ભાવ માટે ઘણી નિર્ણાયક સાબિત થાય .
સોનું: MCX ના વાયદા માં 31460 ની ઉપર બંધ ન આવે ત્યાં સુધી રુખ મંદી તરફી સમજવો. 31520 ની ઉપર બંધ આવતા ફરી તેજી જોવા મળે. 30760 મહત્વ નો સપોર્ટ જયારે યુ. એસ. સ્પોટ માં 1735 અને 1719 મહત્વ ના સપોર્ટ છે.
ક્રુડ: યુ.એસ. માં $92.88 ની ઉપર બંધ આવતા $96.52 સુધી ની તેજી જોવા મળે. પરંતુ આગળ ની તેજી માટે $92.88 ની ઉપર નો બંધ આવશ્યક છે. MCX માં 4895 અને 4967 મહત્વ ના રેસીસ્ટન્સ છે. 4890 ની ઉપર બંધ આવતા ક્રુડ MCX માં 5000 સુધી ના ઉછાળા ની શક્યતા છે.
કોપર: વીતેલા સપ્તાહ દરમ્યાન ગતાંક માં અહી જણાવેલ 437.5 ના રેસીસ્ટન્સ ને ગુરુવાર ના રોજ પાર કરી 439.9 નો MCX માં હાઈ કરી, 437.90 બંધ રહેલું કોપર ફરી પાછું શુક્રવાર ના રોજ ઘટી, 434.75 બંધ રહ્યુ. હજી પણ આગળ ની તેજી માટે ગયા અઠવાડિયા ના 437.5 ના લેવલ ને જ રેસીસ્ટન્સ સમજવું. જો કે 431.05 અકબંધ રહે તો ફરી પાછી 445 સુધી ની તેજી ની શક્યતા છે.
એલ્યુમીનીયમ, લેડ, ઝીંક, નિકલ : ગતાંક માં અહી જણાવેલ કે એલ્યુમીનીયમ માં 107.4 તૂટતા 104.7 સુધી ની મંદી જોવાય. શુક્રવાર ના રોજ 104.8 બંધ રહેલ MCX એલ્યુમીનીયમ માં હવે 102.6 ને જ સપોર્ટ સમજવો. તે અકબંધ રહેતા 107.25 સુધી ની તેજી જોવા મળે. હવે, 102.6 તૂટે તો જ મંદી આગળ ધપતી સમજવી. જયારે, લેડ, ઝીંક અને નિકલ પણ તેમના મહત્વ ના સપોર્ટ અકબંધ રાખવા માં નિષ્ફળ રહેતા સમગ્ર અઠવાડિયા દરમ્યાન ઘટાડા તરફી રહ્યા. શુક્રવારે 910 આસપાસ બંધ રહેલા નિકલ માં હવે 890 મહત્વ નો સપોર્ટ, જયારે ઝીંક માં 99.5 અને લેડ માં 110 મહત્વ ના સપોર્ટ છે. આ સપોર્ટ અકબંધ રહે તો નિકલ માં 921 / 934, લેડ માં 116.15 અને ઝીંક માં 103.4 ની તેજી થાય.
કપાસ અને જીરું : કપાસ MCX અને સુરેન્દ્રનગર NCDEX બંને વાયદા માં છેલ્લા 4 અંક થી અહી જણાવેલ 900 ના પહેલા અને 850 ના બીજા સપોર્ટ ની વચ્ચે ની રેંજ જોવા મળી. હવે બંને વાયદા માં 935 ની ઉપર નો બંધ ફરી પાછી 1000 સુધી ની તેજી લાવે. જયારે જીરું 14,100 ની ઉપર ની રેંજ માં હોઈ, રુખ તેજી તરફી સમજવો. હવે, જીરા માં 13815 મહત્વ નો ટેકો ગણવો.
શેર બજાર : ડોલર ની રૂપિયા સામે 53.25 ઉપર ની ચાલ નિર્ણાયક સાબિત થાય. રૂપિયો નરમ રહે તો બજાર માં કરેકશન જોવાય.
No comments:
Post a Comment