17/11/2012
ક્રુડ ઓઈલ માટે એવું કહેવાય છે કે જયારે અમેરિકા ના અર્થતંત્ર માં સુધારો આવે, ઔદ્યોગિક વિકાસ ઝડપી બને, અમેરિકનો ની આવક અને વપરાશ વધે તો તેની અસર ક્રુડ ની માંગ વધારે અને ક્રુડ ઓઈલ ના ભાવ વધે. યુ એસ ની એનર્જી ઇન્ફોર્મેશન એડમિનીસ્ટ્રેશને બહાર પાડેલ ડેટા જોઈએ તો અમેરિકા માં ક્રુડ ઓઈલ નો ઈધણ, ઘર વપરાશ નું બળતણ (ઠંડા પ્રદેશો માં ઘર ને હુંફાળું રાખવા પણ બળતણ જરૂરી), ઉત્પાદન ક્ષેત્ર અને પાવર જનરેશન માં વપરાશ થાય છે. વાહન વ્યવહાર માં 96%, ઔદ્યોગિક ઉત્પાદન માં 43%, ઘર વપરાશ તેમ જ વ્યવસાયિક વપરાશ માં 21% અને ઇલેક્ટ્રિક પાવર જનરેશન માં 3% ક્રુડ ઓઈલ નો બીજા ઉર્જા સ્ત્રોતો ની સરખામણીએ વપરાશ થાય છે. જયારે ઇલેક્ટ્રિક પાવર જનરેશન માં 14%, ઘર વપરાશ તેમજ વ્યવસાયિક ઉપયોગ માં 73% અને ઔદ્યોગિક ઉપયોગ માં 39% નેચરલ ગેસ નો અન્ય ઉર્જા સ્ત્રોતો ની સરખામણીએ વપરાશ થાય છે.

ખનીજ તરીકે મળતા આ ઉર્જા સ્ત્રોત ના આટલા બહોળા વપરાશ ના લીધે એ કહી શકાય કે જયારે અમેરિકા ના અર્થતંત્ર માં સુધારો આવે તો ક્રુડ ના ભાવ પણ વધે. અગર છેલ્લા ચાર વર્ષ ના આંકડા પર નજર કરીએ તો આ બાબત ને સમર્થન પણ મળે છે.
| UD GDP ગ્રોથ રેટ | ક્રુડ ના ભાવ ની વધઘટ | |
| વર્ષ 2008 | -3.28 | -55.04 |
| વર્ષ 2009 | -0.05 | 86.33 |
| વર્ષ 2010 | 2.38 | 14.18 |
| વર્ષ 2011 | 2.0 | 8.42 |
| અપ્રિલ 2011 થી સપ્ટે 2012 | 2.2 | -14.29 |
વર્ષ 2008 પછી જયારે યુ એસ ના GDP ગ્રોથ રેટ માં સુધારો આવ્યો તે પછી ક્રુડ ના ભાવ પણ વધતા રહ્યા. વર્ષ 2008 માં GDP ગ્રોથ રેટ -3.28% રહ્યો તો સામે ક્રુડ ના ભાવ માં પણ 55% જેટલો ઘટાડો જોવાયો. જયારે વર્ષ 2009 માં ગ્રોથ રેટ લગભગ શૂન્ય રહ્યો તો આગળ ના વર્ષ માં ઘટેલ ક્રુડ ઓઈલ માં 86% જેટલો સુધારો જોવાયો.જયારે 2010 અને 2011 માં 2% થી ઉપર ના ગ્રોથ રેટ સામે ક્રુડ માં અનુક્રમે 14% અને 8% જેટલો સુધારો રહ્યો. પરંતુ, એપ્રિલ 2011 થી 2012 ના સપ્ટેમ્બર સુધી યુ એસ નો GDP ગ્રોથ 2% આસપાસ જળવાઈ રહ્યો છે, છતાં પણ આજ ગાળા દરમ્યાન ક્રુડ ઓઈલ ના ભાવ માં 14% જેટલો ઘટાડો જોવાયો છે. નિષ્ણાતો ના મતે પાછલા દસ વર્ષો માં ક્રુડ ના ભાવ માં આર્થિક ઉપરાંત રાજકીય પરિબળો વધુ પ્રભાવી રહ્યા. ક્રુડ ઓઈલ ના ઉત્પાદક અખાતી દેશો ઈરાક, ઈરાન, કુવૈત, લીબિયા માં રહેલી રાજકીય ઉથલપાથલ પાછલા વર્ષો માં ઊંચા ભાવ માટે વધુ કારણભૂત રહી. જયારે છેલ્લા એકાદ વર્ષ માં અમેરિકા ના ફરી અખાતી દેશો માં વધી રહેલા પ્રભુત્વ અને તેના પગલે સપ્લાય ની સ્થિરતા લીધે ક્રુડ ના ભાવ માં નરમી જોવાઈ.
હાલ ના ક્રુડ ઓઈલ ના ટ્રેન્ડ તરફ નજર કરીએ તો યુ એસ માં છેલ્લા ત્રણ માસ થી ભાવ ઘટતા જોવાયા છે. પરંતુ છેલ્લા ત્રણ સપ્તાહ થી 84 ડોલર ના સપોર્ટ થી ક્રુડ માં પ્રત્યાઘાતી ઉછાળો રહ્યો. પણ સાથે સાથે એ પણ નોધવું રહ્યું કે તા 19 ઓક્ટોબર પછી ક્રુડ ઓઈલ 50, 100 કે 200 જેવી મહત્વ ની એક્ષ્પોનેન્શીયલ મુવિંગ એવરેજ (EMA) ની ઉપર બંધ રહેવા માં એક પણ દિવસ સફળ રહ્યું નથી. જયારે MCX વાયદા ની વાત કરીએ તો ગયા અઠવાડિયે બે-એક દિવસો માં મોટી અફડાતફડી જોવાઈ. સપ્તાહ ના છેલ્લા દિવસે ડીસેમ્બર વાયદો 4850 સુધી જોવાયો. જો કે ટેકનીકલી ક્રુડ વાયદા માં આ સપ્તાહ માં 4939 મહત્વ નું પ્રતિકારાત્મક સ્તર કહી શકાય.
જયારે ડોલર ઇન્ડેક્ષ ની વાત કરીએ તો અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ની ચુંટણી ના દિવસ થી શરુ થયેલ સુધારો હાલ માં 81.50 આસપાસ અવરોધાતો જોવાયો છે. આ સપ્તાહ માં ડોલર ઇન્ડેક્ષ માં 81.80 મહત્વ નો રેસીસ્ટેન્સ કહી શકાય. જયારે ડોલર ની રૂપિયા સામે ની ચાલ માં શુક્રવાર ના રોજ 55.2250 સુધી નો ઉછાળો જોવાયો. પાછલા બે અંકો માં અહી જણાવેલ 54.10 ના સ્તર ની ઉપર ની ડોલર ની ચાલ વીતેલા સપ્તાહ માં શેર-બજાર તેમ જ કોમોડીટી માં ઘણી નિર્ણાયક રહી. આગળ ની કોલમ માં જણાવ્યા મુજબ હવે 55.65 અને 56.10 સુધી ના ઉછાળા ની શક્યતા નકારી શકાય નહિ. ડોલર રૂપિયા સામે સતત સાત સપ્તાહ થી સુધારા તરફી રહ્યો અને આ સાતે સપ્તાહ માં પાછલા સપ્તાહ નો લો તોડ્યા સિવાય ડોલર ની આગેકુચ જોવાઈ છે. આમ હવે આ અઠવાડિયે પાછલા સપ્તાહ નો લો 54.58 રૂપિયા ના સુધારા માટે નિર્ણાયક ગણાય.
સોનું: યુ એસ સ્પોટ માં $1713 આસપાસ બંધ રહેલ સોના માં હવે 1703 નું સ્તર આ સપ્તાહ માં નિર્ણાયક રહે જયારે ઉપર માં આગળ ની તેજી માટે હાલ માં $1722 ની ઉપર નો બંધ આવશ્યક છે. જયારે MCX માં 31650 પાસે બંધ રહેલ ડીસેમ્બર વાયદા માં હવે 31835 મહત્વ નો રેસીસ્ટેન્સ અને 31265 મહત્વ નો ટેકો છે. નવેમ્બર ની શરૂઆત માં ડોલર માં જોવાયેલી મોટી અફડાતફડી ના પગલે ગ્લોબલ માર્કેટ માં સોના ના ભાવ માં ઘણી ઉથલપાથલ જોવાઈ. નવેમ્બર ના પ્રથમ અઠવાડિયે 500 રૂપિયા નો કડાકો તો બીજા અઠવાડિયે 1000 રૂપિયા નો ઉછાળો સોના માં જોવાયો. આ સપ્તાહ માટે સોના માટે 31265 - 31835 ની રેંજ ગણી શકાય. અત્રે એ નોધવું રહ્યું કે દિવસ ની 50 થી 150 રૂપિયા ની વધઘટ બતાવતા સોના માં હાલ ની દૈનિક રેંજ 100 - 450 જેટલી જોવાઈ છે.
ચાંદી: યુ એસ સ્પોટ માં $32.31 બંધ ને પગલે આ સપ્તાહ માં $31.61 મહત્વ નો સપોર્ટ કહી શકાય. તા 5 નવેમ્બર થી શરુ થયેલ ચાંદી નો સુધારો હાલ માં તો $33 આસપાસ અટવાતો જોવાયો છે. જયારે MCX ડીસેમ્બર વાયદા માં 60,900 આસપાસ બંધ રહેલ ચાંદી માં હવે 59830 મહત્વ નો ટેકો છે. જો કે સપ્તાહ દરમ્યાન 61250 ઉપર નો બંધ આવતા 62470 સુધી ના ઉછાળા ની શક્યતા ગણી શકાય.
કોપર: તા 18 ઓક્ટોબર ના 444.4 ના ઉચા મથાળે થી કોપર સતત ઘટતું રહ્યું છે. પરંતુ તા 9 નવેમ્બર ના રોજ જોવાયેલ 412.65 ના નીચા ભાવ થી કોપર માં ધીમો પરંતુ મક્કમ સુધારો જોવાયો છે. ગયા અઠવાડિયે કોપર ડેઈલી ચાર્ટ પર ઊંચા બોટમ બનાવતું જોવાયું. જો કે આની સાથે સાથે 423 આસપાસ રેસીસ્ટ થતું પણ જોવાયું. શુક્રવાર ના રોજ 421.75 બંધ રહેલ કોપર માં હવે પાછલા અઠવાડિયા નો રેસીસ્ટન્સ 423 ઉપર નો બંધ નવી તેજી માટે નિર્ણાયક રહે. જયારે ગુરુવાર નો 418.60 નો નીચો ભાવ આ સપ્તાહ માં અગત્ય નો સપોર્ટ કહી શકાય.
લીડ: ગતાંક માં જણાવ્યા મુજબ લીડ માં અઠવાડિયા દરમ્યાન રેંજ -બાઉન્ડ વધઘટ જોવા મળી. તા 26 નવેમ્બેર ના 107.7 ના નીચા ભાવ થી સતત સુધારા તરફી રહેલ લીડ માં નવેમ્બેર માસ માં જ આશરે 10% જેટલો સુધારો જોવાયો છે. હાલ માં લીડ માં 123.1 મહત્વ નું પ્રતિકારાત્મક સ્તર છે.
એલ્યુમીનીયમ: અઠવાડિયા ના પહેલા દિવસે આશરે 3.5% જેટલો સુધારો દર્શાવ્યા પછી એલ્યુમીનીયમ સમગ્ર સપ્તાહ દરમ્યાન રેંજ-બાઉન્ડ રહ્યું. જો કે આ સપ્તાહ દરમ્યાન પણ એલ્યુમીનીયમ માં 108.8 રેસીસ્ટેન્સ કહી શકાય. જયારે નીચે માં 104.4 મહત્વ નો ટેકો છે.
નિકલ : એલ્યુમીનીયમ, લીડ અને ઝીંક ની સરખામણીએ નિકલ માં તેજી ઓછી જોવાઈ છે. હાલ ના તબક્કે આગળ ની તેજી માટે 893.5 ની ઉપર નો બંધ અત્યંત આવશ્યક છે. શુક્રવાર ના રોજ 882.6 બંધ રહેલ નિકલ માં હવે 893.5 ની ઉપર બંધ આવે તો જ 925 સુધી ની નવી રેંજ ખુલે.
ઝીંક: શુક્રવાર ના રોજ 106.5 નો ઉચો ભાવ બતાવ્યા બાદ 105.5 બંધ રહેલ ઝીંક માં હવે 107.3 ને મહત્વ નો રેસીસ્ટેન્સ કહી શકાય. જો કે તા 14 નવેમ્બેર ના રોજ બનેલ 106.60 પણ આ સપ્તાહ માટે નો રેસીસ્ટેન્સ છે.
જીરું અને કપાસ: NCDEX ના ડીસેમ્બર વાયદા માં હવે 14450 ને મહત્વ નો ટેકો ગણી શકાય જયારે MCX ના કપાસ ના વાયદા માં હવે તેજી માટે 925 નું અકબંધ રહેવું આવશ્કય છે. તહેવારો ની સીઝન માં આ બન્ને કોમોડીટી માં કામ કાજ પાંખા રહ્યા.
ક્રુડ: 4762 અકબંધ રહે તો 4932 સુધી ના ઉછાળા ની શક્યતા.
સપોર્ટ: 4791, 4736. રેસીસ્ટેન્સ: 4877, 4939
ચાંદી: 59830 મહત્વ નો સપોર્ટ. 61250 ની ઉપર નો બંધ આવતા 62450 સુધી ના ઉછાળા ની સમભાવના.
કોપર: 423 ઉપર નો બંધ આવતા 431 સુધી ની તેજી ની શક્યતા. 414.1 મહત્વ નો ટેકો.
ઝીંક: 104.4 નજીક નો સપોર્ટ. તે અકબંધ રહેતા 106.6 - 107.3 ની શક્યતા.
નિકલ: 893 વટાવતા 915 ની શક્યતા. 866.50 મહત્વ નો ટેકો.
કપાસ (MCX): તેજી માટે 925 નું અકબંધ રહેવું આવશ્કય. 949 ની ઉપર નો બંધ આવતા તેજી આગળ વધે.

No comments:
Post a Comment