Tuesday, 22 January 2013

20/10/2012

વીતેલા સપ્તાહ દરમ્યાન ડોલર ઇન્ડેક્ષ, સોનું, કોપર, એલ્યુમીનીયમ, ક્રુડ, નિકાલ, ઝીંક સહીત લગભગ તમામ વાયદા તેમના વધઘટ આપી તેમના સાપ્તાહિક ઓપન પાસે જ બંધ રહ્યા તો ચાંદી અને રૂપિયો ઘટાડા તરફી રહ્યા.

યુ.એસ. ડોલર ઇન્ડેક્ષ: જુલાઈ માસ થી ઘટાડા તરફી રહેલ ડોલર ઇન્ડેક્ષ હાલ માં 78.6 થી 80.25 ની રેંજ માં છે. આગળ પણ આ કોલમ માં ડોલર ઇન્ડેક્ષ ના 78.60 ના સ્તર વિષે લખ્યું હતું. જયારે ઇન્ડેક્ષ ની 200 દિવસ ની એક્ષ્પોનેન્સિઅલ એવરેજ 80.25 હોઈ, ઉપર માં તે નિર્ણાયક ગણાય. જો ડોલર ઇન્ડેક્ષ 80.25 ની ઉપર ચાલે અને સાથે સાથે રૂપિયા માં પણ ઘટાડો આગળ વધે તો સોના માં ફરી તેજી જોવા મળે, જયારે 78.60 તોડતા શેર બજારો માં તેજી જોવા મળે. હાલ માં ડોલર ઇન્ડેક્ષ માં 79.98 મહત્વ નું પ્રતિકારાત્મક સ્તર છે.

USDINR (રૂપિયો): ડોલર સામે સતત સુધરી રહેલા રૂપિયા ને જાણે કે 05 ઓક્ટોબર ના અમેરિકી બજાર ના 51.375 ના સ્તર થી બ્રેક લાગી ગયી હોય તેમ સતત નરમ રહી, 53.90 સુધી જોવાયો. ગતાંક માં અહી જણાવેલ કે રૂપિયા ની 53.25 ની ઉપર ની ચાલ શેર બજાર માં મંદી લાવે. શુક્રવાર ના રોજ રૂપિયા માં આવેલા ઘટાડા ને પગલે શેર બજાર માં લગભગ 100 પોઈન્ટ નો કડાકો જોવાયો. હજી રૂપિયા માં 54.315 - 54.345 સુધી ની નરમી ની શક્યતા છે. જ્યાંથી ફરી પાછો 53 સુધી નો સુધારો જોવાય. પરંતુ જો 54.47 વટાવે તો 55.41 સુધી નો રૂપિયા માં કડાકો બોલી શકે.

સોનું: યુ.એસ. સ્પોટ માં $1721 આસપાસ ચાલતા સોના માં $1688 નજીક નો અને $1645 મહત્વ નો સપોર્ટ છે. MCX ડીસેમ્બર વાયદા માં 31270 આસપાસ ચાલતા સોના માં હાલ માં આગળ ની તેજી માટે 31430 ની ઉપર નો બંધ અત્યંત આવશ્યક છે. 31430 ની ઉપર બંધ આવતા ફરી પાછી 32100 સુધી ની તેજી જોવા મળે. 31430 ઉપર બંધ ન આવતા રુખ મંદી નો સમાંઝ્વો.

ચાંદી: હજુ કદાચ, બે-એક અઠવાડિયા ચાંદી માં સુસ્તી જોવાય. ગતાંક માં અહી જણાવેલ યુ.એસ સ્પોટ માં $32.47 ના સ્તર ની નીચે હાલ માં ચાંદી $32.06 આસપાસ હોઈ, હવે $30.28 મહત્વ નો સપોર્ટ ગણાય. જયારે MCX ના ડીસેમ્બર વાયદા માં ચાંદી માં હવે 58610 અને 57960 મહત્વ ના સપોર્ટ છે. ગતાંક માં અહી જણાવેલ 59890 ના સપોર્ટ પાસે બંધ રહેતા હવે આ સપ્તાહ માં 57960 સુધી ની શક્યતા ગણી શકાય.

ક્રુડ: ગતાંક માં જણાવ્યા મુજબ MCX ઓક્ટોબર વાયદા માં 4890 ની ઉપર નો બંધ આવતા 4999 સુધી નો ઉછાળો જોવા મળ્યો. પરંતુ 5000 ના જાદુઈ આંક ને વટાવવા માં અસમર્થ રહ્યું. હાલ માં MCX નવેમ્બર વાયદા માં આગળ ની તેજી માટે 4939 ઉપર ની ચાલ આવશ્યક છે. 4939 ની ઉપર બંધ ન આવે તો ફરી પાછી 4500 સુધી ની મંદી ની શક્યતા છે.

નેચરલ ગેસ: ઓક્ટોબર ના વાયદા માં 210 -212 અને નવેમ્બર ના વાયદા માં 230 - 232 સુધી ની તેજી ની શક્યતા છે. જો કે મોટી સટ્ટાકીય અફડાતફડી જોતા નવેમ્બેર વાયદા માં 232 આસપાસ થી પ્રત્યાઘાતી ઘટાડા ની શક્યતા પણ કહી શકાય.

કોપર: ગતાંક માં અહી જણાવેલ કે જો કોપર માં 431.05 અકબંધ રહે તો ફરી પાછી 445 સુધી ની તેજી થાય. વીતેલા સપ્તાહ માં કોપર MCX માં સોમવાર ના રોજ 432.15 ના નીચા મથાળે થી સુધરી, ગુરુવાર ના રોજ 444.40 સુધી જોવાયું. જો કે શુક્રવાર ના રોજ મેટલ ના કડાકા માં 435.5 આસપાસ બંધ રહ્યું. જો કે, આગામી સપ્તાહ માં હવે 428.6 ને મહત્વ નો સપોર્ટ ગણવો. 428.6 તૂટતા 418.4 સુધી ની મંદી ની શક્યતા છે, પણ જો 428.6 અકબંધ રહે તો ફરી પાછી 445 સુધી ની તેજી જોવાય.

એલ્યુમીનીયમ: ગયા સપ્તાહે આપણે 102.6 નો સપોર્ટ અને તે અકબંધ રહેતા 107 સુધી ની તેજી ની શક્યતા  જણાવેલ. તા.16 ઓક્ટોબર, મંગળવાર ના રોજ MCX માં એલ્યુમીનીયમ 102.4 નો નીચો ભાવ બતાવી, શુક્રવાર ના રોજ 107.25 સુધી જોવાયું. હવે, એલ્યુમીનીયમ માં 107.3 ની ઉપર બંધ આવતા 111.4 સુધી ની તેજી જોવા મળે. 103.15 ને હવે મહત્વ નો સપોર્ટ ગણવો. 103 તૂટતા મંદી આગળ વધે.

નીકલ : ગયા સપ્તાહે 890 નો સપોર્ટ અને ત્યાંથી 921 / 934 સુધી ની તેજી ની શક્યતા લખી હતી. બુધવાર ના રોજ MCX માં નીકલ 889.10 નો નીચો ભાવ બતાવી, ગુરુવાર ના રોજ 928 જોવા મળ્યું. હજુ પણ નીકલ માં 894.1 ને સપોર્ટ ગણવો. તે અકબંધ રહેતા 955 સુધી ની તેજી ની શક્યતા ગણી શકાય.

લેડ : ગયા સપ્તાહે જણાવેલ 110 ના સપોર્ટ ને અકબંધ રાખી અહી જણાવેલ 116.15 ના લેવલ ની તેજી વીતેલા સપ્તાહ માં જોવા મળી. આગળ ની તેજી માટે 111.25 નું અકબંધ રહેવું આવશ્યક છે.

ઝીંક: 102 મહત્વ નું રેસીસ્ટન્સ અને 98.7 મહત્વ નો સપોર્ટ છે. આગળ ની તેજી માટે 102 ની ઉપર નો બંધ આવશ્યક છે.

જીરું અને કપાસ: NCDEX ના ઊંજા વાયદા માં હવે 15500 ને મહત્વ નો રેસીસ્ટન્સ ગણવો. જયારે MCX ના કપાસ ના વાયદા માં 950 ની ઉપર નો હાલ નો બંધ 1010 સુધી ની તેજી લાવી શકે.


સોનું: MCX DEC 31430 ની ઉપર બંધ આવતા 32100 સુધી ની તેજી.
ક્રુડ: 4939 મહત્વ નો રેસીસ્ટન્સ, જેની ઉપર ટકવા માં અસમર્થ રહેતા 4500 સુધી ની મંદી.
નેચરલ ગેસ: સટ્ટાકીય લેવાલીએ નવેમ્બર વાયદા માં 232 સુધી ની તેજી ની શક્યતા.
ચાંદી: 58000 સુધી ના ઘટાડા ની શક્યતા.
USDINR (રૂપિયો): 54.345 મહત્વ નો રેસીસ્ટન્સ, 54.47 વટાવે તો 55.41 ની શક્યતા.


રેંજ-બાઉન્ડ ધાતુ બજારો
ડોલર ની ચાલ પર દુનિયા ના બજારો ની મીટ


No comments:

Post a Comment