04/11/2012
ગુજરાત ગાર્ડિયન ના સર્વ વાચક મિત્રો ને દિવાળી ની શુભકામના. આશા રાખીએ કે આવનાર વર્ષ આપણા સર્વ વાચક મિત્રો માટે વધુ સારું, પ્રગતિકારક અને સુખાકારી વધારનારું રહે.
વીતેલા ત્રણ - ચાર વર્ષો પર નજર કરીએ તો આ ગાળા દરમ્યાન શેર બજાર માં વોલ્યુમો સતત ઘટતા અને રોકાણકારો શેરબજારો થી વિમુખ થતા જોવાયા છે. પણ બજાર છેલ્લા ત્રણ વર્ષો માં રેંજ બાઉન્ડ રહી, ધીમે - ધીમે ઉપર ની રેંજ પકડતું રહ્યું છે. એમાં પણ પાછલા એક વર્ષ માં શેર બજાર ખરાબ સમાચારો પાછળ સાધારણ ઘટાડા આપતું અને પછી ધીમે ધીમે એ ઘટાડો રીકવર કરતુ અને પોઝીટીવ સમાચારો ના પગલે ઉછાળા આપતું જોવાયું. 2008 સુધી ની તેજી ના તોફાની અશ્વો જેવા કે ADAG શેર, ઇન્ફ્રા ક્ષેત્ર ના શેર કે ટેલીકોમ શેર ભલે તળિયે રહ્યા, પણ ઇન્ડેક્ષ ધીમા પણ મોટા કડાકા વગર સુધારા તરફી રહ્યા.
અહી એ અવશ્ય કહીશ કે એવરેજ ટ્રેડર જે મંદી ના રોજેરોજ ના વેપાર થી ટેવાઈ ગયા છે તેમણે પોતાના ટ્રેડીંગ અભિગમ માટે એક વખત વિચાર અવશ્ય કરી લેવો જોઈએ. સાથે સાથે વિવિધ એક્ષચેન્જો એ કરેલ પ્રવાહિતા અને રોકાણ ના વિકલ્પ લક્ષી સુધારા ને પણ અવશ્ય ધ્યાન પર લેવા જોઈએ. પાછલા 2 વર્ષો માં NSE એ વૈશ્વિક ઇન્ડેક્ષ જેવા કે DJIA, FTSE 100 અને S&P500 ના ફ્યુચર અને ઓપ્શન્સ તથા કરન્સી ના ફ્યુચર અને ઓપ્શન્સ શરુ કરી રોકાણકારો ને રિસ્ક હેજ કરવાની તેમજ ગ્લોબલ ઇવેન્ટ નો લાભ ઉઠાવવા ની તક પૂરી પાડી તો BSE એ પણ સેન્સેક્ષ ના ફ્યુચર અને ઓપ્શન્સ ઉપરાંત BSE 100 ના ડેરીવેટીવ ટ્રેડરો માટે ખુલ્લા મુક્યા. ટૂક માં ટ્રેડરે બજાર માં આવેલ ચેન્જ ને અનુરૂપ પોતાની સ્ટ્રેટેજી એવી રીતે બનાવવી જોઈએ કે જેથી મહત્તમ લાભ ઉઠાવી શકે.
વૈશ્વિક બજારો ની વાત કરીએ તો અપ્રિલ 2011 થી સતત સુધારા તરફી રહેલ ડોલર ઇન્ડેક્ષ હાલ માં તો રેંજ બાઉન્ડ છે. પણ, જુલાઈ 2008 થી 78 થી 88 ની રેંજ માં રહેલ ડોલર ઇન્ડેક્ષ ચાર વર્ષ થી કોન્સોલીડેશન માં કહી શકાય. માટે કોમોડીટી બજાર માં પણ ટ્રેડરે પાછલા ચાર વર્ષ ના ટ્રેડીંગ અભિગમ અને સ્ટ્રેટેજી માં ફેરફાર અવશ્ય કરવા જોઈએ. વિ.સં. 2069 માં યુ.એસ. ડોલર ઇન્ડેક્ષ ના નીચા માં 76.70 અને ઉપર માં 83.39 લેવલ સોના - ચાંદી, મેટલ તથા શેર બજાર માં મોટા તોફાનો સર્જવા માં નિર્ણાયક રહે.
અગર રૂપિયા ની વાત કરીએ તો ઓગસ્ટ 2011 થી ડોલર રૂપિયા સામે 35% જેટલો ધરખમ સુધારો દર્શાવી ચુક્યો છે. જયારે આ જ ગાળા માં ડોલર અન્ય કરન્સી સામે ફક્ત 4.5% જેટલો જ સુધર્યો. આજ સમય ગાળા દરમ્યાન ડોલર નું રૂપિયા સામે નું 57.5000 જેવું પાછલા 15 વર્ષ નું સર્વોચ્ચ સ્તર જોવા મળ્યું. અહી એ પણ નોધવું રહ્યું કે વર્ષ 2002 થી વર્ષ 2008 દરમ્યાન ડોલર અન્ય કરન્સી સામે 36% જેટલો ઘટ્યો તો રૂપિયા સામે આ ગાળા માં ફક્ત 10% જેટલો જ ઘટાડો નોધાયો. આમ પાછલા દસ વર્ષ નું અવલોકન કરતા એ સ્પષ્ટ છે કે જયારે ડોલર અન્ય કરન્સી સામે ઘટે છે ત્યારે રૂપિયો ડોલર સામે એટલી તાકાત થી સુધારો નથી દર્શાવી શક્યો. પણ ડોલર જયારે અન્ય કરન્સી સામે સુધારો દર્શાવે ત્યારે રૂપિયા સામે વધારે સુધારો દર્શાવે છે.
પરંતુ, અહી એ નોધવું રહ્યું કે રૂપિયા ના ગ્લોબલ કરન્સી સામે ના પર્ફોમન્સ માં વર્ષ 2011 વધારે ખરાબ રહ્યું. વર્ષ 2011 માં ડોલર અન્ય કરન્સી સામે ફક્ત સવા ટકા જેટલો સુધર્યો તો રૂપિયા સામે 18% થી પણ વધારે નો સુધારો જોવાયો. આ જ કારણે ઘર-આંગણે સોના ના ભાવ માં 30% થી પણ વધારે નો ઉછાળો જોવાયો. જયારે વર્ષ 2012 માં રૂપિયો પાછલા વર્ષ જેટલો નરમ રહ્યો નથી. આ જ કારણ હોઈ શકે કે શેર બજાર વર્ષ 2012 માં ખરાબ સમાચારો પાછળ સાધારણ ઘટતા અને સારા સમાચારો પાછળ મોટા ઉછાળા બતાવતા જોવાયા.
આપણે સોમવાર ની તા .1લી ઓક્ટોબર ની કોલમ માં સોના ના ભાવ, ડોલર ના બીજી કરન્સી સામે અને ડોલર ના રૂપિયા સામે ના ત્રિકોણીય સંબંધ ની ચર્ચા કરેલ. વૈશ્વિક બજારો માં ડોલર માં નરમી હોય ત્યારે સલામત રોકાણ તરીકે રોકાણકારો ની સોના માં લેવાલી ને પગલે સોના ના ભાવ વધે. જયારે ડોલર મજબૂત થાય ત્યારે રૂપિયા ની ખરીદક્ષમતા માં આવેલ ઘટાડા ને પગલે ઘર-આંગણે સોના ના ભાવ ઉચકાય. આમ સોના માં ચાલતી બે-ધારી તલવાર જેવી તેજી ના પગલે વર્ષ 2011 માં સોના ના ભાવ માં 31% જેટલો મોટો ઉછાળો જોવાયો. પણ, જો વૈશ્વિક બજાર માં ડોલર સુધારો દર્શાવે અને સુધારતા ડોલર સામે રૂપિયો પણ સ્થિર રહે કે સુધારો દર્શાવે તો સોના ની આ બે-ધારી તલવાર જેવી તેજી મોટા કરેકશન માં ફેરવાઈ જાય એમ 1 ઓક્ટોબર ના અંક માં લખેલ. આપણે આગળ જે ચર્ચા કરી તેમ વર્ષ 2012 માં રૂપિયો ડોલર સામે અન્ય કરન્સી ની સમાંતર ચાલતો જોવાયો. ઉપરાંત છેલ્લા 5 વર્ષ માં સોના માં 200% થી પણ વધારે નો ઉછાળો નોધાયો હોઈ, હવે આ વર્ષ ની શરૂઆત માં સોના માં કરેકશન આગળ વધવાની સંભાવના વધારે છે.
જયારે ચાંદી માં રોજ-બરોજ નો ટ્રેન્ડ ભલે સોના ની દિશા માં રહેતો હોય. પણ ચાંદી માં પાછલા બે વર્ષ માં અનુક્રમે 10.25% અને 17.25% જેટલા ઉછાળા નોધાયા છે. ઉપરાંત યુ.એસ. સ્પોટ માં ચાંદી માં $26 આસપાસ ડેઈલી, વીકલી તેમ જ મન્થલી ચાર્ટ પર ત્રિપલ બોટમ ફોર્મેસન છે. વર્ષ દરમ્યાન ચાંદી માં સોના ની સાથે ઘટાડો જોવાય તો આ લેવલ નિર્ણાયક સાબિત થાય. પરંતુ ચાંદી માં રોજેરોજ ની ટ્રેડીંગ રેંજ મોટી હોઈ, ટ્રેડરે તેના અનુરૂપ પોતાની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ.
અહી એ જરૂર કહીશ કે વર્ષ 2012 માં ડોલર ની રૂપિયા સામે ની તેમ જ ડોલર ની વૈશ્વિક કરન્સી સામે ની ચાલ માં બદલાવ શરુ થયેલ હોઈ, ટ્રેડરે સોનું, ચાંદી, કોપર, ઝીંક, નિકલ , લીડ સહીત તમામ ધાતુઓ તેમ જ ક્રુડ ઓઈલ માં પોતાની ટ્રેડીંગ સ્ટ્રેટેજી તેમ જ ટ્રેડીંગ અભિગમ માટે થોડું હોમ-વર્ક જરૂર થી કરી લેવું જોઈએ. એક જ સોદા માં પૂરી તાકાત / પૈસા લગાવી દેનાર, ઉતાવળિયા ટ્રેડર ફસાય જ. જયારે અલગ અલગ ભાવ થી, ટ્રેન્ડ અને લેવલ મુજબ સોદા કરનાર ટ્રેડર બજાર માંથી સારો નફો રળી શકે.
આશા રાખીએ નવું વર્ષ વધુ મંગલમય રહે.
ગ્લોબલ માર્કેટ ને ધમરોળતો ડોલર
સોના માં કરેકશન ની સંભાવના
લેખક IFCI ફાયનાન્સીયલ સ.લી.- અમદાવાદ ના મેનેજર છે. અહી વ્યક્ત કરેલ મંતવ્યો / અભિપ્રયો તેમના વ્યક્તિગત છે અને નહિ કે IFCI ફાયનાન્સીયલ સ.લી. ના.

પાછલા દસ વર્ષ
| USD ઇન્ડેક્ષ | USDINR | સોનું (US) | સોનું (ભારત) | ચાંદી (US) | ચાંદી (ભારત) | |
| જા 2002 | 120 | 48.5 | $ 280 | Rs. 4300 | $ 7 | Rs.7360 |
| જા 2008 | 76.67 | 39.4 | $ 860 | Rs. 9890 | $ 15.3 | Rs. 19236 |
| % તફાવત | -36.11% | -9.10% | 207.14% | 130% | 118.50% | 161.35% |
| ઓ. 2012 | 80.09 | 53.54 | $ 1703 | Rs. 31000 | $ 31.72 | Rs. 59500 |
| % તફાવત | 4.45% | 35.90% | 98% | 213.50% | 107.30% | 209.30% |
પાછલા બે વર્ષ
| USD ઇન્ડેક્ષ | USDINR | સોનું (US) | સોનું (ભારત) | ચાંદી (US) | ચાંદી (ભારત) | |
| જા 2011 | 79.3 | 44.7 | $ 1416 | Rs. 20750 | $ 30.8 | Rs.46250 |
| જા 2012 | 80.33 | 53.06 | $ 1564 | Rs. 27300 | $ 27.64 | Rs. 51000 |
| % તફાવત | 1.30% | 18.70% | 10.45% | 31.60% | -10.25% | 10.25% |
| ન. 2012 | 80 | 53.79 | $ 1720 | Rs. 31000 | $ 31.72 | Rs. 59800 |
| % તફાવત | -0.41% | 1.38% | 10% | 13.55% | 16.80% | 17.25% |
પરંતુ, અહી એ નોધવું રહ્યું કે રૂપિયા ના ગ્લોબલ કરન્સી સામે ના પર્ફોમન્સ માં વર્ષ 2011 વધારે ખરાબ રહ્યું. વર્ષ 2011 માં ડોલર અન્ય કરન્સી સામે ફક્ત સવા ટકા જેટલો સુધર્યો તો રૂપિયા સામે 18% થી પણ વધારે નો સુધારો જોવાયો. આ જ કારણે ઘર-આંગણે સોના ના ભાવ માં 30% થી પણ વધારે નો ઉછાળો જોવાયો. જયારે વર્ષ 2012 માં રૂપિયો પાછલા વર્ષ જેટલો નરમ રહ્યો નથી. આ જ કારણ હોઈ શકે કે શેર બજાર વર્ષ 2012 માં ખરાબ સમાચારો પાછળ સાધારણ ઘટતા અને સારા સમાચારો પાછળ મોટા ઉછાળા બતાવતા જોવાયા.
આપણે સોમવાર ની તા .1લી ઓક્ટોબર ની કોલમ માં સોના ના ભાવ, ડોલર ના બીજી કરન્સી સામે અને ડોલર ના રૂપિયા સામે ના ત્રિકોણીય સંબંધ ની ચર્ચા કરેલ. વૈશ્વિક બજારો માં ડોલર માં નરમી હોય ત્યારે સલામત રોકાણ તરીકે રોકાણકારો ની સોના માં લેવાલી ને પગલે સોના ના ભાવ વધે. જયારે ડોલર મજબૂત થાય ત્યારે રૂપિયા ની ખરીદક્ષમતા માં આવેલ ઘટાડા ને પગલે ઘર-આંગણે સોના ના ભાવ ઉચકાય. આમ સોના માં ચાલતી બે-ધારી તલવાર જેવી તેજી ના પગલે વર્ષ 2011 માં સોના ના ભાવ માં 31% જેટલો મોટો ઉછાળો જોવાયો. પણ, જો વૈશ્વિક બજાર માં ડોલર સુધારો દર્શાવે અને સુધારતા ડોલર સામે રૂપિયો પણ સ્થિર રહે કે સુધારો દર્શાવે તો સોના ની આ બે-ધારી તલવાર જેવી તેજી મોટા કરેકશન માં ફેરવાઈ જાય એમ 1 ઓક્ટોબર ના અંક માં લખેલ. આપણે આગળ જે ચર્ચા કરી તેમ વર્ષ 2012 માં રૂપિયો ડોલર સામે અન્ય કરન્સી ની સમાંતર ચાલતો જોવાયો. ઉપરાંત છેલ્લા 5 વર્ષ માં સોના માં 200% થી પણ વધારે નો ઉછાળો નોધાયો હોઈ, હવે આ વર્ષ ની શરૂઆત માં સોના માં કરેકશન આગળ વધવાની સંભાવના વધારે છે.
જયારે ચાંદી માં રોજ-બરોજ નો ટ્રેન્ડ ભલે સોના ની દિશા માં રહેતો હોય. પણ ચાંદી માં પાછલા બે વર્ષ માં અનુક્રમે 10.25% અને 17.25% જેટલા ઉછાળા નોધાયા છે. ઉપરાંત યુ.એસ. સ્પોટ માં ચાંદી માં $26 આસપાસ ડેઈલી, વીકલી તેમ જ મન્થલી ચાર્ટ પર ત્રિપલ બોટમ ફોર્મેસન છે. વર્ષ દરમ્યાન ચાંદી માં સોના ની સાથે ઘટાડો જોવાય તો આ લેવલ નિર્ણાયક સાબિત થાય. પરંતુ ચાંદી માં રોજેરોજ ની ટ્રેડીંગ રેંજ મોટી હોઈ, ટ્રેડરે તેના અનુરૂપ પોતાની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ.
અહી એ જરૂર કહીશ કે વર્ષ 2012 માં ડોલર ની રૂપિયા સામે ની તેમ જ ડોલર ની વૈશ્વિક કરન્સી સામે ની ચાલ માં બદલાવ શરુ થયેલ હોઈ, ટ્રેડરે સોનું, ચાંદી, કોપર, ઝીંક, નિકલ , લીડ સહીત તમામ ધાતુઓ તેમ જ ક્રુડ ઓઈલ માં પોતાની ટ્રેડીંગ સ્ટ્રેટેજી તેમ જ ટ્રેડીંગ અભિગમ માટે થોડું હોમ-વર્ક જરૂર થી કરી લેવું જોઈએ. એક જ સોદા માં પૂરી તાકાત / પૈસા લગાવી દેનાર, ઉતાવળિયા ટ્રેડર ફસાય જ. જયારે અલગ અલગ ભાવ થી, ટ્રેન્ડ અને લેવલ મુજબ સોદા કરનાર ટ્રેડર બજાર માંથી સારો નફો રળી શકે.
આશા રાખીએ નવું વર્ષ વધુ મંગલમય રહે.
ગ્લોબલ માર્કેટ ને ધમરોળતો ડોલર
સોના માં કરેકશન ની સંભાવના
લેખક IFCI ફાયનાન્સીયલ સ.લી.- અમદાવાદ ના મેનેજર છે. અહી વ્યક્ત કરેલ મંતવ્યો / અભિપ્રયો તેમના વ્યક્તિગત છે અને નહિ કે IFCI ફાયનાન્સીયલ સ.લી. ના.
No comments:
Post a Comment