Tuesday, 22 January 2013

30/11/2012

આપણી આ કોલમ માં આપણે વારંવાર રૂપિયો ડોલર ની સામે અન્ય વૈશ્વિક ચલણ કરતા વધુ ઘસાયો હોવાની ચર્ચા કરી છે. આપણે એ પણ જોયું કે છેલ્લા પાંચ વર્ષ માં (ખાસ કરીને 2008 પછી) ડોલર વૈશ્વિક કરન્સી સામે સુધરતો રહ્યો, પણ રૂપિયા સામે નો સુધારો અન્ય કરન્સી ની સરખામણીએ ઘણો વધારે હતો. જાન્યુઆરી 2008 થી ઓક્ટોબર 2012 સુધી અગર ડોલર ઇન્ડેક્ષ સાડા ચાર ટકા સુધર્યો તો ડોલર તો રૂપિયા સામે આ ગાળા માં પાંત્રીસ ટકા જેટલો સુધર્યો છે. કરન્સી માં સુધારા ના આર્થિક પરિબળો માં જે તે દેશ ની કુલ આયાત-નીકાસ સહુ થી મોટું પરીબળ છે. અગર રાજકીય પરિબળો સ્થિર રહે તો જે દેશ ની આયાત વધુ તેને ગ્લોબલ કરન્સી ની જરૂર વધારે પડે જ. દેશ ની કુલ આયાત કુલ નિકાસ કરતા વધારે રહે, ત્યારે વિદેશ વેપાર ખાધ ઉભી થાય. જે દેશ ની વિદેશ વેપાર ખાધ મોટી રહે, તેનું ચલણ પણ બોજા હેઠળ રહે અને ચલણ નું મૂલ્ય ઘસાય. ભારત પણ અન્ય વિકાસશીલ દેશો ની જેમ આ વિદેશ વેપાર ખાધ નો સામનો કરી રહેલો દેશ છે. આપણો વિદેશ વેપાર દસકા માં દસ ગણો થયો.તેમાં નિકાસો માં પણ દસ ગણી વૃદ્ધિ થઇ તો આયાતો માં પણ. ટકાવારી માં તો આ વિદેશ વેપાર ખાધ નાનો ફેરફાર જણાય, પણ આંકડાકીય વાત કરીએ તો દસ વર્ષ માં 600 કરોડ ડોલર ની વેપાર ખાધ વધી ને અઢાર હજાર કરોડે પહોચી. હવે, આમાં જોવા જેવી વાત એ છે કે જયારે આપણી આયાતો સાડા ચાર હજાર કરોડ ડોલર ની હતી ત્યારે આપણે ચારસો કરોડ ડોલર નું સોનું વિશ્વ બજાર માંથી ખરીદતા. જયારે આયાતો 48 હજાર કરોડે પહોચી, ત્યારે સાડા ચાર હજાર કરોડ ડોલર નું સોનું આપણે વિદેશો માંથી મંગાવીએ છીએ.



નાણાકીય વર્ષ કુલ નિકાસો (હજાર કરોડ ડોલર) કુલ આયાતો (હજાર કરોડ ડોલર) વિદેશ વેપાર ખાધ (હજાર કરોડ ડોલર)
2000 -01 4456 5053 597.60
2011-12 30,596 48,932 18,336






કુલ આયાત (કરોડ ડોલર) સોના ની આયાત (કરોડ ડોલર)
2001-02 5141 417
2006-07 18,573 1,446
2011-12 48,932 4,450

પણ વર્ષ 2011-12 માં સોના ની આયાત માં ધરખમ વધારો રહ્યો. વર્ષ 2010-11 કરતા 11-12 માં સોના ની આયાત 40% થી પણ વધુ રહી. અહી, એ યાદ રાખીએ કે આ જે સોનું આયાત થયું, તે કોઈ ઔદ્યોગિક વપરાશ કે ઉત્પાદન વધારવા માટે ની આયાત નથી. સોના નો મોટાભાગે ઉપયોગ ઘરેણા અને રોકાણ ના વિકલ્પ તરીકે જ થયો છે. ઘરેણા ની જે નિકાસ થાય છે, તેમાં પણ સોનું વપરાય છે, તે બાબત સાચી. પણ, કુલ નિકાસ માં તેનો હિસ્સો કેટલો? ફક્ત બે ટકા. એક બાજુ સોના ની આયાત પાછળ ખર્ચાતા કરોડો ડોલર રૂપિયા ને નબળો કરે, અને રૂપિયો નબળો પડતા પાછા આપણા રોકાણકારો વધતી મોંઘવારી માં રોકાણ સલામત વિકલ્પ તરીકે વધારે સોનું લેવા પ્રેરાય. આમ, હાલ ના સમય માં સોના માં ભાવ-વધારા નું એક સર્ક્યુલર વમળ બ્જ્યું છે. કોઈ પણ ચલણ ના મૂલ્ય માં / પ્રભુત્વ માં આર્થિક તેમ જ રાજકીય બન્ને પરિબળો કામ કરે છે, એ વાત સો ટકા સાચી. જયારે યુ એસ માં વલ્ડ્ર ટ્રેડ સેન્ટર પર હુમલો થયો, અને તેના પગલે અમેરિકા એ અફઘાનિસ્તાન અને અખાતી દેશો માં સૈન્ય મોકલ્યું તે પછી વૈશ્વિક બજારો માં ડોલર સતત ઘસાતો રહ્યો જાન્યુઆરી 2002 થી જાન્યુઆરી 2008 સુધી ડોલર ઇન્ડેક્ષ આશરે 34% જેટલો ઘટ્યો. ભારત માં કોઈ રાજકીય ઉથલપાથલ થઇ નથી. ભારતીય કોર્પોરેટ જગત ની નફાક્ષમતા અને ઉત્પાદન લગભગ સ્થિર કે સુધારા તરફી રહ્યા છે. છતાં વર્ષ 2011-12 માં ડોલર રૂપિયા સામે સવા ચૌદ ટકા સુધર્યો અથવા તો રૂપિયો ડોલર સામે ચૌદ ટકાથી પણ વધારે ઘસાયો. આ ગાળા માં ડોલર ઇન્ડેક્ષ તો માત્ર પોણા ચાર ટકા વધ્યો છે. તાજેતર માં પુણે માં રીઝર્વ બેંક ના ડેપ્યુટી ગવર્નર સુધીર ગોકર્ને સોના ની આયાત ઘટાડવા પર ભાર મુક્યો. તેમના મતે આપણી આયાત-નિકાસ ની ખાધ સોના ની વધી રહેલી આયાત ના પગલે ઝડપ થી વધી રહી છે. ગયા નાણાકીય વર્ષ માં જે વેપાર ખાધ માં વધારો જોવાયો તેમાં 80% હિસ્સો સોના નો રહ્યો. સોના નું વૈશ્વિક ઉત્પાદન વાર્ષિક ચાર હજાર ટન જ રહ્યું છે, તો 1999 થી અત્યાર સુધી માં સોના ની ઘર-આંગણે માંગ સતત વધતી રહી, હજાર ટને પહોચી છે. આમ,હાલ ના તબક્કે તો આપણી વધી રહેલી સોના ની માંગ અને સોના ની આયાત એ આપણા અર્થતંત્ર પરનો બોજો છે. ગયા વર્ષે રીઝર્વ બેન્કે સોના ની સામે ધિરાણ કરતી ફાયનાન્સ કંપનીઓ ને તેમનું ધિરાણ સોના ની કિંમત ના 85% થી ઘટાડી 60% કરવા નિર્દેશ કર્યો. જયારે હમણાં જ 30 ઓક્ટોબરે બેંકો અને નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ ને કોઈ પણ રીતે સોનું ખરીદવા માટે ધિરાણ આપવા પર મનાઈ ફરમાવી. ચાલુ નાણકીય વર્ષ માં આપણી વેપાર ખાધ છેલ્લા બાર વર્ષ ની સર્વોચ્ચ સપાટીએ પહોચી છે, એવા માં સરકાર સોના ની આયાત ઘટાડવા નક્કર પગલા લે, તે સાચે જ જરૂરી છે.

ગયું અઠવાડિયું રૂપિયા માટે સુધારા નું રહ્યું અને રૂપિયો ડોલર સામે સવા બે ટકા જેટલો સુધર્યો. સપ્તાહ ની શરૂઆત માં 55.450 રહેલ રૂપિયો શુક્રવારે 54.250 પર બંધ રહ્યો. અહી એ નોધવું રહ્યું કે આ અઠવાડિયા માં ડોલર ઇન્ડેક્ષ માં કોઈ મોટો ઘટાડો નથી રહ્યો. અઠવાડિયા ની શરૂઆત માં 80.2530 રહેલ ડોલર ઇન્ડેક્ષ 80.2320 પર જ બંધ રહ્યો. ડોલર યુરો અને પાઉન્ડ સહીત ની યુરોપીયન કરન્સી તેમ જ જાપાનીઝ યેન ની સામે લગભગ સ્થિર રહ્યો. માત્ર રૂપિયા સામે નરમ રહ્યો. આપણા શેર બજારે પણ રૂપિયા ની મક્કમતા ને પ્રતિસાદ આપ્યો હોય તેમ ઇન્ડેક્ષ માં ચાર ટકા જેટલો સુધારો જોવાયો. તો સોના માં હજાર રૂપિયા થી પણ વધારે નો કડાકો બોલાયો. વર્ષ 2008 થી 73 થી 85 ની રેંજ માં રહેલ ડોલર ઇન્ડેક્ષે આ કોન્સોલીડેશન માં ચાર વર્ષ પુરા કર્યા છે. આપણા દિવાળી વિશેષાંક માં જણાવ્યું હતું તેમ, હવે ડોલર ઇન્ડેક્ષ નવી દિશા નક્કી કરે તેવા પ્રબળ સંકેતો છે.






ગયા અઠવાડિયે આ સપ્તાહ ની શક્યતા
સોનું  રૂપિયા ના ડોલર સામે ના સુધારા ને પગલે આશરે 1300 રૂપિયા જેટલો ઘટાડો. યુ એસ સ્પોટ માં $1704 તૂટે તો $1668 સુધી ની શક્યતા. MCX ફેબ્રુઆરી વાયદા માં 30950 મહત્વ નો ટેકો.
ચાંદી  ડીસેમ્બર વાયદો 64142 ના મથાળે થી ઘટી 61,185 બંધ રહ્યો.  યુ એસ સ્પોટ માં બુધવાર નો $32.92 નો લો હજી સુધી તોડ્યો નથી. જયારે રૂપિયા ના સુધાર ને પગલે ઘર-આંગણે 3000 રૂપિયા નો કડાકો. 63170 બધ રહેલ MCX માર્ચ વાયદા માં 61750 મહત્વ નો ટેકો. શરૂઆતી 700 - 1200 રૂપિયા ના ઘટાડા બાદ તેજી ની શક્યતા.
ક્રુડ  4826 ના સપોર્ટ ને અકબંધ રાખવા માં નિષ્ફળ. બુધ, ગુરુ અને શુક્રવાર ના રોજ 4790 પાસે સપોર્ટ જાળવ્યો. 4838 નો બંધ. યુ એસ માં $88.88 ના સપ્તાહ ના ઊંચા મથાળે બંધ. 4772 મહત્વ નો ટેકો. 4884 વટાવતા 5001 સુધી ના ઉછાળા ની શક્યતા યથાવત. 4772 નું અકબંધ રહેવું તેજી માટે આવશ્યક.
એલ્યુમીનીયમ  સતત પાંચમાં અઠવાડિયે પણ ઉછાળો. સોમવાર ના રોજ બનેલ 109 નો નીચો ભાવ આખા અઠવાડિયા દરમ્યાન અકબંધ. આગળ ની તેજી માટે 115 ઉપર નો બંધ આવશ્યક. 116 વતાવવા માં અસમર્થ રહેતા 109.75 સુધી ના ઘટાડા ની શક્યતા.
કોપર  બુધવાર અને ગુરુવાર ના રોજ 429 નીચા ભાવ થી સુધારો. શુક્રવાર ના રોજ 1% ના ઉછાળા સાથે બંધ. ફેબ્રુઆરી વાયદા માં 431.50 મહત્વ નો ટેકો. 444 ની ઉપર બંધ આવતા મોટી ઉથલપાથલ ની શક્યતા. જો કે, 448 અવરોધ.
લેડ  રેંજ બાઉન્ડ વધઘટ. 121.90 ના સાપ્તાહિક અવરોધ પર બંધ. 124.90 મહત્વ નો અવરોધ. 122 બંધ રહેલ ડીસેમ્બર વાયદા માં 123.25 વતાવવા માં અસમર્થ રહેતા 120 સુધી ના ઘટાડા ની શક્યતા.
નિકલ  ડીસેમ્બર વાયદો 912 થી 950 ની રેંજ માં રહી 931.70 બંધ. મંગલ અને બુધવાર નો સુધારો ટકાવવા માં અસમર્થ. 950 મોટો અવરોધ. 942 વટાવવા માં અસમર્થ રહેતા 915 સુધી ના ઘટાડા ની શક્યતા.
ઝીંક  સતત પાંચમાં સપ્તાહે સુધારા તરફી. ડીસેમ્બર વાયદા માં સોમવાર નો 107.65 નો નીચો ભાવ અકબંધ રાખી 110.55 નો બંધ. 111.95 મોટો અવરોધ. જે વટાવવા માં અસમર્થ રહેતા 108 સુધી ના ઘટાડા ની શક્યતા.
કપાસ  MCX વાયદા માં લેવાલી ની શરૂઆત. 970 વટાવતા વેચાણો કપાવા ની શક્યતા.
જીરું  લેવાલી માં સુસ્તી. NCDEX વાયદો સપ્તાહ ના નિમ્ન સ્તર 14207.50 પર બંધ. મોટા વાવેતર અને સારા ઉત્પાદન ના આકડે હજી લેવાલી ધીમી.
એરંડો  આખા અઠવાડિયા ની સુસ્તી પછી શુક્રવારે લેવાલી. NCDEX ડીસેમ્બર વાયદો 3457 બંધ. 3525 વટાવતા અને હાજર માં લેવાલી આવતા વેચાણો કપાવવા ની શક્યતા.
સોયાબીન  સમગ્ર સપ્તાહ દરમ્યાન વેચવાલી. શનિવાર ના રોજ શરુ થયેલ વેચવાલી આગળ ચાલવા ની શક્યતા.
સોયા રીફાઇન સપ્તાહ ના શરૂઆતી સુધાર ને જાળવી રાખવા માં અસમર્થ. NCDEX ડીસેમ્બર વાયદો 720.25 બંધ. NCDEX વાયદો 732 વટાવવા અસમર્થ રહે તો 695 ની શક્યતા.












રૂપિયા નો યુ-ટર્ન. સોના-ચાંદી માં કડાકો તો શેર-બજાર માં તેજી નું તોફાન.

સોના ની આયાત સામે કડક થતી રીઝર્વ બેંક.




No comments:

Post a Comment