Tuesday, 22 January 2013

23/11/2012

ગયા સપ્તાહ માં પાંચ માંથી ચાર સેશન બજાર ખુલ્યા ભાવ થી નીચે બંધ રહ્યું છતાં પણ સાપ્તાહિક ધોરણે સુધારા તરફી રહ્યું. નિફ્ટી ઉપરાંત મહત્વ ના ઇન્ડેક્ષ જેવા કે બેંકનિફ્ટી, CNX IT અને CNX ઇન્ફ્રા માં પણ આ જ મુજબ નો ટ્રેન્ડ જોવાયો. જયારે નિફ્ટી જુનીયર અને CNX IT શરૂઆત ના બે સેશન ના ઘટાડા બાદ સુધારા તરફી રહ્યા.

સપ્તાહ દરમ્યાન ઘણી વિસંગતતાઓ જોવા મળી. સપ્તાહ દરમ્યાન ડોલર પણ રૂપિયા સામે સોમવાર અને મંગળવાર બંને દિવસો ના 54.8350 ના નીચા સ્તરે થી સતત સુધારા તરફી રહ્યો. જયારે આ જ ગાળા માં ડોલર અન્ય વૈશ્વિક કરન્સી સામે સતત ધોવાતો રહ્યો. સોમવાર ના રોજ નિફ્ટી સ્પોટ માં 5549 અને મંગળવાર ના રોજ 5548 ના નીચા સ્તર બતાવી બજારે સુધારો દર્શાવ્યો. આમ, હાલ ના તબક્કે નિફ્ટી સ્પોટ માં હવે 5545 મહત્વ નો સપોર્ટ કહી શકાય. જ્યારે સાથે સાથે ઉપર માં 5690 - 5705 ની રેંજ કે જ્યાં પાછલા ઉછાળા વખતે બજારે સપોર્ટ બનાવ્યો હતો, તે હવે હાલ ના સમયે રેસીસ્ટેન્સ કહી શકાય. આ સપ્તાહ માં હવે શરૂઆત ના બે-એક સેશન માં નિફ્ટી સ્પોટ 5675 વટાવવા માં સફળ રહે તો 5705 સુધી ની શક્યતા કહી શકાય. પણ 5675 ને વોલ્યુમ સાથે પાર કરવા માં અસમર્થ રહેતા ફરી પાછી 5545 ની શક્યતા નકારી શકાય નહિ. તા 5 ઓક્ટોબર ના રોજ ડોલર રૂપિયા સામે ના 51.3730 સ્તર થી સતત સુધારા તરફી રહ્યો છે. જયારે આ જ દિવસ ના બેંકનિફ્ટી સ્પોટ ના ઓપન અને હાઈ 11745 ને વટાવવા માં બેંકનિફ્ટી હજી સુધી સફળ રહી નથી. ગયા સપ્તાહ દરમ્યાન બેન્કિંગ સેક્ટર માં રાષ્ટ્રીયકૃત બેંકો ની વધી રહેલ નોન-પર્ફોમિંગ એસેટ (NPA) સતત ચર્ચા માં રહી. પરંતુ, અન્ય વિકાસશીલ અર્થતંત્ર ની જેમ ભારત માં પણ બેન્કિંગ ક્ષેત્ર વિષે આશાવાદ સેવાતો રહ્યો છે. બેન્કિંગ ક્ષેત્ર ના વિકાસ કે તેના અવરોધો ની ચર્ચા કરતા આપણે આ કોલમ ની મૂળ વાત પર આવીએ તો બેંકનિફ્ટી માં હાલ ના તબક્કે આગળ ની તેજી માટે 11660 કે તેથી ઉપર નો બંધ આવશ્યક છે. જયારે, 11280 નીચે નો બંધ આવતા વેચવાલી વધે.

મુખ્ય શેર:

ભારતી એરટેલ, ફાયનાન્સીયલ ટેકનોલોજી, MCX અને મેકડોવેલ:

નવેમ્બર માસ દરમ્યાન ભારતી આશરે 15% જેટલો સુધારો દર્શાવી ચુક્યો છે. ભારતી ઇન્ફ્રાટેલ ના ડીસેમ્બર માસ દરમ્યાન આવનાર રૂ.4000 કરોડ ના પબ્લિક ઇસ્યુ ના ચાલતા આ શેર માં સતત ઉછાળો જોવાયો છે. ટ્રેડીંગ માટે આ શેર માં 315 મોટું રેસીસ્ટેન્સ કહી શકાય. જયારે ફાયનાન્સીયલ ટેકનોલોજી અને MCX બન્ને શેરો પાછલા ચાર માસ થી સતત સુધારા તરફી રહ્યા છે. MCX ના શેર બજાર ના શરુ થઇ રહેલ એક્ષ્ચેન્જ ના આશાવાદ પાછળ આ શેરો માં સતત લેવાલી જોવાઈ છે. ગયા અઠવાડિયા માં આ બન્ને શેરો માં આવેલ ઘટાડા છતાં આ શેરો વીકલી ચાર્ટ પર હજી પણ ઓવર-બોટ ઝોન માં છે.  જયારે યુનાઈટેડ સ્પીરીટ માં આ જ મહિના માં 50% જેટલો ઉછાળો જોવાયો છે. યુનાઈટેડ સ્પીરીટ માં હાલ માં 1955 ને મહત્વ નું રેસીસ્ટેન્સ કહી શકાય. લાંબા ગાળા ના રોકાણ માટે આ શેર ચોક્કસ સારા છે. પરંતુ, ટ્રેડીંગ માટે સપ્તાહ દરમ્યાન સાવધાની જરૂરી છે.


પાવર ફાયનાન્સ, રિલાયન્સ અને રિલાયન્સ કેપિટલ:

આ ત્રણેય શેરો માં ગુરુવાર ના રોજ NSE કેશ સેગ્મેન્ટ માં બનેલ નીચા સ્તર અનુક્રમે 179.60, 761.40 અને 376.50 મહત્વ ના સપોર્ટ છે. આ સપ્તાહ દરમ્યાન આ નીચા ભાવ અકબંધ રહે તો તેમાં ઉછાળા ની શક્યતા ગણી શકાય.

વિસંગતતાઓ થી ભરેલું વીતેલું સપ્તાહ
તોફાની શેરો માં સાવચેતી જરૂરી




No comments:

Post a Comment