Tuesday, 22 January 2013

02/11/2012

ગતાંક માં આપણે યુ. એસ. ડોલર ની બીજી કરન્સી સામે ની વધઘટ ની શેર બજાર, સોનું, ચાંદી તેમજ વૈશ્વિક બજારો પર થતી અસર ની ચર્ચા કરી. વીતેલા સપ્તાહ દરમ્યાન આપણે જોયું કે જયારે ડોલરે રૂપિયા સામે ના અમેરિકી બજાર ના તેના 54.10 ના અહી લખેલ સ્તર ને સોમવાર ના રોજ પાર કર્યું તો મંગળવારે શેર બજાર માં આશરે 200 પોઈન્ટ જેટલો કડાકો બોલાઈ ગયો. પરંતુ બુધવાર ના રોજ ડોલર રૂપિયા સામે ના 54.10 ના સ્તર ઉપર ટકવા માં અસમર્થ રહેતા ફરી પાછો બજારો માં સુધારો જોવાયો. જયારે એલ્યુમીનીયમ, કોપર, નિકલ, ઝીંક, લીડ તેમજ સોનું - ચાંદી પાછલા સપ્તાહ માં તેમના મહત્વ ના સ્તર પાસે હોઈ,  તમામ ધાતુઓ માં સપ્તાહ ના મધ્ય માં તેજી જોવા મળી. પરંતુ, સપ્તાહ ના છેલ્લા દિવસે જયારે ડોલર ઇન્ડેક્ષે ગતાંક માં અહી જણાવેલ 80.25 નું સ્તર પાર કર્યું તે સાથે જ સોનું, ચાંદી, કોપર, નિકલ, ઝીંક સહીત લગભગ તમામ ધાતુઓ અને ક્રુડ માં કડાકો આવી ગયો. શુક્રવાર ના રોજ ડોલર ઇન્ડેક્ષ 80.55 ના બે માસ ના હાઈ પર બંધ રહેતા હવે આગામી સપ્તાહ માં 81.35 - 81.55 સુધી ની શક્યતા કહી શકાય.

USDINR(ડોલર સામે રૂપિયા): હજુ પણ રૂપિયા માં 54.10 ને જ નિર્ણાયક સમઝવું. 54.10 ની ઉપર બંધ આવતા 56.00 સુધી ની શક્યતા યથાવત છે. જયારે હવે નીચે માં 52.7000 નજીક નો અને 52.1700 મહત્વ નો સપોર્ટ છે. જયારે NSE અને MCX બંને ના વાયદા માં હાલ ના પ્રીમીયમ ને જોતા 54.3500 ને નિર્ણાયક સમઝવું.

સોનું - ચાંદી:
MCX ડીસેમ્બર વાયદા માં આગળના અઠવાડિયે 31022 બંધ રહેલ સોના માં અહી ગતાંક માં 30655 મહત્વ નો સપોર્ટ અને 31250 સ્ટ્રોંગ રેસીસ્ટન્સ લખેલ. ડોલર ના રૂપિયા સામે ના સુધારા ને પગલે સોના માં સોમવાર થી શરુ થયેલ તેજી તેના 31250 ના રેસીસ્ટન્સને પાર કરવા માં સફળ રહ્યું નહિ. જયારે શુક્રવાર ના રોજ વૈશ્વિક બજારો સાથે ઘર આંગણે સોના માં આશરે 600 રૂપિયા જેટલો કડાકો જોવાયો. હવે MCX ના ડીસેમ્બર વાયદા માં 30150 ને મહત્વ નો સપોર્ટ ગણવો.  અહી એ જરૂર કહીશ કે આગળ આપણે તા.1 ઓક્ટોબર ના અંક માં લખ્યું હતું કે, જો ડોલર બીજી વૈશ્વિક કરન્સી સામે સુધરે અને રૂપિયો પણ સુધરતા ડોલર સામે સુધારો દર્શાવે તો સોના ની પાછલા 4 વર્ષ થી ચાલતી તેજી ને બ્રેક લાગી શકે. ગયા અંક માં આપણે જોયું કે પાછલા ચાર વર્ષ માં ડોલર વૈશ્વિક કરન્સી સામે ફક્ત 5% જેટલો જ સુધર્યો છે, જયારે રૂપિયા સામે આશરે 35% જેટલો સુધારો આ ગાળા માં જોવાયો છે. જયારે આજ ગાળા માં સોનું અમેરિકી બજાર માં આશરે 100% જેટલું વધ્યું તો ભારતીય બજાર માં 200% કરતા પણ વધારે નો સુધારો સોના ના ભાવ માં જોવાયો. રૂપિયો - ડોલર, ડોલર - વૈશ્વિક કરન્સી અને સોના ના ભાવ ના આ ત્રિકોણ ની ચર્ચા ફરી ક્યારેક કરીશું. હાલ માં એ તો અવશ્ય કહીશ કે દર વર્ષે દિવાળી માં સોના માં આંખ બંધ કરી ને તેજી નો વેપાર કરનાર ટ્રેડરે આ વખતે સાવચેતી જરૂર રાખવી.

ચાંદી માં ગયા અંક માં આપણે જણાવ્યું હતું કે MCX ડીસેમ્બર વાયદા માં 58835 અકબંધ રહેતા, 60650 સુધી ની તેજી જોવાય. જો કે ગુરુવાર ના રોજ 60333 નો હાઈ કરી, શુક્રવાર ના રોજ ચાંદી માં આશરે 2000 રૂપિયા નો ઘટાડો જોવાયો. જો કે, સોના ની સરખામણીએ ચાંદી માં સુધારા ની શક્યતા ઝડપી હોઈ, કદાચ સપ્તાહ ના શરૂઆત ના ત્રણેક દિવસો પછી ચાંદી માં પ્રત્યાઘાતી ઉછાળા ની સંભાવના નકારી શકાય નહિ. નીચા માં MCX ડીસેમ્બર વાયદા માં હવે 56610 અને 55435 મહત્વ ના સપોર્ટ ગણાય.

એલ્યુમીનીયમ, લીડ, નિકલ, ઝીંક અને કોપર:

એલ્યુમીનીયમ MCX નવેમ્બર વાયદા માં પાછલા મંગળવાર ના રોજ 100.7 ના નીચા સ્તર થી સતત સુધારા તરફી રહ્યું છે. હવે આ વાયદા માં 102.25 મહત્વ નો સપોર્ટ છે. જયારે ઉપર માં 105.35 ની ઉપર બંધ આવતા 107.25 - 108 સુધી ની તેજી ની સંભાવના છે.
(ધ્યાન માં રાખવા લાયક લેવલ : 102.25 - 104.3 - 105.8 - 107.3)

જયારે લીડ માં MCX નવેમ્બર વાયદા માં હવે 111.55 મહત્વ નો સપોર્ટ છે. જ્યાં સુધી આ સપોર્ટ અકબંધ રહે, સરવાળે રુખ તેજી તરફી નો રહે. પરંતુ આગળ ની તેજી માટે 115.45 ની ઉપર નો બંધ આવશ્યક છે. 115.45 ની ઉપર નો બંધ 119 સુધી ની તેજી લાવી શકે છે.
(ધ્યાન માં રાખવા લાયક લેવલ: 110 - 11.5 - 115.6 - 118.2)

નિકલ MCX નવેમ્બેર વાયદા માં 890 ઉપર નો બંધ આગળ ની તેજી માટે આવશ્યક છે. 890 ની ઉપર નો બંધ આવતા 925 સુધી ની તેજી ની સંભાવના છે. પરંતુ, 852.1 આસપાસ બનેલું ડબલ બોટમ તૂટે તો 823 સુધી ની મંદી ની શક્યતા ગણી શકાય.
(ધ્યાન માં રાખવા લાયક લેવલ: 855.4 - 882.5 - 894.1 - 912.4)

ઝીંક MCX નવેમ્બર વાયદા માં હવે 98.65 - 99.30 અગત્ય ની સપોર્ટ રેંજ છે. 99.3 અકબંધ રહેતા તેજી આગળ ચાલે.
(ધ્યાન માં રાખવા લાયક લેવલ: 98.65 - 99.30 - 101.6 - 103.1)

બીજા બધા બેઝ મેટલ ની સરખામણીએ કોપર વીતેલા સપ્તાહ માં ઉપર ટકવા માં અસમર્થ રહેતું જોવાયું છે. MCX નવેમ્બેર વાયદા માં સમગ્ર સપ્તાહ દરમ્યાન 420 આસપાસ સપોર્ટ લઇ રહેલ કોપર, શુક્રવાર ના રોજ ડોલર ના તોફાન માં આશરે 8 રૂપિયા ઘટી 415.95 બંધ રહ્યું. હવે કોપર માં 409.25 ને જ મહત્વ નો સપોર્ટ સમઝ્વો.
(ધ્યાન માં રાખવા લાયક લેવલ: 409.25 - 414.65 - 425.35)

ક્રુડ - નેચરલ ગેસ:

આગલા સપ્તાહે 4669 આસપાસ બંધ રહેલ ક્રુડ MCX નવેમ્બર વાયદા માં અહી 4582 નો સપોર્ટ જણાવેલ. સોમવાર ના રોજ 4622 ના નીચા સ્તર થી સમગ્ર સપ્તાહ દરમ્યાન સુધારા તરફી રહેલ ક્રુડ ઉપર માં 4712 સુધી જોવાયું. પરંતુ, ગુરુવાર અને શુક્રવાર ના રોજ ફરી પાછો 4610 - 20 સુધી નો ઘટાડો જોવાયો. હજુ પણ ક્રુડ માં 4582 ને જ સપોર્ટ ગણી શકાય. જયારે ઉપર માં હવે 4717 ને રેસીસ્ટન્સ કહી શકાય.

નેચરલ ગેસ નવેમ્બર વાયદા માં હવે 194.4 નિર્ણાયક સ્તર ગણાય. 194.4 નીચે નો સાપ્તાહિક બંધ આવતા હવે 175.5 સુધી ની મંદી ની શક્યતા નકારી શકાય નહિ.


કપાસ, જીરું અને ઈલાયચી:
કપાસ માં MCX અને NCDEX બંને વાયદા માં હજુ પણ ગતાંક માં જણાવેલ 990 જ મહત્વ નું પ્રતિકારાત્મક સ્તર છે. હવે MCX વાયદા માં 979.5 ની ઉપર નો બંધ ના આવે તો 890 સુધી ની મંદી ની શક્યતા ગણી શકાય. જયારે જીરા ના ઊંજા વાયદા માં 13565 મહત્વ નો સપોર્ટ અને 14500 મહત્વ નો રેસીસ્ટેન્સ ગણાય.
ઈલાયચી ના નવેમ્બર વાયદા માં હાલ માં 710 અને ડીસેમ્બર વાયદા માં 755 મહત્વ ના સપોર્ટ ગણી શકાય. પાછલા ચાર સપ્તાહ થી સતત ઘટાડા તરફી રહેલ નવેમ્બેર વાયદા માં એક્ષ્પાયરી દરમ્યાન 730-710 સુધી ના ઘટાડા ની શક્યતા ગણી શકાય.


Disclaimer: લેખક IFCI ફાયનાન્સીયલ સ. લી. - અમદાવાદ ના મેનેજર છે. અહી વ્યક્ત કરેલ મંતવ્યો / અભિપ્રાયો તેમના વ્યક્તિગત છે અને નહિ કે IFCI ફાયનાન્સીયલ સ. લી ના.




No comments:

Post a Comment