25/11/2012
હાલ ના સમય માં શેર બજાર થી રોકાણકારો દૂર થઇ ગયા ની વાતો વખતો વખત સાંભળવા મળે છે. મોટા બ્રોકરેજ હાઉસ, સેબી કે નાણા મંત્રાલય, સહુ કોઈ શેર બજાર થી વિમુખ થતા નાના રોકાણકારો હાલ માં ચિંતા નો વિષય હોવાનું જણાવે છે. નાના રોકાણકારો ની જયારે પણ ચર્ચા થાય ત્યારે પબ્લિક ઈશ્યુ ની વાત નીકળ્યા વિના રહે નહિ. વધારે પડતા રીસર્ચ, સાચું વેલ્યુએશન કે અર્થતંત્ર નો રૂખ જેવી મોટી બાબતો ની પળોજણ માં પડવા કરતા સામાન્ય રોકાણકાર નવા ઈશ્યુ માં રોકાણ કરવા તરફ વધુ ઝૂકેલા રહે છે. આ નાના રોકાણકાર માટે ઈશ્યુ એટલે સીધી ને સટ વાત કે કંપની એ શેર ઓફર કર્યા, અને આપણે રોકાણ માટે લઇ લીધા. કેમકે આ રોકાણકાર ના મતે જે કંપની નફો કરતી હોય, ધંધો કરતી હોય તેને જ ઈશ્યુ લાવવા ની પરવાનગી મળે. પણ, છેલ્લા પાંચ વર્ષ માં આ ઈશ્યુ બજાર માં રોકાણકારો ને સરવાળે દગો જ થયો છે.
કેટલાક પ્રમોટરો કોઈક ચોક્કસ ઓપરેટરો સાથે સાંઠ-ગાંઠ કરી, બોગસ કંપની ના ઈશ્યુ મારફત લોકો પાસે થી પૈસા એકઠા કરી, ઓળવી ગયા. આ લોકો ની મોડસ-ઓપરેન્ડી પણ ગજબ ની રહી. જયારે પણ આવી બોગસ કંપની નો ઈશ્યુ આવે, તેમાં ઓપરેટર નો હિસ્સો ઈશ્યુ ની વેલ્યુ ના વીસ થી પાંત્રીસ ટકા સુધી નો હોય છે. જેવી જેની જરૂરત એવો ઓપરેટર નો ભાવ. ઈશ્યુ ખુલે ત્યારે આ ઓપરેટર એના જ મળતિયાઓ પાસે ઈશ્યુ માં અરજીઓ કરાવે. સાથે સાથે ઈશ્યુ ના ફોર્મ નો ગ્રે-માર્કેટ માં ભાવ પણ ઉંચો બોલાવવા માંડે. ઉપરાંત, સિંગાપોર, બર્મુડા, મોરેશિયસ જેવા ટેક્ષ હેવન ગણાતા દેશો માં બનાવી રાખેલ બોગસ FII મારફત અરજીઓ કરી, ઈશ્યુ ને વિદેશી રોકાણકારો ના ક્વોટા માં પણ ભરપુર છલકાયેલો બતાવે. હવે, રોકાણકાર તો બિચારો ગ્રે માર્કેટ નું ઊંચું પ્રીમીયમ અને FII ક્વોટા માં અનેક ગણો ભરાયેલો ઈશ્યુ જોવે એટલે અરજી કરવાનો જ. આ બોગસ FII કેવી રીતે બને, અને ક્વોલીફાઈડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર (QIB) નો કેવો દુરુપયોગ થયો છે એની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું. ઈશ્યુ ભરાયા પછી ખેલ શરુ થાય ઓપરેટર નો. જો ઈશ્યુ નો પુરતો માલ સામાન્ય રોકાણકારો માં પહેલા જ ખપી ગયો હોય તો તો પહેલા જ દિવસ થી બચેલા શેર પણ ગમે તે ભાવે રોકાણકારો ને પધરાવવા ના શરુ. પણ જો પૂરતા પ્રમાણ માં રોકાણકારો એ ઈશ્યુ ભર્યો ન હોય તો શરુ થાય તોફાની ખેલ. લીસ્ટીંગ ની શરૂઆત થી જ શેર માં મોટા પાયા પર વોલ્યુમ ફેરવવા માં આવે. ભાવ માં મોટી ઉથલપાથલ થવા માંડે. ભાવ ની વધઘટ જોઈ, સામાન્ય ટ્રેડર ઇન્ટ્રા-ડે, કે બે-એક દિવસ નો સોદો કરવા લલચાય. હવે જો સરવાળે પબ્લિક લેણ માં આવે તો તો આ ઓપરેટર નો માલ ખપી ગયો. પણ જો લોકો ને ઈશ્યુ માં કઈ દમ ન લાગ્યો અને મોટી ઉથલપાથલ જોઈ, ઇન્ટ્રા-ડે માં વેચાણે ચડ્યા, તો પછી આ શેર નો ભાવ ખુબ ઉંચો કરી, કે બાયર સર્કીટ લગાવી ટ્રેડરો ને ગભરાવી દેવાના. એમાં પણ ઘણી વખત તો ભાવ ઉંચો બંધ કરી, વેચાણ કરનાર ને ઓકશન માં પતાવી દેવાના અને પોતાનો માલ ઓકશન માં ઊંચા ભાવે વેચવાનો. હવે, આ ખેલ ખેલવા માટે અનેક નામ ના બોગસ ખાતા ની, કેટલાક બ્રોકરો ની જરૂર પડે, તે આવા ઓપરેટરો ને આસાની થી મળી જાય છે.
હવે, આવા ઈશ્યુ કેટલા તો આ રહ્યો આનો જવાબ. વર્ષ 2007 માં NSE મારફત આશરે 90 જેટલા ઈશ્યુ આવ્યા, તેમાં આશરે ત્રીસ આવા હતા. વર્ષ 2008 માં તો હદ થઇ ગઈ. NSE મારફત આવેલ કુલ છત્રીસ ઈશ્યુ માંથી પચીસ થી પણ વધારે આવા હતા. 2009 ના એકવીસ માંથી નવ જયારે 2010 માં તોતેર માંથી એકવીસ આવા ઈશ્યુ રહ્યા. કયા કયા ઈશ્યુ આવા રહ્યા, એમના હાલ ના ભાવ, કયા બ્રોકરો સાથે ની સાંઠ ગાંઠ રહી, તેની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું. પણ સરવાળે 2007 થી 2010 સુધી માં દસ હજાર કરોડ થી પણ વધારે ના આવા ઈશ્યુ આવ્યા, જેમાં રોકાણકારો રાત પાણી એ રોયા અને ઓપરેટર અને પ્રમોટર મોટી મલાઈ તારવી ગયા. પાછા આવી રીતે રોકાણકારો ને છેતરી ને એકઠા કરેલ પૈસા નું મોટા પાયે જમીન અને મકાનો માં મોટા પાયે રોકાણ થયું અને જમીનો - મકાનો ના ભાવ પણ આસમાને લઇ જઈ, એમાં પણ વીસ ના સો કમાઈ લીધા. હર્ષદ મહેતા ના રૂપિયા ચાર હજાર કરોડ ના કૌભાંડ માં એના પર કેસ ચાલ્યો, તો આટલી મોટી ગેર-રીતી સરકાર કે નિયમન સંસ્થાઓ ની જાણ બહાર હોય, એ માની ન શકાય. સુરક્ષા અને આર્થિક બાબતો ની જાસૂસી નું કામ સમભાળતી આપણી ઈન્ટેલીજન્સ બ્યુરો (IB) ના વડા રાજીવ માથુર જે ડીસેમ્બર 2010 માં નિવૃત્ત થયા, તેમણે આવા ચાર ઓપરેટરો ના કારનામાં નો રીપોર્ટ સરકાર ને આપેલ. પણ, જમીનો અને રોકડ ના સ્થાનિક રાજકારણીયો ના આવા ઓપરેટરો મોટા વહીવટ ને લીધે, આ ઓપરેટરો આબાદ બચવા માં સફળ રહ્યા.

No comments:
Post a Comment