Tuesday, 22 January 2013

08/12/2012

નવેમ્બર 2010 પછી પહેલી વખત શેર બજાર માં બહોળો ધમ-ધમાટ જોવા મળ્યો. હમણાં ની તેજી માં લગભગ તમામ ક્ષેત્ર ના શેરો માં લેવાલી રહી. ઇન્ડેક્ષ હેવી-વેઇટ ઉપરાંત મીડ-કેપ અને સ્મોલ કેપ માં પણ ખરીદી જોવાઈ. સરકાર ને સંસદ ના બંને ગૃહો માં રીટેલ ક્ષેત્ર માં વિદેશીરોકાણ ને મળી રહેલ લીલી ઝંડી એ શેર બજાર માં જાણે કે નવા પ્રાણ પૂર્યા હોય એમ, સતત બીજા અઠવાડિયે પણ ઇન્ડેક્ષો સુધારા તરફી રહ્યા. આપણી આ કોલમ માં આશરે બે-એક માસ પહેલા શેર બજાર વિષે આપણે જણાવ્યું હતું કે, ટ્રેડર મંદી ના વેપાર થી ટેવાઈ ગયા છે અને બજાર ધીમી પણ સાતત્યપૂર્ણ ચાલ થી નવી રેંજ પકડતું રહ્યું હોઈ, મોટા બદલાવ ના એંધાણ છે. હાલ ના તબક્કે એ જરૂર કહીશ કે કોઈ પણ મોટા બદલાવ ના સમાચાર નું શેર-બજાર ત્રણ તબક્કા માં રીએક્શન બતાવે. 1) વધારે પડતો ઉન્માદ કે ભય,  2) તે ઉન્માદ કે ભય નું કરેકશન અને 3) આવેલ બદલાવ ને અનુરૂપ દિશા. હાલ ના તબક્કે બજાર માં FDI નો ઉન્માદ તેના અંતિમ ચરણ માં હોઈ શકે. જેમાં ઇન્ડેક્ષ સિવાય ના શેરો માં મોટું તોફાન રહે છતાં પણ ઇન્ડેક્ષ અણધાર્યા અને અચાનક નવા સ્તર સ્પર્શતા જોવાય. પરંતુ સુધારા ની ગતી ધીમી પડે.માટે હવે નવા રોકાણ માટે એકાદ પખવાડિયા સુધી સાવધાની રાખવી સારી.

ગયા અઠવાડિયે શુક્રવાર ને બાદ કરતા લગભગ આખા અઠવાડિયા દરમ્યાન કીમતી ધાતુઓ અને ક્રુડ માં ધોવાણ જોવાયું. યુ એસ ડોલર ઇન્ડેક્ષ ની વાત કરીએ તો શરૂઆત ના બે-એક દિવસ ના ઘટાડા બાદ ડોલર ઇન્ડેક્ષ માં મોટો પ્રત્યાઘાતી ઉછાળો જોવાયો. અહી એ નોધવું રહ્યું કે શુક્રવાર સિવાય સમગ્ર સપ્તાહ દરમ્યાન રૂપિયો ડોલર સામે સુધરતો રહ્યો. બુધ અને ગુરુવાર ના રોજ ડોલર યુરો અને જાપાનીઝ યેન સામે સુધર્યો અને મજબૂત રહ્યો, છતાં પણ રીટેલ માં વિદેશીરોકાણ ની સંસદ ની મંજૂરી ને પગલે રૂપિયા માં ડોલર સામે નો સુધારો આગળ વધ્યો. ફક્ત શુક્રવાર ના રોજ રૂપિયો નરમ રહ્યો. વર્ષ 2006-07 માં જયારે આપણા શેર-બજાર માં તોફાની તેજી ચાલી રહી હતી, અને ડોલર ઇન્ડેક્ષ સતત ઘટી રહ્યો હતો, તે અરસા માં ડોલર જાપાનીઝ યેન સામે તો સુધારા તરફી હતો. મતલબ કે ડોલર રૂપિયા સહિત ની વૈશ્વિક કરન્સી સામે નરમ રહ્યો ત્યારે જાપાનીઝ યેન સામે તો ટકેલો કે સુધરતો રહ્યો. જયારે 2008 પછી ડોલર ઇન્ડેક્ષ માં સુધારો રહ્યો, કે ડોલર અન્ય કરન્સી સામે સ્થિર કે સુધારા તરફી રહ્યો ત્યારે યેન સામે ઘટતો રહ્યો. પરંતુ નિષ્ણાતો ના મતે, હાલ ના તબક્કે ડોલર યેન સામે હવે મોટા સુધારા દર્શાવવા માટે સજ્જ છે. જયારે ડોલર બ્રિટીશ પાઉન્ડ તેમજ યુરો સામે પણ સુધારા તરફી રહેવા ની શક્યતાઓ વધી રહી છે. જયારે રૂપિયા નો ડોલર સામે નવેમ્બર અંત માં શરુ થયેલ સુધાર આગળ ધપી શકે. 53.7500 તૂટતા આ ટ્રેન્ડ નું કન્ફર્મેશન મળે. કરન્સી એ એવું દર્પણ છે જે કોઈ પણ અર્થતંત્ર ના બદલાવ નું પ્રતિબિંબ ઝડપ થી ઝીલી લે છે. ડોલર યુરો, બ્રિટીશ પાઉન્ડ જેવી યુરોપીયન કરન્સી ઉપરાંત યેન જેવી એશિયન કરન્સી સામે સુધરવા ની ધારણા સાથે સાથે રૂપિયા ના ડોલર સામે સુધારા ની આશા યથાવત છે. અર્થાત, અમેરિકા અને ભારત ના આર્થિક વિકાસ નો આશાવાદ છે, જયારે જાપાન અને યુરોપીયન દેશો માં વિકાસ ધીમો રહે.

સોનું- ચાંદી અને ક્રુડ સપ્તાહ દરમ્યાન ગતાંક માં અહી જણાવેલ મહત્વ ના ટેકા થી નીચે જોવાયા. જયારે કોપર ઉપરાંત નિકલ, લેડ, ઝીંક અને એલ્યુંમીન્યમ અહી જણાવેલ અવરોધ વટાવવા માં અસમર્થ રહી, નરમ રહ્યા.


સોનું: MCX ફેબ્રુઆરી વાયદા માં ડેઈલી ચાર્ટ પર હાયર લો - હાયર ટોપ ફોર્મેશન હોઈ, હાલ માં ગુરુવાર નો 30915 નો નીચો ભાવ મહત્વ નો ટેકો છે. જયારે શુક્રવાર નો ઉંચો ભાવ 31340 વટાવતા લેવાલી જોર પકડે જે નવેમ્બર મધ્ય માં શરુ થયેલ તેજી ના પહેલા અવરોધ (31640) સુધી જળવાઈ રહે.
યુ એસ સ્પોટ માં સોનું આ સવા મહિના માં બીજી વખત 200 દિવસ ની એક્ષ્પોનેન્શીયલ એવરેજ ($1683) નો ટેકો લઇ, પાછું ફર્યું છે. હાલ પુરતું $1730 સુધી લેવલી જળવાવા ની આશા છે.


ચાંદી: સાડા ત્રણ માસ ની મોટી અફડાતફડી પછી ચાંદી માં હાલ માં રેંજ બાઉન્ડ વધઘટ જળવાઈ રહે. હાલ માં માર્ચ વાયદા માં 60000 મહત્વ નો ટેકો છે. જયારે ગુરુ અને શુકવાર ના રોજ જોવાયેલ ઊંચુ સ્તર 62840 નજીક નો અવરોધ છે. ચાંદી માં હવે 62840 ની ઉપર નો બંધ ન જોવાય ત્યાં સુધી મોટી તેજી ની આશા ન રાખી શકાય. પણ, 62840 પર નો બંધ 64600 સુધી ની તેજી લાવી શકે.


ક્રુડ: ગતાંક માં અહી 4884 વટાવતા 5001 સુધી ના ઉછાળા ની શક્યતા વ્યક્ત કરી હતી. પરંતુ, સોમવાર ના રોજ 4854 ખૂલેલ વાયદો 4942 નો ઉંચો ભાવ બતાવી 4878 બંધ રહ્યો. મંગળવાર થી સતત ઘટતો રહેલ વાયદો ગુરુવાર ના રોજ 4772 ના મહત્વ ના ટેકા થી નીચે 4687 બંધ રહ્યો. હવે, ક્રુડ માં 4671 તૂટતા 4540 સુધી ના ઘટાડા ની શક્યતા નકારી શકાય નહિ. યુ.એસ ક્રુડ નવેમ્બર માસ ની શરૂઆત થી $85 થી $89 ની રેંજ માં રહ્યું છે. સોમવાર ના રોજ શરુ થયેલ તેજી $89 ની ઉપર ટકવા માં અસમર્થ રહી અને શુકવાર ના રોજ $86 નો બંધ જોવાયો. સોમવાર ના રોજ આ ઘટાડો આગળ વધે તો $85 ટકાવવા માં સમર્થ રહે છે કે નહી તે જોવું રહ્યું.


કોપર: ગતાંક માં કોપર માટે અહી જણાવ્યું હતું કે 444 વટાવતા મોટી અફડાતફડી જોવાય. પરંતુ, 448 ને મોટો અવરોધ જણાવ્યો હતો. સોમવાર થી શરુ થયેલ લેવાલી 447.7 આસપાસ થી અટકી કોપર વાયદો 440 સુધી જોવાયો. હજુ, પણ કોપર માં એજ 448 નો અવરોધ યથાવત છે. ગુરુ અને શુક્રવાર નો નીચો ભાવ 440 તૂટતા નવેમ્બર ની તેજી નો છેલ્લો અવરોધ 433 સુધી ના ઘટાડા ની શક્યતા નકારી શકાય નહી.


લેડ: પાછલા બે અંકો માં જણાવેલ 124.90 ના અવરોધ ને વટાવવા માં ગયા સપ્તાહે પણ લેડ અસમર્થ રહ્યું. મંગળવાર ના રોજ થી શરુ થયેલ ઘટાડા માં લેડ ગતાંક માં અહી જણાવેલ 120 ના સ્તરે બંધ રહ્યું. હવે, લેડ બુધવાર નો ઉંચો ભાવ 122.35 વટાવવા માં અસમર્થ રહે તો 115.80 સુધી ના ઘટાડા ની શક્યતા કહી શકાય.


નિકલ: સોમવાર ના રોજ નિકલ અહી જણાવેલ 950 ના અવરોધ ને પાર કરી 960 બંધ રહ્યું. પરંતુ, મંગળવાર ના રોજ થી શરુ થયેલ ઘટાડા માં 935 સુધી જોવાયું. હજુ પણ નીકલ માં 950 ને અવરોધ કહી શકાય. જયારે હાલ ના તબક્કે 920 મહત્વ નો ટેકો હોઈ, આ સપ્તાહ માં નિકલ માં 920 થી 950 ની રેંજ માં રહેવા ની શક્યતા વધારે છે. આ રેંજ નું બ્રેક-આઉટ આગળ ના ટ્રેન્ડ માટે નિર્ણાયક રહે.


ઝીંક: ગતાંક માં ઝીંક માટે 111.95 નો અવરોધ વટાવવા માં અસમર્થ રહેતા 108 સુધી ના ઘટાડા ની શક્યતા જણાવી હતી. સોમવાર ના રોજ ઝીંક વાયદો 111.75 ના ઊંચા સ્તરે થી ઘટતો રહી, શુક્રવાર ના રોજ 109.80 બંધ રહ્યો. હવે, ઝીંક માં મંગળવાર નો ઉંચો ભાવ 111.10 મહત્વ નો અવરોધ છે. જયારે શુક્રવાર નો બંધ ભાવ 109.80 તૂટતા 107.85 સુધી ના ઘટાડા ની આશા રાખી શકાય.


કપાસ: શુક્ર અને શનિવાર ના રોજ શરુ થયેલ લેવાલી જળવાઈ રહે, તો કપાસ MCX ના વાયદા માં 1000 ની ઉપર ની તેજી સુધી ની શક્યતા નકારી શકાય નહિ.


જીરું: સારા ઉત્પાદન ના આશાવાદે જીરા માં હજી સુધી તો ચાલુ મહિના માં લેવાલી ની અભાવ જોવાયો છે. પરંતુ, આ સપ્તાહે હાજર માં લેવાલી નીકળતા વાયદા માં પણ ભાવો ટકેલા રહેવા ની શક્યતા છે.


સોયા અને સોયા રીફાઇન: ગતાંક માં સોયા ઇન્દોર NCDEX વાયદા માં ઘટાડો આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી. પરંતુ, હાજર માં લેવાલી ના પગલે સપ્તાહ દરમ્યાન વાયદા માં પણ ભાવો વધતા રહ્યા. આ લેવલી જળવાઈ રહે તો આગામી સપ્તાહ માં વાયદા માં 3340 સુધી ના સુધારા ની શક્યતા નકારી શકાય નહિ.
જયારે સોયા રીફાઈન વાયદો 745 ની નીચે રહે ત્યાં સુધી નવી લેવાલી નો અભાવ કહેવાય.


સોનું: 30915 મહત્વ નો ટેકો. 31340 વટાવતા 31600 ની શક્યતા
ચાંદી: ઘટતી દૈનિક રેંજ 62860 ઉપર નો બંધ ન આવે ત્યાં સુધી લેવાલી ની અભાવ
ક્રુડ: 4671 તૂટતા 4540 ની શક્યતા
કોપર: 440 તૂટતા 433 સુધી ના ઘટાડા ની શક્યતા. 448 અવરોધ
લેડ: 122.35 અવરોધ. 115.80 સુધી ના ઘટાડા ની શક્યતા
નિકલ: 950 થી 920 ની સાપ્તાહિક રેંજ
ઝીંક: 109.80 તૂટતા 107.85 ની શક્યતા. 111.10 મહત્વ નો અવરોધ.

એરંડો: NCDEX વાયદા માં 3520 ઉપર લેવાલી સુધરે
કપાસ: લેવાલી જળવાતા MCX વાયદા માં 1000 ની શક્યતા
હળદર: 5320 ઉપર સટ્ટાકીય લેવાલી જોવાય.
જીરું: હાજર માં લેવાલી ના પગલે વાયદા માં સુધારા ની શક્યતા
સોયા અને સોયા રીફાઇન: લેવાલી જળવાઈ રહેવા ની શક્યતા


મેટલ માં તેજી ને યુ-ટર્ન , સોના માં લેવાલી ની શક્યતા
રૂપિયા ની મક્કમ સુધારા તરફી ચાલ






No comments:

Post a Comment